ભારતનું બંધારણ
- 31) ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હશે અને બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી, આ અનુચ્છેદ... - અનુચ્છેદ-64
- 32) બંધારણના ક્યા સુધારાથી સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ અનુસાર પગલા લેવાનું ફરજિયાત બન્યું ? - 42મો સુધારો
- 33) શ્રી રામનાથ કોવિંદ એ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે ? - 14મા
- 34) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? - રૂ. 20,000 કરોડ
- 35) અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? - આર્ટિકલ - 28
- 36) વહીવટી સુધારા પંચની નિમણૂક ક્યારે કરવામાં આવી ? - 1966
- 37) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? - સંસદને
- 38) ક્યા બંધારણીય સુધાર અંતર્ગત અનુચ્છેદ 54મા ઉલ્લેખીત ‘રાજ્યો’ શબ્દને પુનઃ વ્યાખ્યાયિત કરી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન ક્ષેત્રને વિસ્તારવામાં આવ્યું ? - બંધારણ (70મો = સુધારો) અધિનિયમ, 1992
- 39) સુપ્રીમ કોર્ટની દિલ્હી અથવા રાષ્ટ્રપતિની મંજૂરીથી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે સ્થળે નક્કી કરે તે સ્થળે બેઠક થઈ શકશે. - અનુચ્છેદ-130
- 40) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? - કાયદો કહેવાય
- 41) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિ કલમાં કરવામાં આવેલ છે ? - આર્ટિકલ - 24
- 42) ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિષયનો સમાવેશ .... કરવામાં આવ્યો છે. - સમવર્તી યાદી
- 43) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં કોણ સભ્યોની નિમણૂક કરી શકે ? - રાષ્ટ્રપતિ
- 44) કઈ સંસ્થાએ ‘ક્રિમીલેયર’નો ખ્યાલ આપ્યો ? - ભારતની સર્વોચ્ચ અદાલત
- 45) યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય ? - અધિકાર પૃચ્છા
- 46) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? - જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
- 47) મત વિસ્તારોનું હાલનું સિમાંકન 2001ની વસતી ગણતરીના આધારે છે, મત વિસ્તારોના હવે પછીના સિમાંકનની રચના ક્યા આધારે કરવામાં આવશે ? - 2026 પછીની પ્રથમ વસતી ગણતરી
- 48) અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદી જાહેર કરવાની સત્તા કોની પાસે છે ? - રાષ્ટ્રપતિ
- 49) ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન... - પોતાને લોકો દ્વારા આપવામાં આવે
- 50) અન્ય ધર્મ અંગિકાર કરે તે અનુસૂચિત જાતિનો દરજ્જો જાળવી શકે નહીં - આ વિધાન ? - સાચું છે.
- 51) ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક ...કાર્ય કરે છે. - ફક્ત ઓડિટ
- 52) ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચે વિવાદ સુપ્રીમ પોર્ટના ક્યા અધિકાર ક્ષેત્રમાં આવે છે ? - મૂળભૂત અધિકાર ક્ષેત્ર
- 53) ચૂંટણીઓની દેખરેખ, દોરવણી અને નિયંત્રણની જવાબદારી ચૂંટણી આયોગની બાબતની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ? - અનુચ્છેદ-324
- 54) કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ ક્યો છે ? - અમૂક મૂળભૂત સુવિધાઓ સુધારી શકાતી નથી.
- 55) નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં ક્યા વ્યક્તિનો સમાવેશ થાય છે ? - તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો
- 56) રાજ્યપાલના મળતો અને ભથ્થા શેમાંથી ઉધારવામાં આવશે ? - જે તે રાજ્યના એકત્રિત ફંડમાંથી
- 57) ગુજરાત પંચાયત ધારો ગોચર પરનુંદબાણ હટાવવા ઉપયોગી થાય, આ વિધાન ? - સત્ય છે.
- 58) સશસ્ત્ર દળોનો વહીવટ અને કામગીરીને લગતું નિયંત્રણ...દ્વારા થાય છે. - રક્ષા મંત્રાલય
- 59) રાજ્ય સેવા આયોગના સભ્યની મુદ્દતની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ? - અનુચ્છેદ-316
- 60) સંસદમાં નાણાં વિધેયક માત્ર ક્યા રજૂ કરી શકાય ? - લોકસભા
Comments (0)