ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો

  • 151) શાંતનુ રાજાના પુત્રો ચિત્રવીર અને વિચિત્ર વીરના નામ પરથી પડેલો મેળો ચિત્ર વિચિત્રનો મેળો ક્યા ગામે યોજાય છે ? - ગુણભાખરી (સાબરકાંઠા)
  • 152) સ્ત્રીઓ ઘાઘરા તરીકે વસ્રને વીંટાળીને પહેરે તેને ક્યું કામ કહેવાય ? - ટાંગળીયા
  • 153) જયકુમારી વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણયકથા નાટક....... ..એ લખ્યું છે. - રણછોડભાઈ ઉદયરામ દવે
  • 154) નેમિનાથ મંદિર, મલ્લિનાથ જૈન મંદિર, સંપ્રતિ રાજાનું મંદિર ક્યા પર્વત ઉપર આવેલા છે ? - ગિરનાર
  • 155) ગુજરાતની હવેલીઓ પર......... સ્થાપત્ય શૈલીની અસર છે. - નીઓ ગોથિક
  • 156) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી અંગ્રેજી નાટક.....થી પ્રેરિત છે. - પિગ્મેલિઅન
  • 157) ગુજરાતી રંગભૂમિનું ગીત ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જીવી જાણે છે'ના ગીતકાર - પ્રભુલાલ દ્વિવેદી
  • 158) .......કપિલા, સરસ્વતી અને હિરણ નદીના સંગમ ઉપર આવેલું છે. - ભાલકા
  • 159) દુબળા લોકો ઢીંગલા બનાવી પોતાનો.. ... તહેવાર ઉજવે છે. - દિવાસો
  • 160) મહાદેવભાઈ અને નારાયણભાઈ દેસાઈ એમ પિતા પુત્રની જોડીને ક્યો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે ? - દિલ્હી (રાષ્ટ્રીય)
  • 161) પ્રસિદ્ધ ફિલ્મ સંગીતકાર જયકિશનનો જન્મ ગુજરાતના ....માં થયો હતો. - વાંસદા
  • 162) હૃદયકુંજ શું છે ? - ગાંધી આશ્રમમાં આવેલું સ્થળ (ગાંધીજીનું નિવાસસ્થાન)
  • 163) કચ્છી ભાષા કઈ બે ભાષાઓનું મિશ્રણ છે ? - સિંધી અને ગુજરાતી
  • 164) ગુજરાતની પ્રથમ નાટ્ય મંડળી પારસી નાટક મંડળીની સ્થાપના એ કરી હતી. - ફરામજી ગુસ્તાદજી દલાલ
  • 165) સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં, ... માં આવેલું છે. - ધ્રાસનવેલ
  • 166) સાર્થ ગુજરાતી જોડણીકોશ....... દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. - ગૂજરાત વિદ્યાપીઠ
  • 167) ગુજરાતી ભાષા ક્યા જૂથની છે ? - ઈન્ડો-આર્યન જૂથ
  • 168) ભારતની વસતી ગણતરી-2011 પ્રમાણે બોલાતી ભાષાઓમાં ગુજરાતી બોલનારા ક્યા ક્રમે છે ? - છઠ્ઠા
  • 169) વસ્તુપાલ અને તેજપાલ આબુ પર બંધાવેલ લુણવસહિનો સ્થપતિ કોણ હતો ? - શોભનદેવ
  • 170) ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ક્યા સ્થળે ઉજવવામાં આવે છે? - વડનગર
  • 171) એવર લાસ્ટીંગ ફ્લેમ ક્યા લોકોની સંસ્કૃતિના જતન માટેનો પ્રોજેક્ટ છે ? - પારસી
  • 172) ગધેડાની લે-વેચનો પ્રસિદ્ધ મેળો ગુજરાતના ક્યા ભરાય છે ? - વૌઠા
  • 173) ખંભાલીડા-ઢાંકની ગુફાઓ ક્યા આવેલી છે ? - રાજકોટ
  • 174) કચ્છનું ભદ્રેશ્વર ક્યા ધર્મનું તીર્થધામ છે ? - જૈન
  • 175) ખીરસરા પેલેસ ક્યા આવેલો છે ? - રાજકોટ
  • 176) કચ્છના માંડવી ખાતે ક્યો પેલેસ આવેલો છે ? - વિજય વિલાસ પેલેસ
  • 177) સોનગઢ કિલ્લાનું નિર્માણ ક્યા શાસક દ્વારા કરવામાં આવ્યું હતું ? - પિલાજીરાવ ગાયકવાડ
  • 178) ગુજરાતના ક્યા પ્રખ્યાત કિલ્લાના ચાર પ્રવેશદ્વાર છે ? - ડભોઈનો કિલ્લો
  • 179) ડભોઈના કિલાના ઉત્તરી દ્વાર ક્યા દ્વાર તરીકે ઓળખાય છે ? - ચાંપાનેર દ્વાર
  • 180) ઉસ્તાદ મૌલાના બન્ને વડોદરામાં સંગીત શિક્ષણ સંસ્થાની શરૂઆત કરી હતી, જે આગળ જતા કોની સહાયથી વડોદરાનું સંગીત મહાવિદ્યાલય બન્યું ? - મહારાજા સયાજીરાવ ગાયકવાડ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up