જુલાઈ 2025
1) પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા પગલાંમાં શેનો સમાવેશ થાય છે ?
1. સિંધુ જળ સમજૂતી સ્થગિત કરાઈ.
2. વાથા-અટારી સરહદી ચેક પોસ્ટ બંધ કરાઈ.
3. પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વીઝા છૂટ રદ કરાઈ.
4. પાકિસ્તાની સૈન્ય સલાહકારોની હકાલપટ્ટી.
4) ઇન્ટરનેશનલ બુકર પ્રાઈઝ 2025 અંગે નીચેનો નિવેદનો ધ્યાનમાં લો.
1. બાજુ મુશ્તાક ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ કન્નડ લેખીકા બન્યા.
2. બાબુ મુશ્તાક અને દીપા ભાસ્તીને તેમના પુસ્તક "હાર્ટ લેમ્પ" માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
3 "હાર્ટ લેમ્પ" પુસ્તક મૂળ બાળુ મુશ્તાક દ્વારા કન્નકમાં લખવામાં આવ્યું હતું અને દીપા ભાસ્તી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત આપેલા નિવેદનોમાંથી કર્યા સાચા છે ?
5) 'ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન સ્કીમ ઑફ ઇન્ડિયા (GHCI)'ના સંદર્ભમાં, નીચે પૈકી કયું/કયાં યોગ્ય વિધાન/વિધાનો છે ?
1 ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને પ્રમાણિત કરવા અને પારદર્શિતા, ટ્રેસેબિલિટી તેમજ બજારની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત માળખું બનાવવું.
2 તેની નોડલ એજન્સી ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે. જેનું મુખ્યાલય ગુરૂગ્રામ ખાતે સ્થિત છે.
3 કેન્દ્રીય નવી અને અક્ષય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM) હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે.
8) "ટ્વીસ્ટર" અથવા "ટોર્નેડોઝ" સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે વાતાવરણમાં ઝડપથી ફરતી પવનની ભમરી હોય છે, જે જમીન સુધી વિસ્તરેલું હોય છે.
2 આ પવન 300 માઇલ પ્રતિ કલાક (480 કિમી પ્રતિ કલાક) થી વધુની ઝડપે ફૂંકાઈ શકે છે.
3. USAમાં "ટ્વિસ્ટર" નામથી પ્રચલિત આબોહવા સંબંધિત વિનાશક ઘટના જોવા મળી છે.
ઉપરનાં વિધાનોમાંથી કર્યું/કયા વિધાન/નો સાચું/સાયાં છે ?
9) કોસ્ટલ સ્ટેટ્સ સંમેલન 2025ના સંદર્ભમાં, નીચે પૈકી કર્યું/કયાં યોગ્ય વિધાન/વિધાનો છે ?
1. વિશાખાપટ્ટનમ્ ખાતે કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય (M/oFAH&D)ના મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા દરિયાકાંઠાનાં રાજ્યો માટે આ સંમેલન યોજવામાં આવ્યું હતું.
2. આ બેઠક દરમિયાન તેમણે 5મી દરિયાઈ ફિશરીઝ વસતિ ગણતરી અને 'VyAS-NAV' મોબાઇલ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો હતો.
3. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (PM-MKSSY) હેઠળ લાભાર્થીઓને 'એક્વા વીમો' એનાયત કર્યો હતો.
10) નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1 IDDIS નામની કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું ઉત્પાદન કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને ભારતીય સેના વચ્ચે કરાર કરવામાં આવ્યો છે.
2. તેની રચના દુશ્મનોના ડ્રોનને શોધી કાઢવા અને તેનો નાશ કરવા માટે થઈ છે, પરંતુ તેને ટ્રેક કરવાની ક્ષમતા નથી.
3. IDDIS 5થી 8 કિમીના અંતરેથી ડ્રોનની જાણકારી મેળવી લે છે.
ઉપરનાં વિધાનોમાંથી કર્યું/કર્યા વિધાન/નો સાચું/સાયાં છે ?
14) પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો :
1. આ યોજના મે, 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
2. આ યોજના હેઠળ ₹ 5 લાખનું જીવન વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.
3. આ યોજના માટે પાત્રતાની ઉંમર 18-60 વર્ષ છે.
4 આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ₹ 436 છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિદ્યાનો સાચું/ સાયાં છે ?
17) ભારતની પ્રથમ જાહેર ભંડોળ ધરાવતી DST-ICGEB 'બાયો-ફાઉન્ડ્રી' અંગે નીચેનાં નિવેદનો ધ્યાનમાં લો.
1 તેનું નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે સિન્થેટિક બાયોલોજી, બાયોમેનન્યુફેક્ચરિંગ અને પ્રિસિઝન બાયોટેકનોલોજીમાં વિકાસને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
2. બાયો-ફાઉન્ડ્રી એ ભારતની BioE3 પોલિસીનો મુખ્ય ઘટક છે, જે ઇકોનોમી, એન્વાયર્નમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ માટે બાયોટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
૩. ભારત હાલમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે 12મા ક્રમે છે અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 3જા સ્થાને છે.
ઉપરોક્ત આપેલાં નિવેદનોમાંથી કર્યા સાચાં છે ?
21) નીચેના વિધાનો પૈકી સાચું સાચા વિધાન વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં સ્વીડનના મોન્ડો ડુપ્લાન્ટિસને લોરિયસ વર્લ્ડ સ્પોટ્સમેન ઓહ ધ યર એવોર્ડ 2025થી સન્માનિત કરાયો.
2. ભોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્સને 'ઓસ્કાર ઓફ ધ સ્પોર્ટ્સ' તરીકે ઓળખવામાં આવે છે.
3. અમેરિકાની જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સવુમન ઓફ ૫ ઘર એવોર્ડ 2025 એનાયત કરાયો હતો.
22) ગંગા એક્સપ્રેસ-વે સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. ગંગા એક્સપ્રેસ-વે એ ભારતમાં ફાઇટર જેટને દિવસ-રાત ઉતરાણની સુવિધા પૂરી પાડતો પ્રથમ એક્સપ્રેસ-વે છે.
2. ઉત્તર પ્રદેશમાં કુલ ત્રણ એક્સપ્રેસ-વે છે જ્યાં ફાઇટર જેટના ઉતરાણ માટેની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ-વે અને પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો સમાવેશ થાય છે.
3. ગંગા એક્સપ્રેસ-વેની કુલ લંબાઈ 594 કિમી છે અને તે ઉત્તર પ્રદેશના 12 જિલ્લામાંથી પસાર થાય છે.
4. આ એક્સપ્રેસ-વે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ-વે પછી દેશમાં લંબાઈના સંદર્ભમાં બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
25) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં સ્ટાર્ટઅપ મહાકુંભની બીજી આવૃત્તિનું આયોજન નવી દિલ્હીમાં કરાયું હતું.
2. સ્ટાર્ટઅપ મહાકુંભ 2025ની થીમ 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા@ 2047 : અનફોલ્ડિંગ ધ ભારત સ્ટોરી' હતી.
3. સ્ટાર્ટઅપ મહાકુંભ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટે વિશ્વનું સૌથી મોટું આયોજન છે.
4. સ્ટાર્ટઅપ મહાકુંભ 2025નું આયોજન FICCI દ્વારા કરવામાં આવ્યું હતું.
27) સુપ્રીમ કોર્ટના 11મા મહિલા જજ તરીકે નિવૃત્ત થયેલા જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદી સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. તેમનો જન્મ પાટણ, ગુજરાતમાં થયો હતો.
2. તેમને વર્ષ 1996માં 'લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ' માં સ્થાન મળ્યું હતું કારણ કે તેમના પિતા અને દીકરી એક જ કોર્ટમાં જજ તરીકે સેવા આપી રહ્યા હતા.
3. તેમને વર્ષ 2011માં ટ્રાયલ કોર્ટ (અમદાવાદ)માંથી ગુજરાત હાઇકોર્ટમાં બઢતી આપવામાં આવી હતી.
ઉપરનાં વિધાનોમાંથી કયાં/કર્યું વિધાનો સાચું/સાયાં છે ?
28) મહારાષ્ટ્રએ 'જહાજનિર્માણ, સમારકામ અને રિસાયક્લિંગ નીતિ 2025' ઘડી છે, જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નીતિના સંદર્ભમાં નીચેનાં વિદ્યાનો ધ્યાનમાં લો :
1 મહારાષ્ટ્ર ભારતની જહાજનિર્માણ ક્ષમતાના 11% અને ઉત્પાદનના 21% હિસ્સો ધરાવે છે.
2. આ નીતિનો અમલ અને દેખરેખ મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) દ્વારા કરવામાં આવશે.
૩. આ નીતિનું એક લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં ₹ 6,600 કરોડનું રોકાણ અને 40,000 નોકરીઓનું સર્જન કરવાનું છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાયાં છે ?
34) નીચેનામાથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. પહલગામ આતંકી હુમલાની જવાબદારી આતંકી જૂથ ધ રેઝિસ્ટન્સ 82 (TRF)એ લીધી છે.
2. TRE લશ્કર-એ-તૈયબાની વર્ષ 2020માં સ્થાપિત શાખા છે.
3. વર્ષ 2023માં ભારત સરકારે અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1967 અંતર્ગત TRFને આતંકી સંગઠન થોષિત કર્યું હતું.
35) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતમાં સૌથી વધુ 79 GI ટેગ સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે.
2. 69 GI ટેગ સાથે તમિલનાડુ બીજા સ્થાને છે.
38) "લાર્જ લેગ્વેજ મોડેલ (LLM)" સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. LLM એ અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (A) સિસ્ટમ છે.
2. તેની રચના મનુષ્યની ભાષાને સમજવા, જનરેટ કરવા અને તેને પ્રતિક્રિયા આપવા માટે થઈ છે.
3. ભારત સરકારે ઇન્ડિયા AI મિશન હેઠળ ભારતના સૌપ્રથમ સ્વદેશી LLMનું નિર્માણ કરવા માટે દિલ્હીમાં આવેલા સ્ટાર્ટઅપ 'સર્વમ’ ' ને પસંદ કર્યું છે.
ઉપરના વિધાનોમાંથી કર્યું/ક્યાં વિધાન/નો સાચું/સાયાં છે ?
42) ફેર ઍન્ડ રિમ્યુનેરેટિવ પ્રાઇઝ (FRP) અંગે નીચેનાં નિવેદનો ધ્યાનમાં લો :
1. કેન્દ્ર સરકાર દ્વારા FRPની જાહેરાત કરવામાં આવે છે અને શુગર મિલો ખેડૂતોને આ કિંમત ચૂકવવા માટે બંધાયેલી છે.
2. શુગરકેન (કન્ટ્રોલ) ઓર્ડર (1966) હેઠળ રાજ્ય સરકારોને શેરડીની FRP નિર્ધારિત કરવાની સત્તા આપવામાં આવી છે.
3. FRP કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇઝિસ (CACP)ની ભલામણો પર આધાર રાખીને નક્કી કરવામાં આવે છે.
ઉપરોક્ત નિવેદનો પૈકી કયાં સાચાં છે ?
45) BIMSTEC વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે બંગાળની ખાડી ક્ષેત્રના 7 દેશોનું ક્ષેત્રીય સંગઠન છે.
2. તેની સ્થાપના વર્ષ 1997માં બેંગકોક ઘોષણાથી થઈ હતી.
3. સ્થાપના સમયે તેનું નામ BIST-EC હતું.
48) કેન્દ્રીય મંત્રીમંડળે ITI અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજના જાહેર કરી છે. આ યોજના સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. આ યોજના ઉદ્યોગ સાથે સંરેખિત સુધારેલા ટ્રેડ્સ (અભ્યાસક્રમો) સાથે હબ ઍન્ડ સ્પોક વ્યવસ્થામાં 1,000 સરકારી ITIનું અપગ્રેડેશન કરવા પર કેન્દ્રિત છે.
2. આ યોજનાનો કુલ ખર્ચ ₹ 60,000 કરોડ છે, જેમાં કેન્દ્રની હિસ્સો ₹ 30,000 કરોડ, રાજ્યનો હિસ્સો ₹ 20,000 કરોડ અને ઉધોગનો હિસ્સો ₹ 10,000 કરોડ છે.
3 આ યોજના કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના છે.
4. કેન્દ્રના હિસ્સા પૈકીની 50% રકમ એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા સમાન ધોરણે સહ-ધિરાણ કરવામાં આવશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિધનો સાચું/સાયાં છે ?
49) આપેલાં વિધાનો પૈકી કર્યું/કયા વિધાન યોગ્ય છે ?
1 સમગ્ર ભારતમાં નેશનલ સુપરકમ્પ્યૂટિંગ મિશન (NSM) અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34 સુપરકમ્પ્યૂટર કાર્યરત કરવામાં આવ્યાં છે.
2. નેશનલ સુપરકમમ્યૂટિંગ મિશન (NSM) હેઠળ ભારત દ્વારા હાઈ પર્ફોર્મન્સ કમ્પ્યૂટિંગ (HPC) સિસ્ટમ્સ વિકસાવવાની યોજના છે.
3. આ મિશન દ્વારા પુણે (મહારાષ્ટ્ર), ખડગપુર (પશ્ચિમ બંગાળ), ચેન્નાઈ (તામિલનાડુ), પલક્કડ (કેરળ) અને ગોવામાં 5 સમર્પિત ટ્રેનિંગ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે.
50) તાજેતરમાં અંદાજ સમિતિ અને જાહેર ઉપક્રમો સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી તે સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. આ બંને નિમણૂંક રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ દ્વારા કરવામાં આવી છે.
2. અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે ડો સંજય જયસ્વાલને નિયુક્ત કરવામાં આવ્યા છે.
૩. બૈજયંત પાંડાને જાહેર ઉપક્રમો સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
4. તેમનો કાર્યકાળ નાણાકીય વર્ષ 2025-26 (1 મે, 2025 થી 30 એપ્રિલ, 2026) સુધીનો રહેશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Comments (0)