બંધારણનાં અતિ મહત્વનાં પ્રશ્નોની ટેસ્ટ (GPSC)- 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 અન્વયે નીચેના પૈકી કઈ 'બાળક' ની વ્યાખ્યા સાચી છે ?
2) સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે?
3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી?
4) બંધારણના માર્ગદર્શક મૂલ્યો અન તેમના અર્થ સાથે યોગ્ય રીતે જોડો.

સાર્વભૌમ : i. સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં.
પ્રજાસત્તાક ii. લોકોને નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે.
બંધુત્વ : iii. રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે.
બિનસાંપ્રદાયિક : iv. લોકોએ ભાઈ-બહેનની જેમ જીવવું જોઈએ.

5) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ રૂલ્સ, 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ....……. દિવસમાં ………….. સમક્ષ અપીલ કરી શકે?
6) આદિજાતિના બેરોજગાર વ્યક્તિને “સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ” યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે ?
7) ભારતનું ચૂંટણીપંચ કોના માટે ચૂંટણી યોજે છે?
8) ભારતના બંધારણે સ્ત્રીઓને કેટલાક અધિકારો બઢ્યા છે, તે સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. અનુચ્છેદ-14 માં લિંગભેદ વિનાની સમાનતા.
2. અનુચ્છેદ-51-ક(ચ) માં સ્ત્રીના ગૌરવનું રક્ષણ.
3. અનુચ્છેદ-39(ક) માં સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક.
4. અનુચ્છેદ-15(3) માં રાજ્યને સ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ જોગવાઈ કરવામાં બાધ આવશે નહીં.

9) વચગાળાનું અંદાજપત્ર (ઈન્ટરીમ બજેટ) ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે...
10) અલગ અલગ દેશોની જોગવાઈઓ, ભારતના બંધારણમાં સામેલ કરવામાં આવેલ છે. આ બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
11) ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે?
12) સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલા ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું?
13) નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે?
14) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે ?

“કોઈ ન્યાયાલય આ ભાગની જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં. છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ રહેશે.” - ભાગ-4

15) બાળકોને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, 2012 હેઠળ જે કોઈ વ્યક્તિ કોઈ બાળક પર ગંભીર વેધક જાતીય હુમલો (Aggravated Penetrative Sexual Assault) કરે તેને નીચેના પૈકી કેટલી સજા થશે ?
16) કેન્દ્રિય માહિતી પંચ કોની પૂર્વમંજૂરીથી ભારતમાં બીજા સ્થળોએ કચેરીઓ સ્થાપી શકશે?
17) આર્ટીકલ 51A હેઠળ મૂળભૂત ફરજોમાં સમાવિષ્ટ નથીઃ
18) ગુજરાત રાજ્યમાંથી રાજ્ય સભાના કેટલા સભ્યશ્રીઓ ચૂંટવામાં આવે છે?
19) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ જાહેર સેવક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 કે આ કાયદા હેઠળ બનાવેલ નિયમો મુજબ પોતાની ફરજો બજાવવામાં ઈરાદાપૂર્વક બેકાળજી દાખવે તો તેને નીચેના પૈકી કઈ સજા થશે?
20) જો ………………… હોય, તો ભારતીય ન્યાયતંત્રને કાયદો ગેરબંધારણીય છે તેવું ઘોષિત કરવાની સત્તા છે.
21) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અનુસૂચિત જનજાતિના કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે તેવી વિકાસની યોજનાઓના ખર્ચને પહોંચી વળવા માટે તેમને સક્ષમ કરવા માટે ભારત સરકાર દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 275(1) હેઠળ અનુદાન આપવામાં આવે છે.
2. અનુસૂચિત જનજાતિના યુવાનોને ઉદ્યોગ સાહસિક્તા / સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ 2021-22 થી 'વેન્ચર કેપીટલ ફંડ ફોર શેડયુલ્ડ ટ્રાઇબલ્સ'ની યોજના શરૂ કરવામાં આવી છે.

22) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદારગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્ય સભા ભાગ લે છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

23) ભારતમાં દરેક પાંચમું વર્ષ પુરું થયે અથવા તે પહેલાં નાણાં આયોગની રચના કરવામાં આવે છે -
24) નીચેના વાક્યો ચકાસો:

1. 1 જાન્યુઆરી, 2014 ના રોજ નીતિ આયોગની રચના કરવામાં આવેલ હતી.
2. નીતિ આયોગ દ્વારા જીલ્લા હોસ્પીટલ ઈન્ડેક્સની રચના કરવામાં આવેલ છે. આ ઈન્ડેક્સમાં કુલ 20 માપદંડોનો સમાવેશ થાય છે.

25) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 હેઠળ કેન્દ્ર સરકાર જાહેરનામાં દ્વારા ‘નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ'ની રચના કરશે જેમાં પ્રાથમિક શિક્ષણ અને બાળવિકાસના ક્ષેત્રમાં જ્ઞાન કે વ્યવહારુ અનુભવ હોય તેવા કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તેટલા પરંતુ .................. થી વધુ નહિ તેટલા વ્યક્તિઓનો સભ્યો તરીકે સમાવેશ થશે.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up