16 થી 20 નવેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
3) 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપની 11મી આવૃત્તિનું આયોજન અમદાવાદમાં આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું
2. ભારતે પહેલીવાર આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું અને દક્ષિણ એશિયામાં તે ફક્ત બીજી વાર યોજાયો છે.
6) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ARISE સિટીઝ ફોરમ 2025 નવી દિલ્હી યોજાઈ.
2. ARISE - એડેપ્ટિવ, રેઝિલિયન્ટ, ઇનોવેટિવ, સસ્ટેઇનેબલ અને ઇક્વિટેબલ.
3. તે સ્થાનિક સરકારોની પ્રમુખ અર્બન રેઝિલિયન્સ ફોરમ છે.
9) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતના મંત્રી નિર્મલા સીતારમણે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલ (GSTAT)ને લોન્ચ કર્યું.
2. આ પોર્ટલ નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (NIC)ના સહયોગથી ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક (GSTN) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
10) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. UAEના અબુ ધાબી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)એ વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025માં તામિલનાડુના પાલ્ક ખાડીમાં સ્થિત ભારતના પ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન રિર્ઝવને દરિયાઈ જૈવવિવિધતા સંરક્ષણ માટે વૈશ્વિક મોડેલ તરીકે માન્યતા આપતો પ્રસ્તાવ અપનાવ્યો.
2. આ પ્રસ્તાવ ઓમકાર ફાઉન્ડેશન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
11) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. કેન્દ્રીય કેબિનેટે ' કેપેસિટી બિલ્ડિંગ એન્ડ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ (CB&HRD)' માટે DSIR/CSIR યોજનાને મંજૂરી આપી,
2. તે દેશની તમામ સંશોધન અને વિકાસ (R&D) સંસ્થાઓ, રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓ, પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાન, સંશોધકો માટે એક વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડશે.
૩. આ યોજના સાયન્સ, ટેક્નોલોજી અને એન્જિનીયરિંગ, મેથમેટિક્સ અને મેડિસિન સાયન્સ (STEMM)માં વિકાસને પ્રોત્સાહન આપશે.
13) 8મો એન્વાયર્ન્મેન્ટલ એકાઉન્ટિંગ ઓન ફોરેસ્ટ 2025 સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો,
1. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ 29મી કોન્ફરન્સ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન (CoCSSO) દરમિયાન 'એન્વાયર્મેન્ટલ એકાઉન્ટિંગ ઓન ફોરેસ્ટ 2025' શીર્ષક હેઠળ પર્યાવરણીય એકાઉન્ટિંગ સંબંધિત સતત 8મો અંક પ્રકાશિત કર્યો.
2. UN સિસ્ટમ ઓફ એન્વાયર્ન્મેન્ટલ ઇકોનોમિક એકાઉન્ટ્સ (SEEA) ફ્રેમવર્ક આધારિત પ્રથમ ફોરેસ્ટ એકાઉન્ટિંગ રિપોર્ટ છે.
18) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. 12મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં બ્રાઝિલ મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે.
2. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 નવી દિલ્હીમાં યોજાઈ હતી.
૩. આયોજક બોન (જર્મની) સ્થિત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ.
19) નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ભૂ-વિજ્ઞાન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ નેશનલ જિયોસાયન્સ એવોર્ડ્સ (National Geoscience Award) 2024 એનાયત કર્યા હતા.
2. વર્ષ 2024 માટે 20 ભૂ-વૈજ્ઞાનિકોને ૩ કેટેગરીમાં કુલ 12 એવોર્ડ (9 વ્યક્તિગત અને 3 ટીમ એવોર્ડ) આપવામાં આવ્યા છે.
3. આ એવોર્ડ કેન્દ્રીય ખાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવે છે.
20) નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ની 69મી જનરલ કોન્ફરન્સ ઓસ્ટ્રિયાના વિયેના શહેર ખાતે યોજાઈ હતી.
2. આ કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અણુ ઊર્જા આયોગ (AEC)ના અધ્યક્ષ અને અણુ ઊર્જા વિભાગ (DAE)ના સચિવ ડો. અજિતકુમાર મોહંતીએ કર્યું હતું.
3. આ કોન્ફરન્સમાં માલદીવ IAEAનો 182મો સભ્યદેશ બન્યો.
22) નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1 . ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના સહયોગથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), ભારતની પશ્ચિમ અને પૂર્વીય સરહદો પર દેખરેખ વધારવા માટે રડાર-માઉન્ટેડ ડ્રોન વિકસાવી રહ્યું છે.
2. BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદોને સુરક્ષિત કરવા માટે તેના મુખ્યાલય (નવી દિલ્લી) ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને જીયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ (GIS) દ્વારા સંચાલિત ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (DSS) શરૂ કરી છે.
Comments (0)