GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત
જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪, સર્વેયર, વર્ગ-૩ માટેની સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તા.૦૯/૦૯/૨૦૨૪ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તેઓના પ્રમાણપત્રોની ચકાસણી અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉક્ત ચકાસણી કરતાં પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર કેટલાક સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવી જરૂરી બનતા ઉક્ત જાહેરાતની યાદીમાં નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોના નામોનો સમાવેશ કરવામાં આવે છે. જે અંગે ઉમેદવારોને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર સંપર્ક કરવામાં આવી રહેલ છે. ઉક્ત સંવર્ગમાં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થતા ઉમેદવારના મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની નામની યાદી, પ્રમાણપત્રોની ચકાસણી માટેની તારીખ, સ્થળ અને સમય તથા તે અંગેની ઉમેદવાર માટેની સૂચનાઓ નીચે મુજબ છે.
Comments (0)