અગત્યની જાહેરાત
(તા. ૨૭-૦૫-૨૦૨૫ ની પરીક્ષામાં રોડ મેપ અને પ્રવેશ બાબત)
તા.૨૭-૦૫-૨૦૨૫ ને મંગળવારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર નીચે મુજબની પરીક્ષાઓ માટેના ઉમેદવારોને અગવડતા ન પડે તે હેતુ આયોગના અધિકારીશ્રીએ કરેલ મુલાકાત મુજબ નીચે મુજબનો વૈકલ્પીક માર્ગ ધ્યાને લેવાનો રહેશે.
→ જા.ક્ર. ૧૦૯/૨૦૨૪-૨૫ માટે ચ-૦ સર્કલ થી ચ-૩ થી ઘ-૩ થી ગ-૩ થી ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ ખાતે પહોંચી શકાશે તેમજ ખ-૩ સર્કલથી જમણી બાજુ વળી ગ-૩ થી ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ ખાતે પહોંચી શકાશે.
> જા.ક્ર. ૧૨૨/૨૦૨૪-૨૫ અને જા.ક્ર.૧૨૫/૨૦૨૪-૨૫ માટેના ઉમેદવારો ય રોડ થી પી.કે.ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ અને જીપીએસસી (પરીક્ષાકેન્દ્ર પર) પહોંચી શકશે.
૨. વધુ સ્પષ્ટતા માટે કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના તા.૨૩-૦૫-૨૦૨૫ ના જાહેરનામાની વિગતો ધ્યાને લેવાની રહેશે. જાહેરનામાની PDF આ સાથે સામેલ છે.
▪️ જગ્યાનું નામ : નાયબ નિયામક (આઇ.ટી.), વર્ગ-1
જાહેરાત ક્રમાંક : 109/2024-25
▪️ જગ્યાનું નામ : નાયબ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1
જાહેરાત ક્રમાંક : 122/2024-25
▪️ જગ્યાનું નામ : મદદનીશ ચેરીટી કમિશ્નર, વર્ગ-1
જાહેરાત ક્રમાંક : 125/2024-25
3. ઉપરની પરિસ્થિતિને ધ્યાને લઇ સંબંધિત ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના બે કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે રીતે નીકળવાનું રહેશે. કોલલેટરમાં દર્શાવ્યા મુજબના સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ આપવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી છે.
--------------------------------------------------------------
Comments (0)