ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો
- 31) ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગતનું પૂરું નામ જણાવો. - ધના કેશવ કાકડિયા
- 32) સિદ્ધપુરના બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? - ભગવાન પરશુરામે
- 33) તેરા દરબારગઢ ભીંતચિત્ર ક્યા જિલ્લામાં જોવા મળે છે ? - કચ્છ
- 34) ‘આગગાડી’ કૃતિ કોણે લખેલી છે ? - ચંદ્રવદન મહેતા
- 35) જ્ઞાનવાળી વાવ ક્યા આવેલી છે ? - સિદ્ધપુર
- 36) ચોરવાડ પંથકની કોળણ બહેનો નૃત્યકારોનું નૃત્ય જણાવો. - ટિપ્પણી નૃત્ય
- 37) શબર કન્યા પાર્વતી સ્થાપત્ય ક્યા જોવા મળે ? - શામળાજી
- 38) ભૂંગળ વાઘ સાથે ભજવાતું સંગીતપ્રધાન નાટકને શું કહેવાય ? - ભવાઈ
- 39) ખૂંપાવાળી પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ? - બરડા
- 40) મધુસૂદન ઢાંકી એટલે ? - સ્થાપત્ય
- 41) ‘અબજોના બંધન’ના રચયિતા કોણ છે ? - નૃસિંહ વિભાકર
- 42) સૌરાષ્ટ્રની કણબી/કોળી બહેનો/નૃત્યકારોના રાસને શું નામ આપવામાં આવેલું છે ? - સોળંગા રાસ
- 43) આર્યસુબોધક નાટક મંડળી ક્યા આવેલ છે ? - મોરબી
- 44) ગુજરાતની 700 વર્ષ જુની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા એટલે? - ભવાઈ
- 45) પુસ્તકાલયને લગતી પ્રવૃત્તિઓ માટે વડોદરાના જાણીતા વ્યક્તિનું નામ જણાવો. - અંબુભાઈ પટેલ
- 46) સૌરાષ્ટ્રના નૃત્યકારોનું નૃત્ય ક્યા નામથી જાણીતું છે ? - દાંડીયારાસ
- 47) ઉત્તર ગુજરાતના ઠાકોરો/નૃત્યકારોના નૃત્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? - ઠાગા નૃત્ય
- 48) ‘લલિતાદુઃખદર્શક'ના લેખક કોણ છે ? - રણછોડભાઈ
- 49) ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ? - ગોંડલ
- 50) દેશી નાટક સમાજ સંસ્થા ક્યા આવેલ છે ? - અમદાવાદ
- 51) કલકી સ્થાપત્ય ક્યા આવેલું છે ? - પાટણની રાણીની વાવ
- 52) ગુજરાતની કઈ કળા વિશ્વની અદશ્ય વિરાસતોની યાદીમાં સામેલ છે ? - સંખેડા લાખ વર્ક
- 53) ભમ્મરિયો કૂવાની રચના ક્યા થયેલી છે ? - મહેમદાવાદ
- 54) હોમાઈ વ્યારાવાળાને પ્રથમ શું બનવાનું બહેમાન મળેલું છે ? - મહિલા છબીકલા
- 55) આંટિયાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ? - ઓખા પ્રદેશ
- 56) લક્ષ્મી વિજય નાટક મંડળી ક્યા આવેલી છે ? - સુરત
- 57) યશોધર મહેતાનું યોગદાન ક્ષેત્ર જણાવો. - સાહિત્ય
- 58) ઈંઢોણી આકારની ગોળમટોળ પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ? - મોરબી મચ્છુકાંઠા
- 59) ઉસ્તાદ ફૈયાઝ હુસેનખા ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? - સંગીત
- 60) ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગુજરાતમાંથી ઉદ્ભવેલા ઘણા રાગોથી ગુજરાતે યોગદાન આપેલ છે, તે રાગ જણાવો. - બિલાવલ, સોરઠી, ખંભાયતી
Comments (0)