ગાંધીજીનાં તથ્યો
- 61) ગાંધીજીએ કયા બેરીસ્ટર વિશે એવું જાણ્યું હતું કે તેઓ અદાલતોમાં સિંહની જેમ ગર્જના કરે છે? - ફિરોજશા મહેતા
- 62) ગાંધીજી પોતે વકીલાત કઈ રીતે કરી શકશે તે અંગેની મૂંઝવણોને દૂર કરવા કોને મળ્યા હતા? - ક્રેડરિક પિંકટ
- 63) ઇંગ્લેન્ડ અભ્યાસ પૂર્ણ કરી હિંદુસ્તાન પરત ફરેલા ગાંધીજી કયા બંદરે ઊતર્યા હતા? - મુંબઈ બંદર (આસામ સ્ટીમર)
- 64) 'હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે આ રચના કોની છે? - મુક્તાનંદ
- 65) ક્યાં ત્રણ વ્યક્તિઓએ ગાંધીજીના જીવન પર ઊંડી છાપ પાડી હતી? - રાયચંદભાઈ/ રાજચંદ્ર, ટોલસ્ટોય (‘વૈકુંઠ તારા હ્રદયમાં છે’ નામના પુસ્તકથી), રસ્કિન (અનટુ ધિસ લાસ્ટ-સર્વોદય નામના પુસ્તકથી)
- 66) ગાંધીજીએ ઈંગ્લેન્ડથી હિંદુસ્તાન આવી ક્યાં વકીલાત શીખવાનું અને કેસો લેવાનું નક્કી કર્યું? - મુંબઈ
- 67) ગાંધીજીએ મુંબઈમાં પોતાની માટે જે રસોઈયો રાખ્યો હતો તેનું નામ શું હતું? - રવિશંકર
- 68) ગાંધીજી હિંદુસ્તાન પાછાં ફરતા તેના મોટા ભાઈ તેને પવિત્ર કરવા કયા સ્થળે ગંગાસ્નાન માટે લઈ ગયા હતા? - નાશિક
- 69) ગાંધીજીને મુંબઈમાં પ્રથમ કેસ કોનો મળ્યો હતો? - મમીબાઈનો
- 70) ગાંધીજીનો વકીલાતનો વ્યવસાય ન ચાલતો હોવાથી ખાનગી હાઈસ્કૂલમાં કયો વિષય ભણાવવા અરજી કરી હતી? - અંગ્રેજી (ગાંધીજીને નોકરી મળી ન હતી!)
- 71) મુંબઈમાં વકીલાતના વ્યવસાયથી નિરાશ થઈ ગાંધીજીએ ક્યાં સ્થળે જવાનું નક્કી કર્યું હતું? - રાજકોટ
- 72) ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં કેસ લડવા માટે જે પેઢી (કંપની) એ રાખ્યા એ પેઢી કયાંની હતી? - પોરબંદર
- 73) પોરબંદરની મેમણ પેઢીનો દક્ષિણ આફ્રિકાના કેસનો દાવો કેટલા નાણાંનો હતો? - ચાલીસ હજાર પાઉન્ડ
- 74) દાદા અબ્દુલ્લાની પેઢીએ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં કેટલા પાઉન્ડની નોકરીએ રાખ્યા હતા? - 105 પાઉન્ડ
- 75) ગાંધીજી એપ્રિલ, 1893માં જે સ્ટીમરમાં મુંબઈથી દક્ષિણ આફ્રિકા જઈ રહ્યા હતા, તે સ્ટીમરમાં કયા દેશના ગવર્નર જનરલ જઈ રહ્યા હતા? - મોઝામ્બિક
- 76) ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કયા બંદરે ઉતર્યા હતા? - નાતાલ અથવા ડરબન બંદર
- 77) કઈ કોર્ટમાં ગાંધીજીને હિંદુસ્તાની પાઘડી ઉતારવાનું કહેતા ગાંધીજીએ ના પાડતા કોર્ટની બહાર જવું પડયું હતું? - ડરબન કોર્ટ
- 78) ગિરમીટીયા એટલે શું? - ૫ વર્ષ સુધીના કરાર કરીને વિદેશ મંજૂરી માટે જતા ગરીબ રં ગરીબ હિંદીઓ.
- 79) ગિરમીટ કયા શબ્દનો અપભ્રષ્ટ શબ્દ છે? - એગ્રીમેન્ટ
- 80) દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો હિંદીઓને શું કહીને બોલાવતા? - કુલી અથવા સામી
- 81) શેઠ અબ્દુલ્લાની પેઢીનો કેસ દક્ષિણ આફ્રિકામાં ક્યા શહેરમાં ચાલતો હતો? - ટ્રાન્સવાલ
- 82) દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી પ્રિટોરીયા જઈ રહ્યા હતા ત્યારે ટ્રેનમાં પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં કયા સ્ટેશન પર ધક્કો મારી ઉતારી દેવામાં આવ્યા? - મેરિત્સબર્ગ
- 83) દક્ષિણ આફ્રિકામાં ક્યા સ્થળે ગાંધીજી સાથે રંગભેદને લઈ એક ગોરાએ ઘોડાના સિગરામમાં મારામારી કરી હતી? - પારડી કોપ
- 84) કોણે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સવાલમાં હિંદીઓને પડતા દુઃખોનો ઇતિહાસ કહી સંભળાવ્યો હતો? - અબ્દુલ ગની શેઠ
- 85) અબ્દુલ્લા શેઠે તેમની પેઢીના કેસ માટે કયા વકીલને રોક્યો હતો? - એ. ડબલ્યું. બેકર
- 86) “અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલુ ને વધારાનું અંગ ગણાય.” - આ વિધાન કોનું છે? - મહાત્મા ગાંધીજી.
- 87) દક્ષિણ આફ્રિકામાં શેઠ અબ્દુલ્લાનો કેસ પુરો થયા પછી છાપાના કયાં લેખના આધારે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વધુ સમય રોકાવાનું નક્કી કર્યુ ? - ઈન્ડિયન ફ્રેંચાઈઝ
- 88) ગાંધીજી દક્ષિણ આફ્રિકાના કયા શહેરની અદાલતમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી? - નાતાલ
- 89) ગાંધીજીના પ્રયાસોથી દક્ષિણ આફ્રિકામાં ‘નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ ની સ્થાપના ક્યારે થઈ હતી? - 22 મે, 1894
- 90) દક્ષિણ આફ્રિકામાં જન્મેલા હિંદી નવયુવકો માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી? - કોલોનિયલ બોર્ન ઇન્ડિયન એજ્યુકેશનલ એસોસીએશન
Comments (0)