Revenue Talati Current Affairs Test (May - 2025)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 23

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હાલમાં જ કયા દેશમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શની એશિયા 2025નું આયોજન થયું છે? 
2) તાજેતરમાં જ કયા રાજ્ય સરકારે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્યના બીજા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું છે? 
3) તાજેતરમાં કઈ તારીખે ‘વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ’ ઉજવવામાં આવ્યો છે? 
4) તાજેતરમાં જ રક્ષણ સંબંધી સંસદીય સ્થાયી સમિતિની બેઠક ક્યાં યોજાઈ હતી? 
5) તાજેતરમાં ક્યા દેશના જળવિજ્ઞાની ગુન્ટર બ્લોશ્ચલને વર્ષ 2025નો સ્ટોકહોમ વૉટર પ્રાઈઝથી સન્માનિત કરાયા ?
6) નીચેનામાંથી ક્યા શહેરમાં આવેલું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ 2025માં સૌથી વ્યસ્ત વૈશ્વિક એરપોર્ટ્સમાં 8મા ક્રમે રહ્યું છે ?
7) નાસા કઈ કંપની સાથે મળીને ચંદ્ર પર પ્રથમ મોબાઈલ નેટવર્ક લૉન્ચ કરશે?
8) હાલમાં જ ભારતીય રિઝર્વ બેંકે કઈ બેંક પર 1.72 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? 
9) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે રાષ્ટ્રીય વન્યજીવ રેફરલ કેંદ્રનો શિલાન્યાસ કર્યો હતો?
10) તાજેતરમાં જ માલદીવના રાષ્ટ્રપતિએ કેટલા કલાક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે?
11) નીચેનામાંથી દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ‘આહાર નિષેધ દિવસ’ ઉજવવામાં આવે છે?
12) તાજેતરમાં જ ઉડાન યોજનાએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? 
13) તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં CBI ડિરેક્ટરની નિમણૂક સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી?
14) તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના કયા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે?
15) તાજેતરમાં નિધન પામેલા ગુજરાતી સાહિત્યના મેધાવી સર્જક રજનીકુમાર પંડ્યાનો પ્રથમ વાર્તાસંગ્રહ ક્યો હતો ?
16) તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને કેટલા મિલિયન ડોલરની વિદેશી સૈન્ય વેચાણને મંજૂરી આપી છે?
17) તાજેતરમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વધુ સારી કનેક્ટિવિટી માટે કોટા અને ક્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી છે?
18) નીચેનામાંથી 'આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવે છે? 
19) અમદાવાદ સ્થિત સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમોચન તાજેતરમાં કોણે કર્યું?
20) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2024 અંગે સત્ય વિધાન/નો પસંદ કરો.

વિધાન 1 : હિંદી કવિતા કુમારજીવના ગુજરાતી અનુવાદ બદલ રમણીક અગ્રાવતને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
વિધાન 2 : મૂળ કૃતિ કુમારજીવના લેખક કુંવર નારાયણ છે.

21) અમદાવાદ ખાતે આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NIના 44મા પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ કોણ હતા ?
22) તાજેતરમાં જ રાષ્ટ્રપતિ મુર્મૂએ કેટલી પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપ્યા છે? 
23) તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલયે ક્યા સ્થળેથી મહિલા સશક્તિકરણ માટે ‘મૉડલ વીમેન-ફ્રેન્ડલી ગ્રામ પંચાયત્સ' (MWFGP) પહેલ લૉન્ચ કરી ?
24) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન 2025નું આયોજન બેંગલુરુમાં કરાયું હતું.
2. મસાલા સંમેલન 2025ની થીમ 'બિલ્ડિંગ ટ્રસ્ટ બિયોન્ડ બોર્ડર્સ : ટ્રાન્સપેરન્સી, સસ્ટેનેબિલિટી, કોન્ફરન્સ' હતી.
3. મસાલા સંમેલનનું આયોજન કેરળના એર્નાકુલમ સ્થિત ઑલ ઈન્ડિયા સ્પાઈસીસ એક્સપોર્ટર્સ ફોરમ (AISEF)એ કર્યું હતું.

25) તાજેતરમાં DRDOએ સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મનું પ્રથમ ઉડ્ડયન પરીક્ષણ ક્યાં કર્યું છે?
26) તાજેતરમાં સશક્ત પંચાયત-નેત્રી અભિયાન ક્યાથી શરૂ કરાયું ?
27) તાજેતરમાં નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ?
28) નેશનલ સાગરમાલા એપેક્ષ કમિટી (NSA) ની બેઠક ક્યાં યોજાઈ હતી ?
29) નીચેનમાંથી સત્ય વિધાન/નો જણાવો.

વિધાન 1 : કેંદ્ર સરકારે પ્રોજેક્ટ ચિત્તાને ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય (મધ્ય પ્રદેશ) અને બન્ની ઘાસના મેદાનો (ગુજરાત) સુધી વિસ્તારવાની ઘોષણા કરી છે.
વિધાન 2 : તાજેતરમાં સરકારે પ્રોજેક્ટ લાયન-સિંહ@2047 ને 10 વર્ષ સુધી લંબાવ્યો છે.
વિધાન 3 : પ્રોજેક્ટ લાયન અંતર્ગત બરડા અભ્યારણ્યને સિંહોના ‘સેકન્ડ હોમ' તરીકે વિકસિત કરવાનું આયોજન છે.

30) વર્લ્ડ પેરાએથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025ની મેડલ ટેલીમાં ક્યો દેશ મોખરે છે ?
31) તાજેતરમાં ભારતનું પ્રથમ WAVES 2025 શિખર સંમેલન ક્યાં સમાપ્ત થયું છે?
32) તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં કરાયું હતું?
33) તાજેતરમાં ક્યા દેશના સ્થપતિ લિયુ જિયાકુનને 2025નું પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ એનાયત કરાયું?
34) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરાયા ?
35) ગ્લાસ સીલિંગ ઈન્ડેક્સ 2025 મુજબ ક્યો દેશ કામકાજી મહિલાઓ માટે સૌથી શ્રેષ્ઠ દેશ છે?
36) યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની વર્ષ 2025ની સંભવિત યાદીમાં કયા કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો?

1. કાંગેર ખીણ નેશનલ પાર્ક, છત્તીસગઢ
2. ચોસઠ યોગીની મંદિર
3. બુંદેલોનાં મહેલો, ઉત્તર પ્રદેશ

37) તાજેતરમાં અંગોલા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)નું કેટલામું સભ્ય દેશ બન્યું છે?
38) તાજેતરમાં કઈ નગરપાલિકાનો અ-વર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો ?
39) ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરાઈ ?
40) તાજેતરમાં જ ‘સન્માન સાથે વૃદ્ધાવસ્થા’ કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે?
41) નીચેનામાંથી કયા રાજ્યમાં ઈ-ગવર્નન્સ પર 28મું રાષ્ટ્રીય સંમેલન યોજાશે?
42) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના શરૂ કરી ?
43) જામનગર જિલ્લાના ખીજડિયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા કઈ કંપની સાથે સમજૂતી કરવામાં આવી?
44) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ભારતીય સાહિત્યિક સિદ્ધાંતકાર ગાયત્રી ચક્રવર્તી સ્પીવાકને 2025નું હોલ્બર્ગ પ્રાઈઝ એનાયત કરાયું.
2. હોલ્બર્ગ પ્રાઈઝની સ્થાપના 2003માં ડેનિશ-નોર્વેજિયન લેખક લુડવિગ હોલ્બર્ગના સન્માનમાં કરાઈ હતી.

45) દુબઈમાં FDIનો સૌથી મોટો સ્ત્રોત દેશ ક્યો છે ?
46) નીચેનામાંથી ક્યારે દર વર્ષે ‘વિશ્વ એથ્લેટિક્સ દિવસ’ ઉજવવામાં આવે છે?
47) તાજેતરમાં જ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ બી.આર. ગવઈને ભારતના કેટલામા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? 
48) મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ સહાય માટે ભારત સરકારે મદદ કરવા કયું ઓપરેશન લૉન્ચ કર્યું?
49) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વર્ષ 2024નો કુલ 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર વિનોદકુમાર શુકલાને એનાયત કરાયો.
2. વિનોદકુમાર શુકલા છત્તીસગઢના પ્રથમ અને હિંદીના કુલ 12મા સાહિત્યકાર છે.

50) હાલમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચેની પરમાણુ વાટાઘાટો કયા દેશની મધ્યસ્થી હેઠળ યોજાઈ હતી? 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up