ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો
- 181) હલ્લીસાકા નૃત્ય પરંપરા ગુજરાતનું મૂળ સ્રોત છે. આ નૃત્ય શૈલીનો ઉલ્લેખ ક્યા પ્રાચીન ગ્રંથમાં પ્રસ્તુત કરાયો છે ? - હરિવંશ પુરાણ
- 182) ગુજરાતની સાહિત્ય પરંપરા મોટાભાગે શેની સાથે જોડાયેલી છે? - ભક્તિ આંદોલન
- 183) લોકકથાકાર દરબાર પુજાવાળાનું જન્મસ્થળ જણાવો. - સાંણથલી
- 184) પાટણના પટોળાએ કઈ કલાનો બેનમૂન નમૂનો છે ? - હાથવણાટની કલા
- 185) ક્યું શહેર પ્રાચીન સમયમાં ‘બારીગાઝા’ તરીકે ઓળખાતું હતું? - ભરૂચ
- 186) મુસ્લિમ બિરાદરો દ્વારા દરરોજ પઢવામાં આવતી પાંચ નમાજ પૈકી ઈશાની નમાજ એટલે ? - રાત્રીની નમાજ
- 187) ‘ખભાથી પગ સુધીનો આભો' આ પહેરવેશ ગુજરાતની કઈ લોકજાતીની મહિલાઓનો પહેરવેશ છે ? - કચ્છમાં વસતી જતાણીઓ
- 188) ગુજરાત સરકાર દ્વારા ‘તાનારીરી' સંગીત મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે ? - શિયાળામાં
- 189) ‘ઊર્મિ નવરચના’ શું છે? - સામયિક
- 190) ગામચોરે કાંસાની થાળી વગાડીને લોકોને ભેગા કરનારને શું કહે છે? - ચૂંદડિયા બ્રાહ્મણ
- 191) લાઠીના લોકચિત્રકાર છે. - કુમાર મંગળસિંહ
- 192) ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યા આવેલું છે ? - કડિયા ડુંગર
- 193) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? - સજ્જનમંત્રી
- 194) ‘બાવન ધ્વજ મંદિર’ ક્યા આવેલું છે ? - સરોત્રા
- 195) ક્ષત્રપકાલીન ઈંટો ક્યા કિલ્લાના પાયામાંથી મળી હતી ? - વડનગર
- 196) ચોઘડિયા શું છે ? - નગારાનો પ્રકાર
- 197) વેદકાળમાં શિકાર છોડી ઘેટા - બકરાં ઉછેરનાર વર્ગ ક્યા નામે ઓળખાતો ? - ગાડરી
- 198) સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના શિલ્પીકોણ છે ? - રામ વિ. સુતાર
- 199) પરંપરાગત વ્યવસાય મુજબ ‘ગારુડી’ એટલે શું ? - મદારી
- 200) પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ ક્યા કલાક્ષેત્રે છે ? - રંગભૂમિ
- 201) ક્યું કચ્છમાં બ્લોક પ્રિન્ટનું કેન્દ્ર ગણાય છે ? - અજરખપુર
- 202) ‘ઠાકર્યાચાળો’ શેનો પ્રકાર છે ? - ડાંગી નૃત્ય
- 203) ક્યા સમુદાયમાં લગ્ન પ્રસંગે કેટલાક પંથકમાં ‘ગોદડીનો ઝઘડો’ કરવામાં આવે છે ? - દેવીપૂજક
- 204) ગુજરાતની લોકસંસ્કૃતિમાં.....……ને દરિયાઈ દેવી વહાણવટી દેવી તરીકે માનવામાં આવે છે. - શિકોતરી માતા
- 205) “વિશ્વકોશ’ સંસ્થાનું કયું સંપર્કપત્ર દર મહિને નિયમિત પ્રગટ થાય છે ? - વિશ્વવિહાર
- 206) વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં રાણકી વાવનો સમાવેશ ક્યા વર્ષે થયો હતો ? - 2014
- 207) ............એ સામાજીક પ્રશ્નોને વ્યંગાત્મક રીતે રજૂ કરે છે. - ભવાઈ
- 208) કયા ક્ષેત્ર સાથે ‘મુક્તાબહેન ડગલી’ સંકળાયેલા છે ? - સમાજ સેવા
- 209) મોંઘીબાની સમાધિ ક્યા આવેલી છે ? - શિહોર (જિ.ભાવનગર)
- 210) ત્રિનેત્રેશ્વરનું મંદિર ના રાજા કરણસિંહજી દ્વારા મંદિરની સ્થાપત્ય સુંદરતામાં ફેરફાર વિના તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. - લખતર
Comments (0)