જૂન 2025
103) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2025 માટેના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'યોગ ફોર વન અર્થ, વન હેલ્થ' ઘોષિત કરવામાં આવી છે.
2. વર્ષ 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું કામ મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ યોગને સોંપવામાં આવ્યું છે.
3. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2016ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
105) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. DRDOએ આંધ્ર પ્રદેશના 'કુર્નૂલ જિલ્લામાં વિહિકલ માઉન્ટેડ MK-II( લેસર - ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)ની જમીની આવૃત્તિનું પરીક્ષણ કર્યું,
2. સ્ટારવૉર્સ જેવી DEW સિસ્ટમ ધરાવતો ભારત વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો છે.
107) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ગુજરાત પોલીસે ડ્રોન આધારિત સર્વેલન્સ મારફત ગુનાઈત બનાવો દરમિયાન પોલીસ પ્રતિભાવ સમય વધારવા માટે GP-DRASTI પ્રોજેક્ટ લૉન્ચ કર્યો.
2. GP-DRASTIનું પૂરું નામ ગુજરાત પોલીસ - ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઈન્ટરવેન્શન છે.
108) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારત સરકારે ચંદ્રયાન-5/લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન (LUPEX) મિશનને મંજૂરી આપી.
2. ભારત 2040 સુધી ચંદ્ર પર સમાનવ લેન્ડિંગ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
109) નીચેનામાંથી સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના વિષે યોગ્ય વિધાન/વિધાનો જણાવો.
1. ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા આ યોજના 5 એપ્રિલ, 2016ના રોજ લૉન્ચ કરાઈ હતી.
2. યોજનાનું અમલીકરણ નાણાં મંત્રાલય અંતર્ગતના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીઝ દ્વારા કરવામાં આવે છે.
3. લખનઉ સ્થિત સ્મૉલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) આ યોજના માટે નોડલ એજન્સી છે.
111) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતીય આધ્યાત્મિક અને માનવતાવાદી લીડર મધુસૂદન સાઈને ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' એનાયત કરાવું.
2. મધુસૂદન સાઈને આ પુરસ્કાર તેમની શ્રીસત્ય સાઈ સંજીવની ચિલ્ડ્રન હોસ્પિટલના માધ્યમથી સ્વાસ્થ્યસંભાળ અને સમાજ કલ્યાણમાં તેમના યોગદાન બદલ અપાયો છે.
114) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. યુનિવર્સિટી ઓફ જમ્મુને ફંડામેન્ટલ ફિઝિક્સમાં બ્રેકથ્રુ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું.
2. બેક્યુ પુરસ્કારને 'વિજ્ઞાનના ઓસ્કાર' તરીકે ઓળખવામાં આવે છે.
119) નીચેનામાંથી ઉપરોક્તમાંથી સાચું/સાચા વિધાન/વિધાનો જણાવો.
1. તાજેતરમાં ઈસરોના પૂર્વ વડા કે. કસ્તુરીરંગનનું બેંગલુરુ ખાતે નિધન.
2. ડૉ.કસ્તુરીરંગનનો જન્મ કેરળના અર્નાકુલમમાં થયો હતો.3. તેઓ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020ની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા.
121) નીચેનામાંથી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં નવી દિલ્હી ખાતે હિંદી સાહિત્યકારો માટે કલમ અને કવચ કાર્યક્રમ યોજાયો હતો.
2. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વર્ષ 2025ને 'યર ઓફ રિફોર્મ્સ' ઘોષિત કર્યું હતું.
125) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. શહતુત રેશમના મુખ્ય ઉત્પાદક રાજ્યો : કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળ.
2. બિનશહતૂત રેશમના મુખ્ય ઉત્પાદક રાજ્યો : ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યો.
127) નીચેનામાંથી ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં બ્રાઝિલના ફોજ ડૂ ઈગુઆકુમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025 યોજાયો હતો.
2. વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ભારતે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા.
3. વર્લ્ડ બોક્સિંગ કપ 2025ની મેડલ ટેલીમાં ભારત બીજા સ્થાને રહ્યું હતું.
128) ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પંબન વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેણે 110 વર્ષ જૂના બ્રિટિશ યુગના પંબન પુલનું સ્થાન લીધું.
2. આ નવા પુલની લંબાઈ 2.07 km છે.
3. આ નવા પુલનું નિર્માણ રેલ મંત્રાલય અંતર્ગતની જાહેર ક્ષેત્રની કંપની રેલ વિકાસ નિગમ લિ. (RVNL), નવી દિલ્હીએ કર્યું છે.
133) તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્લોબલ સાઉથ અંગે સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે અમેરિકી વિદ્વાન કાર્લ ઓગ્લેસબી દ્વારા વર્ષ 1969માં રચાયેલો શબ્દ છે.
2. ગ્લોબલ સાઉથમાં બ્રાન્ટ રેખાથી અલગ કરાયેલા લેટિન અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓશિનિયાના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
૩. ગ્લોબલ સાઉથમાં ઈઝરાયેલ, જાપાન, દક્ષિણ કોરિયા (એશિયન દેશો) અને ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ (ઓશિનિયા દેશો)નો સમાવેશ થતો નથી.
137) 'સાગરમાલા' કાર્યક્રમના સ્તંભોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
1. બંદર આધારિત ઔદ્યોગિકીકરણ
2. તટીય સામુદાયિક વિકાસ
3. બંદરોનું આધુનિકીકરણ
4. તટીય શિપિંગ અને IWT
5. બંદર સંયોજકતા
138) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. પંચાયતી રાજ મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23 માટે પહેલીવાર પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ (PAI) બેઝલાઈન રિપોર્ટ લૉન્ચ કર્યો.
2. 346 ફ્રન્ટ રનર ગ્રામ પંચાયતો સાથે ગુજરાતે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે.
3. PAI આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નેશનલ ઈન્ડિકેટર ફ્રેમવર્ક (NIF)ને અનુરૂપ છે.
139) તાજેતરમાં નિધન પામેલા કથક ગુરુ કુમુદિની લાખિયા અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કથક નૃત્યના ગુરુ કુમુદિની (કુમીબેન) લાખિયાનો જન્મ 1930માં અમદાવાદમાં થયો હતો.
2. તેમણે અમદાવાદ ખાતે કદંબ સેન્ટર ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી.
3. તેમને ભારત સરકારે પદ્મશ્રી (1987), પદ્મભૂષણ (2010) અને પદ્મ વિભૂષણ (2025)થી અલંકૃત કર્યા હતા.
140) નીચીનામાથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. DRDOએ Su-30 MKI ફાઈટર વિમાન પરથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ (LRG ગૌરવનું પરીક્ષણ કર્યું હતું.
2. LRGE ગૌરવ 1000 kg ક્લાસનો બોમ્બ છે.
3. LRGB ગૌરવની રેન્જ 30 Km થી 100 km.
142) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.
1. PM નરેન્દ્ર મોદીએ હરિયાણાના યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ ખાતે ત્રીજા થર્મલ પાવર એકમનું ઉદ્દઘાટન કર્યું.
2. આ એકમની સ્થાપના હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિ. (HPGCL)એ કરી છે.
144) તાજેતરમાં કેંદ્રીય મંત્રી સી.આર. પાટીલે જળ સંસાધન પહોંચ અને પારદર્શકતામાં સુધારા માટે કઈ પહેલ લૉન્ચ કરી ?
1. રિઝર્વોયર સ્ટોરેજ મોનિટરિંગ સિસ્ટમ (RSMS) પોર્ટલ.
2. જળ સંસાધન ગણતરી એપ્લિકેશન અને પોર્ટલ.
149) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની નિમણૂક કરવામાં આવી.
2. ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીએ રિતુરાજ અવસ્થીનું સ્થાન લીધું છે.
3. 23મા કાયદા પંચના કાયમી સભ્ય તરીકે વકીલ હિતેશ જૈન અને પ્રો.ડી.પી. વર્માની નિમણૂક કરાઈ.
Comments (0)