બંધારણનાં અતિ મહત્વનાં પ્રશ્નોની ટેસ્ટ (GPSC)- 07

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બંધારણ સંબંધિત કયું / કયાં સાચું / સાચા છે ?

(I) બંધારણ એ માત્ર કાયદો નથી, પરંતુ એવું તંત્ર છે જેના દ્વારા કાયદાઓ બનાવવામાં આવે છે.
(II) બંધારણ એ જીવંત અને સજીવ બાબત છે.

2) ભારતના સંવિધાનમાં “રાજ્યપાલ” અંગેની જોગવાઈઓ કયા ભાગ/પ્રકરણમાં કરવામાં આવેલી છે?
3) બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012ની જોગવાઈઓ અનુસાર કોઈ બાળકનું નિવેદન લેતી વખતે પોલીસ ઓફિસરે ધ્યાનમાં લેવા યોગ્ય બાબતોમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ?
4) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

I. બંધારણનું કાર્ય મૂળભૂત નિયમોને પ્રદાન કરવાનું છે અને સમાજમાં નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે તે સ્પષ્ટ કરવાનું છે.
II. બંધારણનું કાર્ય એ છે કે સરકાર તેના નાગરિકો પર શું લાદી શકે તેની કેટલીક મર્યાદાઓ નિર્ધારિત કરવી અને સરકાર ક્યારેય તેમનું ઉલ્લંઘન ન કરી શકે.

5) સંસદે ભારતના ગણરાજ્યના કેટલામાં વર્ષમાં માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 કર્યો છે?
6) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે.
2. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલ હોય તે સ્થાને બેસી શકે છે.
3. સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

7) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અંતર્ગત બોર્ડ પરીક્ષાઓના “વર્ષ બગડવાના સંકટ'ને દૂર કરવા માટે બધા વિદ્યાર્થીઓ કોઈ પણ શાળાકીય વર્ષ દરમિયાન ……….. બોર્ડની પરીક્ષા આપી શકશે.
8) જો કોઈ શિક્ષક 31 માર્ચ 2015 ના રોજ, ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 23(1) અનુસારની ન્યુનત્તમ લાયકાત ધરાવતો ન હોય તો ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 અનુસાર તેણે આવી ન્યુનત્તમ લાયકાત ............. માં મેળવી લેવાની રહેશે.
9) ભારતના નાગરિક તેમની ભારતીય નાગરિક્તા નીચેના પૈકી કઈ રીતે ગુમાવે છે ?
10) 11મી અનુસૂચિમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?
11) માન. સુપ્રીમ કોર્ટ અને/અથવા નામ. હાઈકોર્ટ દ્વારા પ્રાર્થના કરી શકાય/જારી કરી શકાય એવા કેટલા પ્રકારની રિટ છે ?
12) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ જો કોઈ માન્ય ખાનગી પ્રાથમિક શાળાના વહીવટકર્તા અને તે શાળાના શિક્ષક વચ્ચે નોકરીની શરતો સબંધિત કોઈ તકરાર હોય તો વહીવટકર્તા કે આવો શિક્ષક (બંને પૈકી કોઈ પણ) આ તકરાર સબંધી નિર્ણય માટે સમક્ષ અરજી કરી શકશે.
13) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન રૂલ્સ, 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક પાસે પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે જન્મ, મૃત્યુ અને લગ્ન પ્રમાણપત્ર અધિનિયમ, 1886 હેઠળનું તેનું જન્મનું પ્રમાણપત્ર ન હોય તો શાળા પ્રવેશના હેતુથી નીચેના પૈકી કયો દસ્તાવેજ બાળકની ઉમરના પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી શકાય નહી?
14) નીચેના વાક્યો ચકાસો:

1. એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે.
2. સંસદના ગૃહોની મુદત ભારતમાં બંધારણની કલમ 3(1) અને 3(2) માં દર્શાવવામાં આવેલી છે.

15) રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા સૂચવવામાં આવેલ છ લઘુમતી ધાર્મિક સમુદાયો કયા છે ?
16) બંધારણનો કયો અનુચ્છેદ ચૂંટણીપંચને અન્ય બાબતોની સાથે સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આદેશ આપે છે?
17) ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે

1. કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈપણ વ્યક્તિ હોય
2. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

18) ભારતના સંવિધાનના અનુચ્છેદ-32માં કેટલા પ્રકારની રીટ દર્શાવેલ છે?
19) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણયની જોગવાઈ છે ?
20) ભારતના મુખ્ય ચૂંટણી અધિકારીનો હોદ્દો .........
21) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિ સુધારવા નાણા પંચની રચના ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ?
22) અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત વિસ્તાર અંગેના કમિશન રીપોર્ટ મુજબ સને 1960-61 માં ગુજરાતમાં અનુસૂચિત વિસ્તાર ચોરસ ......... માઈલમાં ફેલાયેલો હતો.
23) જાહેર વ્યવસ્થા (Public Order) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. બંધારણની કલમ 25, તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રહીને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે.
2. ભારતના બંધારણની સાતમી અનુસૂચિ અનુસાર, જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે છે.
3. જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

24) નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે?

1. સેવાકાળની બાંયધરી (Security of tenure)
2. નિશ્ચિત સેવાની શરતો (Fixed Service Conditions)
3. ભારતના એકત્રીત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ (Expenses being charged on the Consolidated Fund of India)
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

25) નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

I. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
II. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up