ગૃપ-B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની રિવાઇઝ કામચલાઉ યાદી

Updated : 10, Nov 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગૃપ A અને B)ની તા.૦૧/૦૪/૨૦૨૪ થી ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન C.B.R.T (Computer Based Response Test) પદ્ધતિથી યોજાયેલ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને અંતે તા.૧૮/૦૯/૨૦૨૪ ના રોજ પરીક્ષામાં ઉપસ્થિત રહેલાં તમામ ઉમેદવારોના નોર્મલાઇઝડ માર્કસની વિગતો મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
સદરહુ પરીક્ષાના પરિણામ સંદર્ભે નામ. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ R/SCA No. 15010/2024 પિટિશન દાખલ થયેલ હતી. જેમાં નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ થયેલ Oral Order મુજબ પિટિશન હેઠળના પ્રશ્નના ચારમાંથી ત્રણ વિકલ્પ સાચા ગણી જે ઉમેદવારોએ ત્રણ સાચા વિકલ્પમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરેલ હોય, તે તમામ ઉમેદવારોને સાચા વિકલ્પના માર્કસ આપી મેરીટ રી-જનરેટ
કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
મંડળ દ્વારા તા.૧૯/૦૯/૨૦૨૪ના રોજ ગૃપ-B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ. જે યાદીમાં ગૃપ-B ની મેઈન્સ પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવેલ તમામ ઉમેદવારોને યથાવત રાખવામાં આવે છે. તદુપરાંત નામ. ગુજરાત હાઇકોર્ટના તા.૨૯/૧૦/૨૦૨૪ના Oral Orderના કારણે ઉમેદવારોના નોર્મલાઇઝ્ડ ગુણના મેરીટ્સના ૪૦% લઘુત્તમ લાયકીગુણની મર્યાદામાં ગૃપ-B ની મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ ધોરણે લાયક ગણવાના રહેતા તમામ ઉમેદવારોની રિવાઇઝ્ડ કામચલાઉ યાદી તેઓના નામ સામે દર્શાવેલ નોર્મલાઇઝ્ડ ગુણ સહિત આ સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે. કેટેગરીવાઇઝ રિવાઇઝડ કટઓફની વિગતો નીચે મુજબ છે.

ADVT. NO. 212/202324

👉 ગૃપ-B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની રિવાઇઝ્ડ કામચલાઉ યાદી : અહીં ક્લીક કરો.

👉 GSSSB Official Notification : Click Here

👉 GSSSB Official Website : Click Here

-----------------------------------------------------

👉 Group -A ની યાદી જોવા માટે : અહીં ક્લીક કરો

👉 Revised provisional result : Click Here

-----------------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up