ગાંધીજીનાં તથ્યો

  • 31) ગાંધીજીએ સૌપ્રથમ ઊંટની સવારી કરી હતી. - ધોરાજીથી પોરબંદર વચ્ચે.
  • 32) ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી? - લેલી સાહેબ
  • 33) ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી? - બેચરજી સ્વામી
  • 34) ગાંધીજીએ રાજકોટથી મુંબઈની પહેલી મુસાફરી ક્યારે કરી હતી? - જ્યારે તેઓ વિદેશ ભણવા જઈ રહ્યા હતા
  • 35) ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા? - ૪ સપ્ટેમ્બર, ૧૮૮૮
  • 36) ગાંધીજી વિદેશ અભ્યાસ માટે સ્ટીમરમાં કોની સાથે ગયા હતા? - ત્રંબકરાય મજુમદાર (જૂનાગઢના વકીલ હતા)
  • 37) ગાંધીજી પાસે ઇંગ્લેન્ડમાં ક્યાં ચાર વ્યક્તિઓને મળવાના ભલામણના કાગળો હતા? - દાક્ટર પ્રાણજીવન મહેતા, દલપતરામ શુક્લ, પ્રિન્સ રણજિતસિંહજી, દાદાભાઈ નવરોજી
  • 38) ગાંધીજી ઈંગ્લેન્ડ પહોંચતા જ કઈ હોટલમાં રોકાયા હતા? - વિક્ટોરિયા હોટેલ (હોટેલનું બિલ ત્રણ પાઉન્ડ આવ્યું હતું)
  • 39) ગાંધીજીને ઇંગ્લેન્ડમાં ભાડેથી રહેવા માટે ઘર કોણે શોધી આપ્યું હતું? - દલપતરામ શુક્લ
  • 40) ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીધું હતુ? - સોલ્ટનું 'અન્નાહારની હિમાયત’
  • 41) ગાંધીજીએ અન્નાહાર ઉપરના અન્ય ક્યાં પુસ્તકો વાંચ્યા હતા? - હાવર્ડ વિલિયમ્સનું 'આહારનીતિ, ડો. મિસિસ એના કિંગ્સફર્ડનું 'ઉત્તમ આહારની રીત’
  • 42) ગાંધીજીએ ઈંગ્લેન્ડમાં શું શીખવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા? - ડાન્સ શીખવાના, વાયોલીન વગાડતા શીખવાના, ભાષણ આપતા શીખવાના
  • 43) ગાંધીજીએ ઈંગ્લેન્ડમાં દર મહિને કેટલો ખર્ચ કરવાનું નિર્ધારિત કર્યું હતું? - પંદર પાઉન્ડ
  • 44) ગાંધીજી વિલાયતમાં જે વિસ્તારમાં રહેતા હતા, ત્યાં તેમણે અન્નાહારી મંડળીની રચના કરી હતી, આ મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી કોણ હતા? - પ્રમુખ – ડો. ઓલ્ડફિલ્ડ, ઉપપ્રમુખ- સર એડવિન આર્નલ્ડ, મંત્રી- ગાંધીજી
  • 45) 'તું મારી સાથે તો ઠીક વાતો કરે છે, પણ સમિતિની બેઠકમાં તો કદી જીભ જ નથી ઉપાડતો, તને નરમાખની ઉપમા ઘટે છે.’ આ વાત કોણે ગાંધીજીને કહી હતી? - ડો. ઓલ્ડફિલ્ડ
  • 46) ગાંધીજીએ કયાં વ્યક્તિની શરમાળ પ્રકૃતિ વિશે વાંચેલું, જેઓએ ઇંગ્લેન્ડની આમસભામાં ભાષણ આપતી વખતે 'હું ધારું છું એમ ત્રણ વાર બોલી ભાષણ અટકાવ્યું હતું? - એડિસન
  • 47) ગાંધીજી તત્વજ્ઞાન માટે ક્યાં ગ્રંથને સર્વોત્તમ ગ્રંથ માનતા હતા? - ભગવદગીતા
  • 48) ભગવદ ગીતાના ક્યાં શ્લોકની ઊંડી અસર ગાંધીજી પર થઈ હતી? - બીજા અધ્યાયના છેલ્લા શ્લોકની
  • 49) ગાંધીજીએ વિલાયતમાં આર્નલ્ડનું કયું પુસ્તક વાંચ્યું હતું? - બુદ્ધચરિત્ર
  • 50) ગાંધીજીએ બ્લેવેટસ્કીનું કયું પુસ્તક વાંચ્યું હતું? - કી ટુ થિયોસોફી
  • 51) 'તને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે આ વાક્ય ગાંધીજીએ ક્યાં વાંચ્યું હતું? - બાઈબલના ‘નવા કરાર માં ઈશુના ગિરિપ્રવચનમાં
  • 52) ગાંધીજીએ ‘કાર્લાઈલ' ના કયા પુસ્તકો વાંચ્યા હતા? - વિભૂતિઓ અને વિભૂતિ પૂજા
  • 53) ગાંધીજીએ નાસ્તિકતા પરનુ કોનું પુસ્તક વાંચ્યું હતું? - બ્રેડલો
  • 54) ગાંધીજી એની બેસન્ટનું કયું ચોપાનીયું વાંચી નાસ્તિકતાવાદ તરફ ઉદાસીન બન્યા હતા? - હું થિયોસોફીસ્ટ કેમ બની?
  • 55) નારાયણ હેમચંદ્રની અમેરિકામાં કયા ગુના બદલ ધરપકડ કરવામાં આવી હતી? - ધોતીયુ- પહેરણ પહેરીને નીકળ્યાના કારણસર ‘અસભ્ય પોશાક પહેર્યાં ના ગુના બદલ ધરપકડ કરવામાં આવી હતી.
  • 56) ગાંધીજીએ કયાં વર્ષે એફીલ ટાવર (પેરીસ) ની મુલાકાત લીધી હતી? - ઈ.સ.1890
  • 57) ગાંધીજીના સમયમાં બેરીસ્ટર માટે કઈ બે પરીક્ષાઓ હતી? - રોમન લો અને ઇંગ્લેન્ડ લો
  • 58) કઈ તારીખે ગાંધીજીએ કાયદાની પરીક્ષાઓ પાસ કરી બેરીસ્ટર કહેવાયા? - 10 જૂન, 1891
  • 59) કેટલા નાણાં ભરી ગાંધીજીએ પોતાનું નામ ઇંગ્લેન્ડની હાઈકોર્ટમાં બેરીસ્ટર તરીકે નોંધાવ્યું? - અઢી શિલિંગ (શિલિંગ એટલે ઇંગ્લેન્ડનું તે સમયનું ચલણી નાણું)
  • 60) કઈ તારીખે ગાંધીજી બૅરિસ્ટર બની ઇંગ્લેન્ડથી હિંદુસ્તાન આવવા રવાના થયા? - 12 જુન, 1891

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up