બંધારણનાં અતિ મહત્વનાં પ્રશ્નોની ટેસ્ટ (GPSC)- 04

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હોદ્દાની રૂએ રાજ્યસભા (કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ)ના અધ્યક્ષ કોણ છે?
2) જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી હોય, તો ગૃહની ફરજ કોણ બજાવશે?
3) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની જોગવાઈઓ અનુસાર જ આરોપીને પીડિત કે તેના કુટુંબ વિષે અંગત જાણકારી હોય તો આ સંજોગોમાં જો વિપરિત પુરવાર ન થાય ત્યાં સુધી અદાલત …………. આરોપી પીડિતની જાતિ કે જનજાતિની ઓળખ વિષે જાણકારી ધરાવતો હતો.
4) નીચેના પૈકી કયો વિષય સહવર્તી યાદીમાં સમાવિષ્ટ થયેલ નથી ?
5) મહત્તમ કેટલા સમયગાળા માટે એક સમયે, એક રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે?
6) એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ?
7) બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ?
8) અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?
9) ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી.......... છે.
10) પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે?
11) લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે ?
12) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો નિર્દેશ કરવામાં આવ્યો છે?
13) જો ભારતના બંધારણના અનુચ્છેદ 352 હેઠળ કટોકટીની ઘોષણા સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવામાં ન આવે, તો તે કેટલા દિવસ પર અમલ કરવાનું બંધ કરી દેશે?
14) દરેક માહિતી કમિશનર પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી …………………. વર્ષની મુરદ માટે અથવા પોતે ........... વર્ષની ઉંમર પૂરી કરે એ બેમાંથી જે વહેલું હોય તેટલી મુદ્દત સુધી હોદ્દો ધરાવી શકે છે.
15) વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે ?
16) ભારતના બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયા અનુચ્છેદ મુજબ સંસદને રાજ્ય યાદીના વિષયમાં કાયદો બનાવવાની શક્તિ છે ?
17) ભારતના રાષ્ટ્રપતિ કેટલી વખત ફરીથી ચૂંટાઈ શકે છે?
18) જાન્યુઆરી, 1992માં વૈધાનિક સંસ્થા તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા હેતુઓથી કરવામાં આવી?
19) ભારતના બંધારણના પ્રારંભથી પ્રત્યેક વ્યક્તિ ભારતનો નાગરિક હશે, જેનો વસવાટ ભારતના પ્રદેશમાં હશે અને .......
20) ભારતના બંધારણ સંબંધિત કયું / કયાં સાચું / સાચા છે ?

I. બંધારણનો માળખાકીય ભાગ ભારત સરકારના અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે.
II. બંધારણનો દાર્શનિક ભાગ વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા છે જેવાં કે અમેરિકન બંધારણ, આઇરિસ બંધારણ વગેરે.
III. બંધારણનો રાજકીય ભાગ મોટા ભાગે બ્રિટિશ અનુભવોમાંથી લેવામાં આવ્યો છે.

21) નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાંથી પછીના ક્રમાનુસાર ગોઠવો.

1. બળવંતરાય મહેતા સમિતિ
2. અશોક મહેતા સમિતિ
3. એલ. એમ. સિંઘવી સમિતિ
4. જી. વી. કે. રાવ સમિતિ

22) ભારતના ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેનો ઠરાવ કોણ પ્રસ્તાવિત કરી શકે છે?
23) ભારતના બંધારણ હેઠળ નવા રાજ્યોના પ્રવેશ અથવા સ્થાપના અંગે કયું/ કયા સાચું / સાચા છે?

I. ભારતની સંસદ કાયદા દ્વારા તેને યોગ્ય લાગે તેવા નિયમો અને શરતો પર સંઘમાં પ્રવેશ આપી શકે છે અથવા નવા રાજ્યોની સ્થાપના કરી શકે છે.
II. સંસદ કાયદા દ્વારા કોઈપણ રાજ્યમાંથી પ્રદેશને અલગ કરીને અથવા બે અથવા વધુ રાજ્યો અથવા રાજ્યોના ભાગોને એક કરીને નવા રાજ્યની રચના કરી શકે છે.

24) નીચે આપેલા વિધાનો ચકાસો.

1. ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ્ય તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે.
2. SAARC સંગઠનના ઉદ્દેશ્યો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજીક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો છે.

25) કયા રાષ્ટ્રપતિ આદેશ અંતર્ગત બંધારણમાં કલમ 35A ઉમેરવામાં આવી હતી?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up