શબ્દસમૂહ માટે એક શબ્દ- 7

આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત કટાક્ષ
યજ્ઞમાં હોમ કરતાં બાકી રહેલો પ્રસાદીરૂપ પદાર્થ હુતશેષ
ખેતરમાં ભાથુ લઈને જનારી ખેડૂત સ્ત્રી ભથવારી
સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે અંધશ્રદ્ધા
જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે સંશયાત્મા
કોઈપણ સંપ્રદાયોના ભેદભાવ વિનાનું બિનસાંપ્રદાયિક
એકલા એકલા પોતાની સાથે વાત કરવી તે સ્વગત
પતિએ ત્યજી દીધેલી સ્ત્રી ત્યક્તા
જેનું નામ લેવું પવિત્ર છે તે પુણ્યશ્લોક
ચારે બાજુથી વિજય મેળવનાર દિગ્વિજય
એક વસ્તુ આપી બીજી વસ્તુ લેવી તે વિનિમય
સ્ત્રીઓ પ્રત્યેની માનવૃત્તિ સ્ત્રી દાક્ષિણ્ય
સૂકી માટીના મોટા ગાંગડા ઢેફા
નાનું ઝરણું સરવાણી
જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગુ કરવું તે પરિગ્રહ
કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે પ્રાયશ્ચિત
સામાને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ ઠઠારો
ધનુષ્ય જેવા વળાંકવાળી રચના કમાન
દયા ઉપજે તેવું દયામણું
દુઃખ ભર્યો અવાજ આર્તસ્વર
ગોડ-છોડની આસપાસની માટીને ખોદવી તે આશકા
હરઘડી તહેનાતમાં રહેનારો હજૂરિયો
મરેલું કે ઘવાયેલું  હતાહત
હાથનો કસબ હથોટી
લશ્કરનો પાછળનો ભાગ હરોળ
સ્મૃતિ સંબંધી  સ્માત
યાદ રાખવાનું ટપકાવી લેવા માટેની નોંધપોથી સ્મરણિકા
જેમાં સ્મરણોનું આલેખન હોય તેવી કૃતિ સ્મરણાલેખ
યાદ આવે તે માટેનું ચિહન  સ્મરણ ચિહન
સોગમા પહેવારનું વસ્ત્ર સોગામું
જીર્ણ કે જૂની વસ્તુનો ફરી ઉદય થવો તે જીર્ણોદ્ધાર
શત્રુને ઊંઘમાં નાખી દે તેવું અસ્ત્ર જુંભકાસ્ત્ર
તરી જવાનો કે બચી જવાનો ઉપાય તરણોપાય
ત્વરાથી તળે ઉપર સળવળ થતું હોય તેવું તરવર
ડૂબતા વહાણમાંથી બચવા રખાતી હોડી જીવાહોડી
વરને પોંખતા વપરાતી વસ્તુઓ ઘુસળમુસળ
મુખ્ય લખાણ પુરું થયા પછી તેની નીચે ઉમેરેલું લખાણ  તાજાકલમ
અચ્છી તરેહથી કરેલી ગોઠવણ  તાલમેલ
જમા ઉધારનું તારણ  તારીજ
જરાપણ વિલંબ વગર  તાબડતોડ
બીજાનું સુખ દેખી બળવું તે  માત્સર્ય
કામકા કે તેની પરિસ્થિતિ મામલો
વહાણમાનામાલનો હિસાબ રાખનાર માલમ
યજ્ઞના પશુને બાંધવાનો થાંભલો યૂપ
રાતે ન દેખી શકે તેવું રતાંધળું
કહેલી વાતને રદ કરે તેવો સામે જવાબ રદિયો
પાસા ફેંકી ભવિષ્ય જોવાની વિદ્યા રમળ
વસંત ઋતુ કે ત્યારનો પાક રવીપાક
પૃથ્વી ડૂબે કે રસાતળ જાય તેમ રસાબોળ
ભાંગના સત્ત્વમાં બીજા વસાણાં નાખી બનાવેલો એક કેફી પદાર્થ માજમ
નબળી આંખોવાળુ મંદાક્ષ
કસબી બારીક વણાટની પાઘડી કે ફેંટો મંદીલ
પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો મંગાળો
નાની કાચી કેરી મરવો
ચૂલા ઉપરના ગરમ વાસણ પકડવા વપરાતું ચીંથર મસોતું
મનનો કે મનરૂપી આયનો મનોમુકુર
મનરૂપી ચક્ષુ મનશ્ચક્ષુ
મનને ગમે તેવું મનોગ્રાહ્ય
મન વડે પામી કે જાણી શકાય એવુ મનોગમ્ય
ગુસ્સાવાળી નજર માંડલિયું
જેનું મૂળ બરાબર નીકળે તેવું અકરણી
સુખદુઃખથી પર અકાક
જરા પણ ક્ષતિ-ઈજા પામ્યા વિનાનું અખિયાતુ
ગણી ન શાય તેવું અગણ્ય
કુસ્તી કરવા માટે બનાવેલી જગ્યા અખાડો
મીઠુ પકવનારી સ્ત્રી અગરિયણ
આગળ ચાલનાર અગવો
પતન કે સ્ખલન વિનાનું અચ્યુત
એક જાતનું રેશમી કાપડ અતલસ
સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું અણવઢ
અટકવું-બંધ પડવું તે અવસાન
બળીને ખાખ થયેલું અંગારિયું
ઝીણા અંગારામાં શેકીને ખરુ કરેલું તે અંગારખું
યજ્ઞ કરનાર યાજક
ઠોકર ખાઈને પડી જવું તે આખડિયું
ગુજરાત કે તેનું સાધન આજીવિકા
મોટાઈ ન જીરવી શકનારૂ આછકલું
આ બાજુથી પેલી બાજુ આરપાર
બહાર ગામથી કે પરદેશથી આવેલું આયાત
હાથીના કુંભસ્થળનો નીચેનો ભાગ આરથી
નાનો અરીસો આરસી
કેવળ ઋષિઓએ જ કરેલો પ્રયોગ આર્યપ્રયોગ
બધું સલામત છેએમ સૂચવતો ચોકીદારોનો એક પોકાર આલબેલ
સાધુ કે દેવનો કે યજ્ઞની રક્ષાનો પ્રસાદ આશિકા
ઠરાવલી શરત પ્રમાણે કોઈ હક્કનો એકહથ્થુ ભોગવતો ઈજારો
નાની પેટી ઈસ્કોતરો
દરરોજ ઓછું ઓછું જમતા જવાનું તપ અણોદરી
કોમળ નહીં એવું ઊર્ણ અતનૂર્ણ
આકાશ વાદળાં વિનાનું થઈ તડકો નીકળે તે ઉઘાડ
ખેંચાઈ જવું તે ઉચ્છોષણ
ઊતરાય તેવું હોય તે ઉતરણ
ઐતિહાસિક સંશોધન અર્થે થતું ખોદકામ ઉત્ખનન
ખાલી ભપકો હોય તે ઉદાલ્ય
અંકુશ કે બંધન વિનાનુ ઉદ્દામ
નીરસ બૂમ પાડી ગાનાર ઉદ્દધૃષ્ટ
નાહવાનુ પાણી ઊનું મૂકવાનું વાસણ ઉનામણું
અનુમાન કરવા યોગ્ય ઉન્નેય
મુખ્ય કથામાં આવતી નાની કથા ઉપકથા
મદદ કરવી તે ઉપકરણ
ઊપણવાનું સાધન ઉપણિયું

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up