2) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. 'રજની મહીં સખી ઘણીક વેળા, નયન મળે નહીં, ઊંઘ જાય ચાલી. કરી તુજ શિરકેશ સર્વ ભેળા, વદન સુધાકરને રહું નિહાળી'
2. 'નરમદા કહે વીનવી તમો મદદ દીનને દેઈને રમો.’
3. “ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય, વળી દિસે દ્રૌપદીમાનનો ક્ષય'.
4. ‘નિર્જળ ગામ નવાણ ગળાવો'
3) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1.મોતીના ચોક પૂરવા :- મોટા મોટા મનોરથ ઘડવા
2. મોતીએ વધાવવું :- પ્રિયજનના આગમનથી અત્યાનંદ થવો
3. મોતીનાં પાણી ઉતારવાં :- ભાર ભાંગી નાખવો
4. મોતીના મેહ વરસવા :- ખૂબ સંપત્તિ પ્રાપ્ત થવી.
5) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરૂદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સંધિ X વિગ્રહ
2. છીછરું X ગહન
3. વિકાર X સકાર
4. શલાધ્ય X નિંદાસ્પદ
6) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. કાનટોપી - મધ્યમપદલોપી સમાસ
2. રાજર્ષિ - કર્મધારય સમાસ
3. ઘણીજોગ - તત્પુરૂષ સમાસ
4. જગજાહેર - બહુવ્રીહિ
7) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
“સૂતો રવિ જલધિ માંહિ લપાઈ રાતો,
ને શૈલની મુખછવિ પલટાઈ આ તો.”
8) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
'શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છૂપાતી,
શોધી કાઢે દયિત નયનો જોઈને દૃષ્ટ થાતી.”
9) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.
10) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકારનાં જૂથો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. દ્વંદ્વ સમાસ = એકવીસ, કોણકોણ, કાગળપત્ર, ઊઠબેસ
2. ઉપપદ સમાસ = લેભાગુ, કળાકાપ, બીબાંઢાળ, ઊઠબેસ
3. બહુવ્રીહિ સમાસ = સૂપડકન્તો, મહાબાહુ, ગજગતિ, અનર્થક
4. કર્મધારય = ઉષ્ણોદક, સ્વાગત, ધર્મબુદ્ધિ, વનાન્તર
13) નીચે આપેલી કહેવતો અને તેના અર્થ ધ્યાને લઈ તેના વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બાવો ઊઠ્યો બગલમાં હાથ = સંન્યાસીએ સવારમાં પ્રાણાયામ કરવા
2. ઘાલે દાઢમાં તો આવે હાડમાં = દાંત કચકચાવીને મહેનત કરો તો શરીર સુધરે
3. ઘાસ કાપવા જવું ને ગોળપાપડીનું ભાતું = મામૂલી કામનો મોટો પગાર
4. તળાવે તરસ્યો ને વેળાએ ભૂખ્યો = દરેક પરિસ્થિતિમાં લાભ લેવાની વૃત્તિ
14) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.
1. કસિદો, કૌસલ્યા, ગ્રંથાવલી, ટેટેં, વીચી
2. કસીદો, કૌશલ્યા, ગ્રંથાવલી, ટેટે, વિચી
3. કશિદો, કૌશલ્યા, ગ્રંથાવળિ, ટેટે, વીચી
4. કશીદો, કૌસલ્યા, ગ્રંથાવલિ, ટૅટે, વિચિ
15) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. વસુ વિના નર પશુ
2. નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ
૩. જર ગયો ને જેબ ગયો
4. જર, જમીન અને જોરુ, ત્રણેય કજિયાના છોરું
17) The company could not accept the union leader's proposals. (Change the voice)