રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર (જા.ક્ર. 226/2023-24)

Updated : 12, Aug 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

▪️ મંડળની જા.ક્ર.૨૨૬/૨૦૨૩૨૪સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ, વર્ગ- ૩ સંવર્ગની તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ MCQ-OMR પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉકત પરીક્ષાની તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ પ્રોવિઝનલ આન્સર કી અને તા. ૩૦/૦૫/૨૦૨૫ ના રોજ રીવાઇઝ પ્રોવિઝનલ આન્સર-કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસે વાંધાસૂચનો મંગાવવામાં આવેલ હતા. ઉકત પ્રોવિઝનલ આન્સર-કી સામે મળેલ વાંધાસૂચનોને ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાત પાસેથી અભિપ્રાય મેળવી તા.૩૧/૦૭/૨૦૨૫ ના રોજ ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

▪️ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ફાઈનલ આન્સર કી સામે કેટલાક ઉમેદવારો દ્વારા ફરીથી વાંધાસૂચનો આપવામાં આવતાં તે પરત્વે ઉમેદવારોના વિશાળ હિતમાં પુન: વિષય નિષ્ણાત પાસે ચકાસણી કરાવી અભિપ્રાય મેળવી રીવાઈઝ ફાઈનલ આન્સર કી તા.૦૮/૦૮/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.

▪️ સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્રના Part-A માં ૬૦ પ્રશ્નો અને Part-B માં ૧૫૦ પ્રશ્નો મળી કુલ-૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતાં. સદર પરીક્ષાની પસિદ્ધ કરવામાં આવેલ ફાઇનલ આન્સર કી અને રીવાઇઝ ફાઇનલ આન્સર કી ધ્યાને લઇ Part-A માં કુલ-૬૦ પ્રશ્નોના કુલ-૬૦ માર્કસ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.00 માર્કસ આપવામાં આવેલ છે. અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 માર્કસ કાપવામાં આવેલ છે. જયારે Part-B માં ૦૨ પ્રશ્નો રદ થવાના કારણોસર ૧૪૮ પ્રશ્નોના કુલ-૧૫૦ માર્કસ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.01351 માર્કસ આપવામાં આવેલ છે. અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25338 માર્કસ કાપવામાં આવેલ છે. તે મુજબ સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી નીચે મુજબ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

▪️ સંશોધન મદદનીશ & આંકડા મદદનીશ માર્ક્સ જોવા માટે : અહીં ક્લીક કરો

------------------------------------

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up