GSSSB આસીસ્ટન્ટ બાઈન્ડરની ફાઈલન...
Last Updated :12, Dec 2025
જા.ક્ર.૨૪૯/૨૦૨૪૨૫ – સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ- ૩ સંવર્ગની પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતની અગત્યની જાહેરાત
▪️ મંડળની જા.ક્ર.૨૪૯/૨૦૨૪૨૫- સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૯/૦૬/૨૦૨૫ ના રોજ MCQ-CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉકત પરીક્ષાની તા.૨૧/૦૬/૨૦૨૫ ના રોજ પ્રોવિઝનલ આન્સર-કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસે વાંધાસૂચનો મંગાવવામાં આવેલ હતા.
▪️ ઉકત પ્રોવિઝનલ આન્સર-કી સામે મળેલ વાંધાસૂચનોને ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાત પાસેથી અભિપ્રાય મેળવી તા.૦૪/૧૨/૨૦૨૫ ના રોજ ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
▪️ ઉપરોકત વિગતે સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્રના Part-A માં ૬૦ પ્રશ્નો અને Part-B માં ૧૫૦ પ્રશ્નો મળી કુલ-૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતાં. સદર પરીક્ષાની પસિદ્ધ કરવામાં આવેલ ફાઇનલ આન્સર કી ધ્યાને લઇ Part-A માં ૦૧ પ્રશ્ન રદ થવાના કારણસર કુલ-૫૯ પ્રશ્નોના કુલ-૬૦ માર્કસ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.01695 માર્કસ આપવામાં આવેલ છે. અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25424 માર્કસ કાપવામાં આવેલ છે.
▪️ જયારે Part-B માં કુલ-૧૫૦ પ્રશ્નો માટે કુલ-૧૫૦ માર્કસ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.00 માર્કસ ગણવામાં આવેલ અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 માર્કસ કાપવામાં આવેલ છે. તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી Annexure- A આ સાથે સામેલ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
---------------------------------
▪️ GSSSB Official Notification : Click Here
▪️ GSSSB Official Website : Click Here
----------------------------------------
Comments (0)