ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો

  • 61) પોરબંદર ખાતે ક્યા માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? - હરિદ્ધિ માતા
  • 62) ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય ક્યા આવેલું છે ? - મોઢેરા
  • 63) કનુ દેસાઈ એટલે ? - ચિત્રકલા
  • 64) કેરળથી આવીને ગુજરાતમાં જ સ્થિર થયેલા નૃત્યગુરુઓ ભાસ્કર અને રાધા મેનન દ્વારા સ્થાપિત નૃત્ય સંસ્થાનું નામ શું છે? - મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિંગ
  • 65) બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાનક રણુજા ક્યા જિલ્લામાં આવેલ છે ? - રાજકોટ
  • 66) બ્રહ્મા - નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જિલ્લામાં આવેલું છે ? - સુરત
  • 67) ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્રો અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં આવેલું છે ? - ભાવનગર
  • 68) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? - 1951
  • 69) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? - ભીમદેવની રાણી ઉદયમતીએ
  • 70) કઈ જયંતી દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? - અડખે પડખે
  • 71) ક્યા રાજવીના શાસનકાળ દરમિયાન 1914માં વડોદરા ખાતે સૌપ્રથમ સમગ્ર ભારત સંગીત પરિષદ યોજાઈ હતી ? - મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • 72) અમદાવાદ શહેરના વતની અને ભારતના શ્રેષ્ઠ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા ? - પ્રિત્ઝકર એવોર્ડ
  • 73) ગુજરાતમાં ઘંટાકર્ણના મંદિર તરીકે ઓળખાય છે. - મહુડી
  • 74) બોતેર કોઠાની વાવ કચ્છ જિલ્લામાં ક્યા આવેલી છે ? - ભદ્રેશ્વર
  • 75) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ‘કીર્તિમંદિર’ કોણે બંધાવ્યું હતું ? - નાનજીભાઈ કાલીદાસ મહેતા
  • 76) ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ? - આઈ.પી.દેસાઈ
  • 77) મોઢેરા સિવાય ગુજરાતમાં ક્યા સ્થળે સૂર્યમંદિર આવેલું છે ? - કોટાય
  • 78) એન્ટન ચેખોવની મૂળ વર્તા ‘The bet’નો ડૉ.૨મેશ ઓઝાએ ક્યા નામે અનુવાદ કર્યો છે ? - શરત
  • 79) ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્વના ત્રણ પ્રકારો આપ્યા છે. સાત્વિક, રાજસ અને… - તામસ
  • 80) ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે ? - વલ્લભ મેવાડા
  • 81) 12મી ફેબ્રુઆરી 1977માં ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા ? - વિપુલ કલ્યાણી
  • 82) દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભમેળો ક્યા ભરાય છે ? - ભાડભૂત (ભરૂચ)
  • 83) ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગતનું વતન જણાવો. - ધોળા જંક્શન
  • 84) ઉત્તરાર્ધ મહોત્સવ ક્યા ઉજવાય છે ? - મોઢેરા
  • 85) ઘેરીયા ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ? - સુરત (દુબળા)
  • 86) ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વ ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું ? - 2004
  • 87) નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકારો છે ? - વાવના પ્રકાર
  • 88) મોઢેરા ખાતેના સૂર્યમંદિરને...... છે. - સંધારા આયોજન
  • 89) સોલંકી યુગના મંદિર સ્થાપત્યના એલીવેશન (દેખાવ/મોરો) કેટલા આડા વિભાગોમાં વહેચાયેલું છે ? - ત્રણ વિભાગો
  • 90) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ? - તારંગા

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up