Revenue Talati Current Affairs Test (June- 2025)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 23

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં ક્યા દેશમાં ભારતના ઓપરેશન બ્રહ્મા દરમિયાન ભારતીય વાયુ સેનાએ GPS સ્પૂર્કિંગનો સામનો કરવો પડયો હતો ?
2) તાજેતરમાં નિધન પામેલા 'ટ્રી મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખાતા દરિયાપલ્લી રમૈયા ક્યા રાજ્યના નિવાસી હતા ?
3) મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ?
4) કયું હિંદુ પવિત્ર યાત્રાધામ “યમનિકા તીર્થ” તરીકે ઓળખાય છે ?
5) તાજેતરમાં મેરીટાઈમ ક્ષેત્રમાં સર્વોચ્ચ વ્યક્તિગત સન્માન નેશનલ મેરીટાઈમ વરુણ એવોર્ડ કોને એનાયત કરાયો ?
6) નીચેનામાંથી ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વર્લ્ડ બોક્સિંગ કપનું આયોજન વર્લ્ડ બોક્સિંગ દ્વારા કરવામાં આવે છે.
2. વર્લ્ડ બોક્સિંગનું વડુમથક સ્વિત્ઝર્લેન્ડના લૉઝેનમાં આવેલું છે.
3. વર્લ્ડ બોક્સિંગની સ્થાપના 2023માં કરવામાં આવી હતી.

7) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરી.

1. તાજેતરમાં નવી દિલ્હીમાં HANSA-3 NG વિમાન લૉન્ચ કરવામાં આવ્યું હતું.
2. HANSA-3 NGનો વિકાસ બેંગલુરુ સ્થિત CSIR- નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (NAL)એ કર્યો છે.

8) નીચેનામાંથી IPL ઉપરાંત T20 લીગમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી મૂળ ક્યા રાજ્યનો વતની છે ?
9) તાજેતરમાં હરિયાણાના ભિવાની જિલ્લામાં બે હડપ્પા સ્થળો મળી આવ્યા તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. મિતાથલ : સમ્રાટ સમુદ્રગુપ્તના સિક્કાઓનો ભંડાર મળી આવ્યો.
2. તિઘરાના: સોથિયન નામથી ઓળખાતા તામ્રપાષાણ કૃષિ સમુદાયોના નિવાસના પુરાવા મળી આવ્યા.

10) રેડીનેસ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી વૈશ્વિક ઈન્ડેક્સ અંગે સાચું/સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

1. આ અહેવાલ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAએ જાહેર કર્યો છે.
2. આ રેન્કિંગમાં ભારતનો ક્રમ 36મો છે.
3. આ રેન્કિંગમાં અમેરિકા પ્રથમ ક્રમે છે.

11) નીચેનામાંથી 6 માસથી 6 વર્ષ સુધીના બાળકની ડે-કેર સુવિધા પૂરી પાડવા પાલના યોજના ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
12) ક્યા રાજ્ય/UTમાં ભારતના સૌપ્રથમ અને વિશ્વના બીજા હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઈમેટ રિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું?
13) રિવરાઈન એસ્ટિમેશન રિપોર્ટ વિષે નીચેના વિધાનો ચકાસો.

વિધાન 1 : આ અહેવાલ વડાપ્રધાન મોદીએ માર્ચ 2025માં તેમની ગીર નેશનલ પાર્કની મુલાકાત દરમિયાન જાહેર કર્યો હતો.
વિધાન 2 : અહેવાલ અનુસાર, 28 નદીઓમાં 6,327 ડોલ્ફિન છે, જેમાં ગંગા અને બ્રહ્મપુત્રા ખીણમાં સૌથી વધુ ડોલ્ફિન છે.
વિધાન 3 : આસામ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને લક્ષદ્વીપને મુખ્ય ડોલ્ફિન હોટસ્પોટ રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે.

14) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. PM મોદીએ હરિયાણાના હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટ ખાતે નવી ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો.
2. આ પ્રોજેક્ટનો વિકાસ ઉડે દેશ કા આમ નાગરિક (UDAN) યોજનાના ભાગરૂપે કરાઈ રહ્યો છે.

15) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.
2. ચોથા નાણાં પંચના કાયમી સભ્ય તરીકે જયંતીલાલ પટેલ, સુનીલ સોલંકી અને અભયસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

16) વિજયનગર સામ્રાજ્યના રાજા દેવરાય પ્રથમના રાજ્યાભિષેક સાથે સંબંધિત 15મી શતાબ્દીના દુર્લભ તામ્રપત્રોનું અનાવરણ તાજેતરમાં ક્યા કરવામાં આવ્યું હતું ?
17) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વર્ષ 2025 માટેના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'યોગ ફોર વન અર્થ, વન હેલ્થ' ઘોષિત કરવામાં આવી છે.
2. વર્ષ 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું કામ મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ યોગને સોંપવામાં આવ્યું છે.
3. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2016ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

18) નાણાકીય વર્ષ 2024-25માં કયા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું ?
19) 7મા એક્ટ ઈસ્ટ બિઝનેસ શૉનું આયોજન ક્યાં કરાયું હતું ?
20) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં ભારત સરકારે ચંદ્રયાન-5/લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન (LUPEX) મિશનને મંજૂરી આપી.
2. ભારત 2040 સુધી ચંદ્ર પર સમાનવ લેન્ડિંગ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

21) નીચેનામાંથી સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના વિષે યોગ્ય વિધાન/વિધાનો જણાવો.

1. ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા આ યોજના 5 એપ્રિલ, 2016ના રોજ લૉન્ચ કરાઈ હતી.
2. યોજનાનું અમલીકરણ નાણાં મંત્રાલય અંતર્ગતના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીઝ દ્વારા કરવામાં આવે છે.
3. લખનઉ સ્થિત સ્મૉલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) આ યોજના માટે નોડલ એજન્સી છે.

22) તાજેતરમાં કયા ભારતીય ફિલ્મ નિર્માત્રીને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓફિસ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સથી સન્માનિત કરાયા?
23) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલે મોકલેલા વિધેયકો અંગે નિર્ણય લેવા રાષ્ટ્રપતિ માટે કેટલા માસની સમયમર્યાદા નિર્ધારિત કરી ?
24) તાજેતરમાં ક્યો દેશ ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBC)નો યજમાન દેશ બન્યો ?
25) તાજેતરમાં ISROના અધ્યક્ષ ડૉ.વી.નારાયણને કઈ સંસ્થા ખાતે શ્રી એસ.રામક્રિષ્ણન સેન્ટર ઓફ એક્સેલેન્સ (CoE)નું ઉદ્ઘાટન કર્યું હતું ?
26) તાજેતરમાં વિવિધ પદી પર થયેલી નિયુક્તિ સંદર્ભે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
27) નીચેનામાંથી ઉપરોક્તમાંથી સાચું/સાચા વિધાન/વિધાનો જણાવો.

1. તાજેતરમાં ઈસરોના પૂર્વ વડા કે. કસ્તુરીરંગનનું બેંગલુરુ ખાતે નિધન.
2. ડૉ.કસ્તુરીરંગનનો જન્મ કેરળના અર્નાકુલમમાં થયો હતો.3. તેઓ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020ની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા.

28) તાજેતરમાં નીચેનામાંથી ગુજરાતના ક્યા શહેરમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ?
29) નીચેનામાંથી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં નવી દિલ્હી ખાતે હિંદી સાહિત્યકારો માટે કલમ અને કવચ કાર્યક્રમ યોજાયો હતો.
2. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વર્ષ 2025ને 'યર ઓફ રિફોર્મ્સ' ઘોષિત કર્યું હતું.

30) તાજેતરમાં બ્રિક્સના પર્યાવરણ મંત્રીઓની 11મી બેઠક ક્યાં યોજાઈ હતી ?
31) નીચેનામાંથી ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં બ્રાઝિલના ફોજ ડૂ ઈગુઆકુમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025 યોજાયો હતો.
2. વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ભારતે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા.
3. વર્લ્ડ બોક્સિંગ કપ 2025ની મેડલ ટેલીમાં ભારત બીજા સ્થાને રહ્યું હતું.

32) ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પંબન વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તેણે 110 વર્ષ જૂના બ્રિટિશ યુગના પંબન પુલનું સ્થાન લીધું.
2. આ નવા પુલની લંબાઈ 2.07 km છે.
3. આ નવા પુલનું નિર્માણ રેલ મંત્રાલય અંતર્ગતની જાહેર ક્ષેત્રની કંપની રેલ વિકાસ નિગમ લિ. (RVNL), નવી દિલ્હીએ કર્યું છે.

33) ભારતના ક્યા શહેરમાં આવેલા કાંચા ગાચીબોવલી વન હરાજી સંદર્ભે ચર્ચાનું કેંદ્ર બન્યું હતું ?
34) તાજેતરમાં ક્યા રાજ્યે અંત્યોદય ગૃહ યોજના લૉન્ચ કરી ?
35) તાજેતરમાં ગુજરાતમાં ધારાસભ્યોને અપાતી ગ્રાન્ટમાં કેટલા રૂપિયાનો વધારો કરાયો ?
36) તાજેતરમાં કઈ સંસ્થાએ જળવાયુ પરિવર્તનના કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્ર સમક્ષ આવનારા ગંભીર આર્થિક પડકારો અંગેનો અહેવાલ જારી કર્યો?
37) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નૌસેના કવાયત ઈંદ્રની 14મી આવૃત્તિનું આયોજન ચેન્નાઈમાં કર્યું?
38) તાજેતરમાં કયા શહેરમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટટ્યૂટ ઓફ સ્પાઈસીસ રિસર્ચ (IISR)એ નવી હળવા રંગની હળદર જાત 'IISR સૂર્યા' વિકસાવી ?
39) તાજેતરમાં નીચેનમાંથી ક્યા સ્થળે ઈફ્ફકોના બીજ સંશોધન કેંદ્રનો શિલાન્યાસ કરાયો ?
40) 'સાગરમાલા' કાર્યક્રમના સ્તંભોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

1. બંદર આધારિત ઔદ્યોગિકીકરણ
2. તટીય સામુદાયિક વિકાસ
3. બંદરોનું આધુનિકીકરણ
4. તટીય શિપિંગ અને IWT
5. બંદર સંયોજકતા

41) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. પંચાયતી રાજ મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23 માટે પહેલીવાર પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ (PAI) બેઝલાઈન રિપોર્ટ લૉન્ચ કર્યો.
2. 346 ફ્રન્ટ રનર ગ્રામ પંચાયતો સાથે ગુજરાતે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે.
3. PAI આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નેશનલ ઈન્ડિકેટર ફ્રેમવર્ક (NIF)ને અનુરૂપ છે.

42) તાજેતરમાં નિધન પામેલા કથક ગુરુ કુમુદિની લાખિયા અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. કથક નૃત્યના ગુરુ કુમુદિની (કુમીબેન) લાખિયાનો જન્મ 1930માં અમદાવાદમાં થયો હતો.
2. તેમણે અમદાવાદ ખાતે કદંબ સેન્ટર ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી.
3. તેમને ભારત સરકારે પદ્મશ્રી (1987), પદ્મભૂષણ (2010) અને પદ્મ વિભૂષણ (2025)થી અલંકૃત કર્યા હતા.

43) નીચીનામાથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. DRDOએ Su-30 MKI ફાઈટર વિમાન પરથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ (LRG ગૌરવનું પરીક્ષણ કર્યું હતું.
2. LRGE ગૌરવ 1000 kg ક્લાસનો બોમ્બ છે.
3. LRGB ગૌરવની રેન્જ 30 Km થી 100 km.

44) તાજેતરમાં કંઈ સંસ્થાએ ‘એજયુકેશન એન્ડ ન્યૂટ્રિશન : લર્ન ટુ ઈટ વેલ' અહેવાલ પ્રકાશિત કર્યો ?
45) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

1. PM નરેન્દ્ર મોદીએ હરિયાણાના યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ ખાતે ત્રીજા થર્મલ પાવર એકમનું ઉદ્દઘાટન કર્યું.
2. આ એકમની સ્થાપના હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિ. (HPGCL)એ કરી છે.

46) તાજેતરમાં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફ (NBWL)ની સાતમી બેઠકનું આયોજન કયાં થયું હતું?
47) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ ‘ખંજર-XII' યોજ્યો હતો?
48) તાજેતરમાં જેમ એન્ડ જવેલરીની નિકાસ વધારવા ભારતે ક્યા દેશ સાથે MoU કર્યા ?
49) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની નિમણૂક કરવામાં આવી.
2. ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીએ રિતુરાજ અવસ્થીનું સ્થાન લીધું છે.
3. 23મા કાયદા પંચના કાયમી સભ્ય તરીકે વકીલ હિતેશ જૈન અને પ્રો.ડી.પી. વર્માની નિમણૂક કરાઈ.

50) તાજેતરમાં ક્યા રાજ્યમાં રોંગાલી બિહુ ઉત્સવ મનાવાયો?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up