રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે IMP MCQ's

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 20

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. સંધિ: ભિષજ્ + રાજ = ભિષગ્રાજ
2. કર્મધારય સમાસ - ખડમોસાળ
3. સજીવારોપણ અલંકાર - મનુષ્યમાં ધનનો તૃષ્ણા વાયુ હેકી રહ્યો છે.
4. રૂઢિપ્રયોગના અર્થનો અર્થ: મોટે પાટલે બેસવું = ઊંચા પદે બેસવું

2) ગુજરાતી ભાષામાં વર્ણાનુપ્રાસ અલંકારનો પર્યાય કયો છે ?

3) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. શેષશાયી - તત્પુરુષ સમાસ
2. વચનામૃત - કર્મધારય સમાસ
3. કૃતકૃત્ય - બહુવ્રીહિ સમાસ
4. હરિહર - ઉપપદ સમાસ

4) “ખડી જવું' રૂઢિપ્રયોગનો અર્થ ઓળખો.

5) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. મિરાત, દ્રવ્ય, ઐશ્વર્ય, અર્થ
2. આત્મજ, તનય, નંદન, સુત
3. ખગ, દ્વીપ, વિહંગ, ખેચર
4. ભદ્ર, મંગલ, ક્ષેમ, શિવ

6) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : “સર્વ જાણનાર”

7) આપેલ શબ્દનો સમાનાર્થી ઓળ : “નવેલી“

8) આપેલ શબ્દનો સમાનાર્થી ઓળ : “કોદંડ“

9) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ચોરનજર - બહુવ્રીહિ સમાસ
2. નવચેતન - દ્વિગુ સમાસ
3. આગખેલ - મધ્યમપદલોપી સમાસ
4. નદીનાળું - તત્પુરુષ સમાસ

10) અલંકાર ઓળખો :

અલંકારથી શું સુદૃઢ બની શકે છે ?

11) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. 'રજની મહીં સખી ઘણીક વેળા, નયન મળે નહીં, ઊંઘ જાય ચાલી. કરી તુજ શિરકેશ સર્વ ભેળા, વદન સુધાકરને રહું નિહાળી'
2. 'નરમદા કહે વીનવી તમો મદદ દીનને દેઈને રમો.’
3. “ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય, વળી દિસે દ્રૌપદીમાનનો ક્ષય'.
4. ‘નિર્જળ ગામ નવાણ ગળાવો'

12) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1.મોતીના ચોક પૂરવા :- મોટા મોટા મનોરથ ઘડવા
2. મોતીએ વધાવવું :- પ્રિયજનના આગમનથી અત્યાનંદ થવો
3. મોતીનાં પાણી ઉતારવાં :- ભાર ભાંગી નાખવો
4. મોતીના મેહ વરસવા :- ખૂબ સંપત્તિ પ્રાપ્ત થવી.

13) “ન હોય એ અભ્ર, એ તો ગરવો ગીરનાર છે.” – આ પંક્તિનો અલંકાર ઓળખો.

14) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

'શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છૂપાતી,
શોધી કાઢે દયિત નયનો જોઈને દૃષ્ટ થાતી.”

15) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “પ્રણાશ”

16) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

17) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. રચનાત્મક X પ્રયોગાત્મક
2. અલ્પોક્તિ x અત્યુક્તિ
3. આગેકૂચ x દાંડીકૂચ
4. ઉત્થાન x પુનરુત્થાન

18) છંદ ઓળખો : “ભલે મૃદુ રહીસહી જખમ છેક ચૂરો થતું.”

19) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“છાયા તો વડના જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામ જેવુ, હૈડું જાણે હિમાલય”

20) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”તુંબડીમાં કાંકરા”

21) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. છેડા છોડી નાખવા = સંબંધ તોડી નાખવો
2. છેડા છોડી નાખવા = હિંમત હારી જવી
3. છેડે ગાંઠ વાળવી = યાદ રાખવું
4. છેડે ગાંઠ વાળવી = નિશ્ચય કરવો

22) નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ વાપરી વાક્યનો અર્થ ન બદલાયો હોય એવા વાક્યનો વિકલ્પ પસંદ કરો.

ગૃહયંત્રના સર્વ ચક્ર શિથિલ પડ્યાં

23) અલંકાર ઓળખો :

વ્યતિરેક કયો અલંકાર છે?

24) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “રાગ હોવો”

25) જે સમાસમાં સમૂહનો ભાવ હોય અને પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય તેને કયો સમાસ કહે છે?

26) છંદ ઓળખો : “નદી વહે છે ગિરિથી રમતી”

27) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

28) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : “વગર મહેનતે”

29) ‘મધરાત’ સમાસનો વિગ્રહ કરો.

30) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો: “લાળા ચાવવા”

31) ભાષાની દૃષ્ટિએ અલંકાર શું છે?

32) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. રૂઢિપ્રયોગનો અર્થઃ ઊલટી માળા ફેરવવી = શાપ દેવો
2. વિરુદ્ધાર્થી શબ્દ: નઘરોળ X જડ
3. સમાનાર્થી શબ્દ : કૃત્સ્ન = પાપી
4. છંદ : મંદાક્રાંતા - “લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.”

33) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પરસ્વ x સર્વસ્વ
2. વરિષ્ઠ x કનિષ્ઠ
3. વરદા X શારદા
4. વ્યસ્ત નિરસ્ત

34) અલંકાર ઓળખો :

પ્રાસસાંકળીનો પર્યાય કયો છે ?

35) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

36) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘જમીન ઉપર થઈને જતો માર્ગ’

37) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

38) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વિરાવ, ધ્વનિ, અવાજ, ઘોષ
2. એકાંત, વિવિક્ત, એકાકી, એકલું
3. વિતથ, વિદથ, આવડત, જ્ઞાન
4. વિભા, કિરણ, રશ્મિ, મરીચી

39) નીચે આપેલી કહેવતો અને તેના અર્થ ધ્યાને લઈ તેના વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. બાવો ઊઠ્યો બગલમાં હાથ = સંન્યાસીએ સવારમાં પ્રાણાયામ કરવા
2. ઘાલે દાઢમાં તો આવે હાડમાં = દાંત કચકચાવીને મહેનત કરો તો શરીર સુધરે
3. ઘાસ કાપવા જવું ને ગોળપાપડીનું ભાતું = મામૂલી કામનો મોટો પગાર
4. તળાવે તરસ્યો ને વેળાએ ભૂખ્યો = દરેક પરિસ્થિતિમાં લાભ લેવાની વૃત્તિ

40) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘કરી શકાય નહીં તેવું’

41) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

1. કસિદો, કૌસલ્યા, ગ્રંથાવલી, ટેટેં, વીચી
2. કસીદો, કૌશલ્યા, ગ્રંથાવલી, ટેટે, વિચી
3. કશિદો, કૌશલ્યા, ગ્રંથાવળિ, ટેટે, વીચી
4. કશીદો, કૌસલ્યા, ગ્રંથાવલિ, ટૅટે, વિચિ

42) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. જગત્ + જનની = જગજ્જનની
2. જગત્ + માતા = જગન્માતા
3. તનુ + અંગી = તન્વંગી
4. જગત્ + નાથ – જગન્નાથ

43) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1.પાપડતોડ - ઉપપદ
2. લાગણીપ્રધાન - પહુવ્રીહિ
3. ઘોઘાબાપા કર્મધારય
4. અનુભવજ્ઞાન – તત્પુરૂષ

44) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

45) કહેવતનો અર્થ જણાવો : “આશીર્વાદનો ઉધારો શો?”

46) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. મઘવા, શગ, શચીશ, ઈશ
2. ઇંદીવર, કૈરવ, ઉત્પલ, પુંડરીક
3. દરિયો, વારિધિ, શાયર, મહેરામણ
4. સાપ, ચક્ષુઃશ્રવા, ઉરગ, પન્નગ

47) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

48) “એકદેશી” કયા સમાસનો પેટાપ્રકાર છે ?

49) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અખાડા કરવા = વાત ધ્યાનમાં ન લેવી
2. આંખ આડા કાન કરવા = વાત ધ્યાનમાં ન લેવી
3. કાન તળે કાઢવું = વાત ધ્યાનમાં ન લેવી
4. કાને ન ધરવું = વાત ધ્યાનમાં ન લેવી

50) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. ઉદ્ધ + હત = ઉદ્ધત
2. અભિ + સેક = અભિષેક
3. ગુરુ+ ઉત્તર = ગુરૂત્તર
4. માતૃ + ઉપદેશ = માત્રોપદેશ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up