મંડળ દ્વારા તા. ૧૭/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જા.ક્ર.૨૧૪/૨૦૨૩૨૪-સીનીયર સર્વેયર (મહેસૂલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ?)ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ-CBRT (Computer Based Recruitment Test) નીચે દર્શાવ્યા મુજબની તારીખ અને સમયે યોજવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઇને આ પરીક્ષા બે સેશનમાં રાખેલ છે.
Comments (0)