ગુજરાતી વ્યારકણ ટેસ્ટ - 03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. 'રજની મહીં સખી ઘણીક વેળા, નયન મળે નહીં, ઊંઘ જાય ચાલી. કરી તુજ શિરકેશ સર્વ ભેળા, વદન સુધાકરને રહું નિહાળી'
2. 'નરમદા કહે વીનવી તમો મદદ દીનને દેઈને રમો.’
3. “ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય, વળી દિસે દ્રૌપદીમાનનો ક્ષય'.
4. ‘નિર્જળ ગામ નવાણ ગળાવો'

2) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1.મોતીના ચોક પૂરવા :- મોટા મોટા મનોરથ ઘડવા
2. મોતીએ વધાવવું :- પ્રિયજનના આગમનથી અત્યાનંદ થવો
3. મોતીનાં પાણી ઉતારવાં :- ભાર ભાંગી નાખવો
4. મોતીના મેહ વરસવા :- ખૂબ સંપત્તિ પ્રાપ્ત થવી.

3) ભાષાશુદ્ધિ અને લેખન રૂઢિની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. શિલા પર બેસીને અમે નાસ્તો કર્યો.
2. એક શીલા નામની છોકરી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

4) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરૂદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. સંધિ X વિગ્રહ
2. છીછરું X ગહન
3. વિકાર X સકાર
4. શલાધ્ય X નિંદાસ્પદ

5) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. કાનટોપી - મધ્યમપદલોપી સમાસ
2. રાજર્ષિ - કર્મધારય સમાસ
3. ઘણીજોગ - તત્પુરૂષ સમાસ
4. જગજાહેર - બહુવ્રીહિ

6) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“સૂતો રવિ જલધિ માંહિ લપાઈ રાતો,
ને શૈલની મુખછવિ પલટાઈ આ તો.”

7) “ન હોય એ અભ્ર, એ તો ગરવો ગીરનાર છે.” – આ પંક્તિનો અલંકાર ઓળખો.

8) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

'શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છૂપાતી,
શોધી કાઢે દયિત નયનો જોઈને દૃષ્ટ થાતી.”

9) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “પ્રણાશ”

10) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”છપ્પન ભૂંગળો વાગવી”

11) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

12) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકારનાં જૂથો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. દ્વંદ્વ સમાસ = એકવીસ, કોણકોણ, કાગળપત્ર, ઊઠબેસ
2. ઉપપદ સમાસ = લેભાગુ, કળાકાપ, બીબાંઢાળ, ઊઠબેસ
3. બહુવ્રીહિ સમાસ = સૂપડકન્તો, મહાબાહુ, ગજગતિ, અનર્થક
4. કર્મધારય = ઉષ્ણોદક, સ્વાગત, ધર્મબુદ્ધિ, વનાન્તર

13) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. રચનાત્મક X પ્રયોગાત્મક
2. અલ્પોક્તિ x અત્યુક્તિ
3. આગેકૂચ x દાંડીકૂચ
4. ઉત્થાન x પુનરુત્થાન

14) નીચે આપેલી સંધિ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વ્ + છંદ = સ્વચ્છંદ
2. સન્ + તતિ = સંતતિ
3. સમ્ + વૃદ્ધિ = સમૃદ્ધિ
4. નિઃ + તરંગ = નિર્તરંગ

15) છંદ ઓળખો : “ભલે મૃદુ રહીસહી જખમ છેક ચૂરો થતું.”

16) જોડણીની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મારી દીકરી સરસ ગીત ગાય છે.
2. ખેડૂત બળદને નીરણ નાખે છે.
3. મહેશ મિનાને ચીત્ર બતાવે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

17) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“છાયા તો વડના જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામ જેવુ, હૈડું જાણે હિમાલય”

18) 'મહાન દેવ' - સમાસ કરો.

19) નીચે આપેલી સંધિ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અનુ + એષણ = અન્વેષણ
2. તેજસ્+ પુંજ = તેજપુંજ
3. જગત્ + લય = જગલ્લય
4. પુરસ્ + કાર = પુરસ્કાર

20) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up