21 થી 25 નવેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
4) 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2025 સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. અમદાવાદના કાંકરિયા લેક સ્થિત EKA એરેના ખાતે ગુજરાત ટૂરિઝમના સહયોગથી 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
2. લાપતા લેડીજ ફિલ્મને સૌથી વધુ 13 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
6) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાની પસંદ કરો.
1. શહેરી કચરો વ્યવસ્થાપન માર્ગદર્શન માટે સ્વચ્છ શહેર જોડી' પહેલ લોન્ચ કરવામાં આવી.
2. આ પહેલ શહેરી કચરો વ્યવસ્થાપન ક્ષેત્રમાં સૌથી મોટો ટાઇમ-બાઉન્ડ અને માળખાકીય માર્ગદર્શન ફ્રેમવર્ક છે.
7) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશમાં પેમેન્ટ સિસ્ટમની દેખરેખ વધારવા માટે 6 સભ્યોની પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડ (PRB)ની રચના કરી છે.
2. તે RBIના સેન્ટ્રલ બોર્ડની સમિતિ ' બોર્ડ ફોર રેગ્યુલેશન એન્ડ સુપરવિઝન ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (BPSS)'નું સ્થાન લેશે.
૩. PRB બોર્ડ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007માંથી સત્તા મેળવે છે.
8) નીચે આપેલાં વિધાન/વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1 તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના 5 દરિયાકિનારાઓ શ્રીવર્ધન (રાયગઢ), નાગાંવ (રાયગઢ), પારનાકા (પાલઘર); ગુહાગર (રત્નાગિરી) અને લાડઘર (રત્નાગિરી)ને આંતરરાષ્ટ્રીય બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે.
2. બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન ડેનમાર્કમાં સ્થિત ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા એનાયત કરવામાં આવે છે.
10) નોબેલ પુરસ્કાર 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2025ના ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિકલ સાયન્સ/ફિઝિયોલોજી, સાહિત્ય, શાંતિ, અર્થશાસ્ત્ર (ઇકોનોમિક સાયન્સ) એમ કુલ 6 ક્ષેત્રમાં કુલ 14 વિજેતાઓને નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા.
2. શાંતિ માટે મારિયા કોરિના મચાડો (વેનેઝુએલા) વિજેતા.
3. સાહિત્ય માટે લાસ્ઝલો ક્રાસ્નાહોર્કાઇન (હંગરી) વિજેતા.
12) IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કૉંગ્રેસ 2025 બાબતે યોગ્ય વિદ્યાનો પસંદ કરો.
1. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વર્લ્ડ કન્ઝર્વેશન કૉંગ્રેસ 2025 સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટર (ADNEC) ખાતે યોજાઈ હતી.
2. કાઝીરંગાના ડિરેક્ટર સોનાલી ઘોષ IUCNનો કેન્ટન આર. મિલર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા.
3. 2025ના કૉંગ્રેસ માટેની થીમ "Powering Transformative Conservation" હતી.
15) પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના (PMDDKY) સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY) હેઠળ 100 મહત્ત્વાકાંક્ષી કૃષિ જિલ્લાઓ વિકસાવવાની જાહેરાત કરી છે, જેમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ 12 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
2. આ યોજના હેઠળ ગુજરાતના કુલ 4 જિલ્લાઓ (કચ્છ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર)ની પસંદગી કરવામાં આવી છે.
17) MONDIACULT કોન્ફરન્સ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. MONDIACULT એ વિશ્વની સૌથી મોટી સાંસ્કૃતિક નીતિ પરિષદ છે.
2. આ કોન્ફરન્સનું આયોજન યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) અને સ્પેન સરકાર દ્વારા સ્પેનના બાર્સેલોના શહેર ખાતે કરવામાં આવ્યું હતું.
૩. આ કોન્ફરન્સ દરમિયાન UNESCOએ ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓનું વિશ્વનું પ્રથમ વર્ચ્યુઅલ મ્યુઝિયમ લોન્ચ કર્યું છે.
Comments (0)