શબ્દસમૂહ માટે એક શબ્દ- 8

સ્વયં પ્રેરણાથી થતું જ્ઞાન ઉપજ્ઞા
જીભના મૂળ પાસેની નાની જીભ ઉપજિહવા
નિર્વાહ કે જીનનો આધાર આપતું ઉપજીવ્ય
તળેટીની કે નીચાણની જમીન ઉપત્યકા
આડમાં મૂકેલી વસ્તુ ઉપનિધિ
ઘર, ફળિયુ કે ગામની નજીકનો ભાગ ઉપરવાડ
પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાનુ ઉપરવાસ
બીજાના છિદ્ર શોધનારુ કે ટીકા કરતું નુક્તેચીની
રંગભૂમિનો પડદો નેપથ્ય
એક જાતનું સુતરાઉ કાપડ નેનકલાક
જડમૂળથી નાશ પામેલુ નેસ્તનાબૂદ
છાપરાની પાંખ કે મોતિયાનો ટેકો નેજવું
તીર કે કાંઠા વગરનું નિસ્તીર
પાર ઊતરવું કે ઓળંગવું તે નિસ્તરણ
ટપકે ટપકે પડવું તે નિસ્યંદન
મન કે મમતા વિનાનું નિર્મનું
શરદઋતુનું વાદળું શરન્મેઘ
બાણનો ભાથો શરધિ
બાણ તાકવું તે શરસંધાન
બહુ જૂનું અને નકામું દકિયાનૂસી
દક્ષિણ તરફનું દખણાદુ
આંખનો ખૂણો દગંચળ
દુનિયા દટાઈ જાય એવો ઈશ્વરી કોપ દટંતર
સમુદ્રમાંથી જન્મેલી દધિજા
જેના સ્મરણમાં સંવત શરૂ થાય તેવું શકવર્તી
આનંદની કિકિયારી કિલકાર
નાયિકાના શૃંગારનો એક હાવભાવ કિલકિચિત
જડાઈ કે બંધાઈ ગયેલું કીલિત
એક જાતનું ઊનનું કાપડ સકલાત
કાંચી ઈટ કે માટીનું ચણેલું કચિયલ
જોડાની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ સખતળી
હળના દાંડાને ધૂંસરુ બાંધવા મારેલો ખીલો સગન
વગવસીલાવાળે ઠેકાણે મૂકવું તે સગેવગે
નિષ્ફળ ન જાય તેવું સચોટ
બારણાના ચોકઠાના ઊભા ટેકા સાખ
કુટુંબ સાથે બધાંને દીધેલું સાગમટું
વેધક સ્પષ્ટતા સાગ્રતા
ચાળેલો બારીક ચૂનો સાગોળ
જેવું છે તેવું સાચમાચ
સજાવટ કે તેને માટેની સામગ્રી સાજવારી
ગાનાર કે નાચનારની સાથેનો તબલચી સાજિંદો
સુંદર સ્ત્રી રમણા
હાથ પરની રોકડ રકમ સિલક
એક પ્રાચીન ચૂલા વેરો સૂપેશાણ
એક છેડો ખેંચવાથી છૂટી જાય તેવી ગાંઠ સૈડકાગાંઠ
ચામડાના સાટકાની પાતળી પેટી સેપટી
લોહી તરી આવવાથી મોં પર પડતો લીસોટો સેરડો
બારસાખ ઉપરનું આડું લાકડું સોભાગવટું
ઘાસ ઉગાડવા રાખેલી જમીન જગલી
યુક્તિભેર કાઢી કે નીકળી જવું તે ગપચી
માથું કાપી નાખવું તે શિરચ્છેદ
શાબાશી બદલ આપવામાં આવતો પોશાક શિરપાવ
પાઘડી કે ફેંટા પરનું છોગું શિરપેચ
પાઘડી પર બાંધવાનું શોભીતું માથાબાંધણું  શિરબંધ
કિલ્લા અને શહેરના રક્ષણ માટે રાખેલુ લશ્કર શિરબંધી
માથાનો મુગટ શિરમોર
ઊંચામાં ઊંચુ બિંદુ કે સ્થાન શિરોબિંદુ
ટોચનો કે માથાનો ભાગ શિરોભાગ
માથે ચડાવવા કે સ્વીકારવા લાયક શિરોમાન્ય
અક્ષરના માથાની રેખા શિરોરેખા
માથે કે ઉપર આવેલું શિરોવતી
માથાનો પહેરવેશ શિરોવેષ્ટન
મકાન બાંધવામાં પ્રથમ પથ્થર મૂકવો તે શિલારોપણ
શસ્ત્રસજ્જ યોદ્ધો શિલેદાર
અધ્ધર લટકાવાય એવો ઝોળી જેવો ઘાટ શીકું
દિવસે આવતું સ્વપ્ન દિવાસ્વપ્ન
સ્વર્ગમાં જન્મેલું દિવિજ
મરેલા પાછળ દીવો કરવો તે દીપદાન
ઘાસ વેચવાનું પીઠું દંગડી
રોજેરોજ કામ કરનાર માણસ દહાડિયો
પારસીઓનો ગોર દસ્તૂર
પારકાની સીમમાં પ્રવેશ કરવો તે દસ્તરાજી
દરિયો કે નદીને કિનારે આવેલુ વહાણોની આવ-જા માટેનું સ્થાન બંદર
પરચૂરણ વેપાર કરનાર તુનિયાટ
તુંબડાનું બનાવેલું પાણી માટેનું પાત્ર તુંબીપાત્ર
ત્રાગુ કરનારું ત્રાગાળુ
દરિયાઈ વેપારી સાંયત્રિક
ચપળ ઘોડી તેજણ
તેડા કરનાર તેડાગર
તૂણવાનું કામ કરનાર તુણિયાર
તૂરો ગાનાર તૂરાવાળો
ડાંગર-ચોખા ઉપરનું ફોતરું તુષ 
તેજીના બજારમાં વેપાર ખેલનારો તેજડિયો
તેલ પૂરનાર તેલપૂરો
કોઈપણ મોટી-તોતિંગ ચીજ કે ઘટના તોસ્તાન
રક્ષણ કરનાર ત્રાતા
ત્રણ પખવાડિયા બાદ મરણ પાછળ કરવાનું શ્રાદ્ધ ત્રિપક્ષી
ત્રણ લીટીનું તિલક ત્રિપુંડ
એક જાતનું નાનું વહાણ ફતેમારી
દક્ષિણ દિશામાં કલ્પેલો પર્વત દક્ષિણાચલ
દક્ષિણ દિશા તરફનું દક્ષિણાભિમુખ
સૂર્યનું કર્ક રાશિમાં જવું તે દક્ષિણાયન
પૃથ્વીના ગોળાનો દક્ષિણ તરફનો ભાગ દક્ષિણાર્ધ
ઉત્તરથી દક્ષિણ સુધી જતું દક્ષિણોત્તર
સ્ત્રીઓ અને બાળકોને કાંડે પહેરવાનું એક ઘરેણું દરશનિયુ
તલના બદલામાં આપેલું તેલ દલેલિયુ
ખાંડણીનો દાંડો દસ્તો
એક જાતનું દારૂખાનું તારાખરી
આંખે આંખ મળવી તે તારામૈત્રક
દેવાના તારણ માટેનું અનામત ફંડ તારણફંડ

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up