શબ્દસમૂહ માટે એક શબ્દ- 9

આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો વેઢ
બે પ્રેમીઓ વચ્ચે થતી વાતચીત ગુજગોષ્ઠિ
શહેર-કસબામાં ભરાતું બજાર ગુર્જરી
આગળ જણાવેલુ સદરહુ
લાકડાની ગાંઢ વેઢો
પાણીની ગાડી વેણું
એક દિવસની મુસાફરી જેટલું અંતર મજલ
વાંસનું વન વેણુવન
થાળુ બાંધ્યા વિનાનો કૂવો માટરિયો
નદીનો ઊંડો ભાગ કે વહેળો વેણો
નમી જવા છતા સ્થિતિ સ્થાપક રહેવાની વૃત્તિ વેતસવૃત્તિ
હોલાઈ જવું તે હોલવણ
હીન કે ઊતરતા સાથે સરખાવવું તે હીનોપમા
એક જાતનું રેશમી કાપડ હીમરું
કેડનો હીરા જડિત પટો કે કંદોરો હીરપટો
હીર ગુમાવી બેઠેલુ હીરહારી
વેગમાં વાતો પવન વેગાનિલ
વગર દામનું વૈતરું વેઠ
શાહી તથા રંગ દવા વગેરેમાં વપરાતો એક પદાર્થ હીરાકશી
નીચાણવાળી જગ્યા હેઠાણ
માથે લીધેલુ કે લેવાનું બેડુ હેલ
ઘોડે સવાર લશ્કર હયદળ
છાનુંમાનું જોવું તે હેરડો
વહાણને પાણીમાં સરખુ રાખવાને રખાતું વજન નીરમ
નાશ કરનાર નીઠિયો
દાળ વાટવાનો પથરો નિસાતરો
રાતે ખીલતું કુસુમ નિશાકુસુમ
નિવેદન કરનાર નિવેદક
નિવૃત્તિ જીવન સાફલ્યનું શ્રેષ્ઠ સાધન છે તેવો વાદ નિવૃત્તિવાદ
સંસારની ઉપાધિમાંથી દૂર થઈ એકાંતવાસ સેવવો તે નિવૃત્તિ
એકતાર થયેલુ નિવિષ્ટ
શ્રાદ્ધ વખતે પિતૃઓને અપાતો બલિ કે અંજલિ નિવાય
વાયુ કે પવન વિનાનુ નિર્વાત
નિરીક્ષણ કરનાર માણસ નિરીક્ષક
નિરૂપવા યોગ્ય હોય તેવુ  નિરૂપ્ય
નિરૂપણ કરનાર નિરૂપક
રેણવા માટે તાંબાની રજની મેળવણી  તાંબારાય
ડાંગરની એકજાત  તાંબાસાળ
તાંબાનો લોટો, વાડકો કે સિક્કો  તાંબિયો
નાગરવેલનું પાન તાંબૂલ
ત્રણની સંજ્ઞાનું ગંજીફાનું પત્તું  તીરી
તીર્થોની યાત્રા કરનારુ તીર્થસેવી
તીર્થસ્થાનમાં રહેનારુ તીર્થવાસી
તીર્થસ્થાનનું જળ તીર્થોદક
પોતાની ભારોભાર વસ્તુનું દાન તુલાદાન
બે પક્ષ વચ્ચેનો લાંબો પત્રવ્યવહાર તુમાર
ઘોંઘાટ અને ધમાચકડીવાળુ તુમુલ
ફૂંકીને વગાડવાનું એક વાદ્ય તુરાઈ
સાળવીનો કાંઠલો કે કૂચડો તૂરી
હોમ વગેરે માટે તૈયાર કરેલો કૂંડ વેદિ
ધાતુના તાર ખેંચનારો તારકસ
ઈમારતી લાકડાનો વેપારી કાટપીટિયો
જૂનું નવું પરચૂરણ ઈમારતી લાકડું કાટમાળ
ડંકો વગાડી હુકમ આપવાની લશ્કરી સાંકેતિક ભાષા ડંકાપલ્લવી
ભૂંડના બચ્ચાનું ટોળું ડાર
ગરમ-ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંદી દેવી તે ડામ 
ઘરનો જૂનો પરચૂરણ સામાન ડાકડમાળ
બે બળદની નાની ગાડી ડમણિયું
ભાંગ્યાતૂટ્યા સરસામાનનો જથ્થો લબાચો
ગ્રામજીવન વર્ણવતું કાવ્ય ગોપકાવ્ય
વેદના મંત્રો વેદશ્રુતિ
રેશમી કિનારવાળું હીરકોરી
સાઈઠ વર્ષ પૂરા થતાં ઉજવાતો ઉત્સવ હીરક મહોત્સ
હીરાની પરીક્ષા કે પરખ કરનાર હીરાપારખું
એક જાતનો ગુંદર હીરાબોળ
હેતની લાગણી હેતારથ
ગુનેગારનો પગ જકડી રાખવાને કરેલુ મોટું ભારે લાકડુ હેડ
સોનાના હાથાવાળું હેમદંડ
કાંકરાવાળી જાડી રેતી વેકરો
ઘોડાનો હણહણાટ હેષારવ
મોટાભાઈ પહેલા નાનનો વિવાહ અનુવેશ
અનુશાસન કરનાર અનુશાસક
ઊર્મિલ નહિ એવું અનૂર્મિલ
અગ્નિખૂણાનો પવન સૂરિયો
મેળવવાની ઈચ્છા લિપ્સા
નાજુક સુકુમાર સ્ત્રી તન્વંગી
ચક્રના આરાનો ક્રમ ચકનેમિક્રમ
ચક્રાકારે ગોઠવેલી સૈન્ય રચના ચક્રવ્યૂહ
અન્યોન્યાશ્રય જેવો એક હેત્વાભાસ ચક્રક
આંખથી દેખાય એવું ચક્ષુગોચર
ચામડી પર પડેલું ચાંદુ કે ચાઠું ચકામુ
પીંઠ પાછળ ખરાબ બોલવું તે ચકારી
ઝાડની ટોચ છગોલ
છેતરે એવો બનાવટી બીજો વેશ છદ્મવેશ
છજા ઉપરનું નાનું છાપરું છજાવટી
જેમાંથી છટકી જવાય એવી બારી છટકબારી
છોકરા છૈયા વિનાનું છડિયાત
નેકી પોકારનાર છડીધર
પીંજણીની તાંતને થડકાવવાનું ઓજાર કોટીલો
ટાંકણીઓ ખોસી રાખવાનું ગાદીવાળુ સાધન પિનકુશન
શિવનું ધનુષ પિનાક
કપાળમાં કરેલી કંકુની અર્ચા પીયળ
ધારેલું નિશાન પાડનાર લક્ષવેધી
લખવાનું મહેનતાણુ લખામણી
સોના કે ચાંદીની પાટ લગડી
ગધેડાનું છાલકું કે ચોકઠુ લગડું
અર્થ સમજવા અનુક્ત પદ ઉમેરવું તે અધ્યાહાર
મુસાફરીનો થાક અધ્યખેદ
દ્વેશનો અભાવ હોય તે અનસૂયા
માનાર્થે ઊભા થવું તે અભ્યુત્થાન

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up