ગાંધીજીનાં તથ્યો

  • 121) 1902માં ગાંધીજી કોલકત્તાથી રાજકોટ રેલમાં મુસાફરી કરી તેમાં કેટલો ખર્ચ થયો હતો? - ગાડી ભાડા સાથે 31 રૂપિયા
  • 122) ગાંધીજીએ કયા વર્ષે રેલની ત્રીજી વર્ગની મુસાફરી બંધ કરી હતી? - ઈ.સ.1920
  • 123) 1902ના વર્ષમાં કયા મંદિરે ગાંધીજીને ગંદકી અને અવ્યવસ્થાને લઈ ખરાબ અનુભવ થયો હતો? - કાશી વિશ્વનાથ
  • 124) 1902ના વર્ષમાં ગાંધીજીને બેરિસ્ટર તરીકે મુંબઈમાં સ્થિર કરવામાં કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? - કેવળરામ માવજી દવે
  • 125) ગાંધીજીએ કેટલા રૂપિયાની જીવન વીમા પોલિસી કરાવી હતી? - રૂ. દસ હજાર (તે પોલીસી આગળ જતા રદ કરાવી હતી)
  • 126) ગાંધીજીએ ભગવદ ગીતાના કેટલા અધ્યાય સુધીના શ્લોકો પાકા કર્યા હતા? - તેર
  • 127) ગાંધીજી 'ટ્રસ્ટી (વાલીપણા) નો વિશેષ અર્થ કયાંથી સમજ્યા? - ગીતાજીના અભ્યાસથી
  • 128) દક્ષિણ આફ્રિકામાં હિંદી લોકો ગાંધીજીને કયા નામથી બોલાવતા હતા? - ભાઈ.
  • 129) માટીના ઉપચાર કરવા અંગેની પ્રેરણા ગાંધીજીને કયાં પુસ્તકના આધારે મળી હતી? - જુસ્ટનું પુસ્તક રિટર્ન ટુ નેચર.
  • 130) ગાંધીજીએ ખોરાક અંગેના પ્રયોગો અને વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં કયુ પુસ્તક લખ્યું હતું? - આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન
  • 131) ખોરાક અંગેના પ્રયોગો વિશે ગાંધીજીએ 1942માં કયુ પુસ્તક લખ્યું હતું? - આરોગ્યની ચાવી
  • 132) “મનુષ્ય બાળક તરીકે માતાનું દૂધ પીએ છે તે ઉપરાંત બીજા દૂધની આવશ્યકતા નથી. મનુષ્યનો ખોરાક વનપક ફળો, લીલા અને સૂકા, સિવાય બીજો નથી". આ પ્રકારના ખોરાકના વિચારો કોના હતા? - ગાંધીજી
  • 133) ગાંધીજી આત્મકથા લખે તે માટે કોણે પ્રયાસો કર્યા હતા? - સ્વામી આનંદ, જેરામદાસ
  • 134) દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની ઓફિસમાં ટાઈપરાઈટીંગનું કામ કરતી કઈ યુવતીનું કન્યાદાન ગાંધીજીએ કર્યું હતું? - મિસ ડિક
  • 135) ગાંધીજી સાથે દક્ષિણ આફ્રિકાની ઓફિસમાં કામ કરતી કઈ યુવતી વિશે ગોખલેએ કહેલું 'આટલો ત્યાગ, આટલી પવિત્રતા, આટલી નિર્ભયતા અને આટલી કુશળતા મેં થોડામાં જોઈ છે? - મિસ શ્લેશિન
  • 136) દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપીનિયન છાપુ કોણે શરૂ કર્યું હતું? - મદનજીત
  • 137) ઈન્ડિયન ઓપીનિયન છાપુ ક્યાં વર્ષે શરૂ થયું હતું? - ઈ.સ.1904
  • 138) ‘ઈન્ડિયન ઓપીનિયન’ ના તંત્રી કોણ બન્યા હતા? - મનસુખલાલ નાજર
  • 139) ‘ઈન્ડિયન ઓપીનિયન છાપુ કઈ ભાષાઓમાં પ્રકાશિત થતું હતું? - ગુજરાતી, હિંદી, તમિલ, અંગ્રેજી
  • 140) દક્ષિણ આફ્રિકામાં મરકીનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ‘ઈન્ડિયન ઓપિનિયન ની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી? - મિ. વેસ્ટ.
  • 141) ગાંધીજીના મન પર ઊંડી છાપ પાડનાર પુસ્તક 'અન ટુ ધીસ લાસ્ટ ગાંધીજીને કોણે આપ્યું હતું? - પોલાક
  • 142) ક્યાં સ્થળ વચ્ચેની મુસાફરી દરમિયાન ગાંધીજીએ 'અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તક વાંચ્યું હતું? - દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગથી નાતાલ.
  • 143) ફિનિકસ આશ્રમ સ્થાપવા માટે 100 એકર જેટલી જમીન ખરીદવા કેટલા નાણાં ચૂકવવા પડયા હતા? - 1000 પાઉન્ડ
  • 144) ફિનિકસ આશ્રમની સ્થાપના કયા વર્ષે થઈ હતી? - ઈ.સ.1904
  • 145) ગાંધીજીના કયા દીકરાએ પોતાને અક્ષરજ્ઞાન ન આપવા બદલ ગાંધીજી અંગે બળાપો કાઢયો હતો? - હરિલાલ
  • 146) દક્ષિણ આફ્રિકામાં ‘ઝુલ બળવા દરમિયાન ઘવાયેલા લોકોની સારવાર કરવાનું કાર્ય કરતી વખતે ગાંધીજીને કયો મુદતી હોદ્દો આપવામાં આવ્યો હતો? - સારજન્ટ મેજર
  • 147) 'સત્યાગ્રહ' શબ્દની ઉત્પત્તિ થઈ તે પહેલા મગનલાલ ગાંધીએ કયો શબ્દ આપ્યો હતો? - સદાગ્રહ
  • 148) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો મોટાભાગનો ઈતિહાસ કઈ જેલમાં લખ્યો હતો? - પૂનાની યરવડા જેલ
  • 149) ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ શેમાં પ્રગટ કરવામાં આવ્યો હતો? - નવજીવન
  • 150) ગાંધીજીને ઉપવાસમાં, એકટાણામાં તથા ખોરાકના પ્રયોગોમાં સાથે આપનાર વ્યક્તિનું નામ? - હરમાન કેલનબેક

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up