જા.ક્ર. ૨૧૩/૨૦૨૩૨૪ – સર્વેયર, વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત મંડળની જા.ક્ર. ૨૧૩/૨૦૨૩૨૪ - સર્વેયર (મહેસૂલ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) માં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના CBRT પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આ સાથે મૂકવામાં આવેલ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
મંડળ દ્વારા ઉકત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને તે સંબંધેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે.
Comments (0)