સામાન્ય વિજ્ઞાન
- 541) બી.સી.જી. ની રસી ક્યા માર્ગ અપાય છે ? - ચામડીની નીચે
- 542) ડી.ડી.ટી.નું પૂરું નામ જણાવો. - ડાયક્લોરો ડાયફિનાઈલ ટ્રાય ક્લોરો ઈથેન
- 543) રાત્રે બ્લડ ટેસ્ટ ક્યા રોગ માટે કરવામાં આવે છે ? - હાથીપગા
- 544) પાણી શુદ્ધિકરણ માટે ક્યો પાઉડર વપરાય છે ? - ટી.સી.એલ.
- 545) પીવાના પાણીના એક માટલામાં 0.5 મીલી ક્લોરીનની કેટલી ગોળી નખાય છે ? - એક
- 546) WBCનું પૂરું નામ જણાવો. - white Blood Cell
- 547) ચિકનગુનિયા શેનાથી ફેલાય છે ? - એડીસ મચ્છરથી
- 548) પેનિસિલિનની શોધ કોણે કરી હતી ? - ફ્લેમિંગ
- 549) સ્ત્રીનું હિમોગ્લોબીન કેટલું હોવું જોઈએ ? - 0.125
- 550) હૃદયના ક્યા ભાગમાં શુદ્ધ લોહી વહે છે ? - ડાબા ક્ષેપક અને ડાબા કર્ણકમાં
- 551) TVનું રિમોટ કન્ટ્રોલ ક્યા તરંગોથી ચાલે છે ? - ઈન્ફ્રારેડ તરંગો
- 552) સિફિલિસ જાતિય સંક્રમણ રોગ છે, જે. .થી થાય છે. - બેક્ટેરિયા
- 553) બોક્સાઈટમાંથી એલ્યુમિનિયમ નિષ્કર્ષણ કરવાની પ્રક્રિયાને કહેવાય છે. - ઈલેક્ટ્રોલાયસીસ
- 554) ચેતાતંત્રનું કાર્ય શું છે ? - ઉમ્મવેગ મગજ તરફ અને મગજમાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવા
- 555) એરણ અને હથોડી નામના નાના હાડકા ક્યા આવેલા છે ? - મધ્ય કર્ણ
- 556) થાઈરોઈડ ગ્રંથિના વધુ સ્રાવથી કઈ બિમારી થઈ શકે છે ? - ગોઈટર
- 557) કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાકને સરળ સ્વરૂપમાં પરિવર્તિત કરાય છે? - પાચનક્રિયા
- 558) વિપુલ માત્રામાં પાણીનું શુદ્ધિકરણ કરવા માટે ક્લોરિનના ક્યા રૂપનો ઉપયોગ થાય છે ? - ક્લોરીન ગેસ
- 559) લોહ તત્ત્વની ઉણપથી ક્યો રોગથાય છે ? - એનિમિયા
- 560) પાણીમાં ક્લોરીનની હાજરી તપાસવા વપરાતું સાધન ક્યું છે ? - ક્લોરોસ્કોપ
- 561) પાણીને જંતુમુક્ત કરવાની સૌથી સરળ અને હાથવગી પદ્ધતિ કે કઈ છે ? - ઉકાળવું
- 562) ‘ઓરી’ શેનાથી થતો રોગ છે ? - વાઈરસ
- 563) તંદુરસ્ત વ્યક્તિ એક મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ લે છે ? - 16થી 18
- 564) મેલેરિયા રોગની દવા ‘ક્વિનાઈન’ છોડના ક્યા ભાગમાંથી બનાવવામાં આવે છે ? - થડની છાલમાંથી (Stem Bark)
- 565) સૂર્યના વાતાવરણના બાહ્યત્તમ ભાગને શું કહેવાય છે ? - કોરોના
- 566) વૈજ્ઞાનિકોના સંશોધનના આધારે માનવ શરીરના ક્યા ટીશ્યું કે અવયવ દ્વારા કેન્સરના પ્રસારને સમજી શકાય છે? - ઈન્ટર સ્ટેટીયમ
- 567) ક્યો પદાર્થ કુદરતી પોલીમર છે ? - સેલ્યુલોઝ
- 568) સ્કબર્સથી ક્યા પ્રકારનો વાયુ દૂર કરી શકાય છે ? - સલ્ફર ડાયોક્સાઈડ
- 569) કોઈપણ કાર્બનિક સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા શેના કારણે હોય છે ? - ક્રિયાશીલ સમૂહ
- 570) કઈ ધાતુ ટીપી શકાય છે, પરંતુ તેમાં તણાઉપણાનો ગુણધર્મ ખાસ નથી ? - લેડ
Comments (0)