બંધારણનાં અતિ મહત્વનાં પ્રશ્નોની ટેસ્ટ (GPSC)- 08

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માન. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન ક્યારે કરી શકે છે?
2) અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?
3) કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કામ કરે છે?
4) નીતિ આયોગ દ્વારા 30 જાન્યુઆરી 2023 ના રોજ “Research in Agroecology” જ્ઞાન આદાન પ્રદાનનો કાર્યક્રમ કયા દેશના સહયોગમાં આયોજીત કરવામાં આવેલ હતો ?
5) 1960માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિ અંગે આયોગની નિમણૂંક કરેલ. આ આયોગના અધ્યક્ષ કોણ હતા?
6) નાણાં પંચ સંદર્ભે કયું સાચું છે?
7) એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ............
8) માહિતી અધિકાર અધિનિયમ, 2005 ની કલમ 17 ની જોગવાઈ હેઠળ રાજ્યના મુખ્ય માહિતી કમિશનરને હોદ્દા ઉપરથી દૂર કરવાની સત્તા કોની છે?
9) એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ?
10) ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો છેઃ
11) ગૌણ વન પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી અંગેની જિલ્લા સ્તરીય સંકલન અને મોનીટરીંગ સમિતિમાં અધ્યક્ષ અને સભ્ય સચિવ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે?
12) 74માં બંધારણીય સુધારા હેઠળ નગરપાલિકાને બંધારણીય માન્યતા આપવા માટે કયો ભાગ ઉમેરવામાં આવેલ હતો ?
13) નીચે આપેલા પૈકી કયું વિધાન / કયા વિધાનો ભારતના બંધારણની કલમ 28 અનુસાર સત્ય છે ?

I. સંપૂર્ણપણે રાજ્યના ભંડોળથી નિભાવાતી શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.
II. રાજ્ય એ માન્ય કરેલી અથવા રાજ્યના નાણામાંથી સહાય મેળવતી શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને તેવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં ચલાવાતી કોઈપણ ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં.

14) ભારત સરકારના નીચેનામાંથી કયું મંત્રાલય ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જે જૂન, 2020માં શરૂ થયેલ તે અંગેનું નોડલ મંત્રાલય છે ?
15) “લોકશાહી રાજકીય સમાનતાના મૂળભૂત સિદ્ધાંત પર આધારિત છે." આ વિધાનના આધારે નીચેનામાંથી કયું/કયાં નિવેદન/ નિવેદનો સાચું/સાચાં છે/છે?

I. દરેક પુખ્ત નાગરિક પાસે એક મત હોવો જોઈએ અને દરેક મતનું એક મૂલ્ય હોવું જોઈએ.
II. લોકશાહી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પર આધારિત હોવી જોઈએ.
III. લોકશાહીમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા લોકો દ્વારા ચૂંટાયેલા લોકો પાસે હોવી જોઈએ.

16) ગ્રામ પંચાયતના સચિવની નિમણૂંક કોણ કરે છે?
17) નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

I. ફેબ્રુઆરી 2020માં, ભારતની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય એ SC અને ST સભ્યોને બઢતીમાં અનામત આપવા બંધાયેલ નથી.
II. બઢતીમાં અનામતનો દાવો એ મૂળભૂત હક નથી.
III પંજાબ સરકારે SC/ST કર્મચારીઓને બઢતીમાં અનામત હટાવવા અંગેના આદેશ જારી કર્યા છે.

18) મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈઓ છે?

1. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ
2. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ
3. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ
4. વન્યજીવ (રક્ષણ) અધિનિયમ

19) સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે છે?
20) રાજ્યસભાને લોકસભાની સમાન કઈ સત્તા છે?
21) બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદોમાં એસ.સી., એસ.ટી., પછાતવર્ગ અને એંગ્લો-ઈન્ડિયન માટે વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ છે?
22) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એ.......... છે.
23) ભારતીય બંધારણના અનુચ્છેદ 360 હેઠળ નાણાકીય કટોકટી અંગે કયું સાચું નથી?
24) ...................“ભારત છોડો' આંદોલનનો પ્રારંભ થવાનું નિમિત્ત બન્યોઃ
25) ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે?

1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર.
2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર.
3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up