ગાંધીજીનાં તથ્યો
- 91) દક્ષિણ આફ્રિકાના અંગ્રેજોમાં તથા બહાર ઇંગ્લેન્ડમાં અને હિંદુસ્તાનમાં હિંદીઓની ખરી સ્થિતિ પ્રગટ કરવા ગાંધીજીએ કયા બે ચોપાનિયા પ્રગટ કર્યા હતા? - 'દક્ષિણ આફ્રિકામાં વસતા દરેક અંગ્રેજોને વિનંતીલ, હિંદી મતાધિકાર’ - એક વિનંતી.
- 92) કયા ગિરમીટીયાને ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેના માલિક પાસેથી છોડાવાની ઘટના બની હતી? - બાલા સુંદરમ
- 93) ગાંધીજીએ નર્મદાશંકરનું કયુ પુસ્તક વાંચ્યું હતું? - ધર્મ વિચાર
- 94) ગાંધીજીએ મેક્સમૂલરનું કયું પુસ્તક વાંચ્યું હતું? - હિંદુસ્તાન શું શીખવે છે?
- 95) ટોલ્સટોયના કયા પુસ્તકોએ ગાંધીજી પર ઊંડી છાપ પડી હતી? - નવા કરારનો સાર, ત્યારે કરીશું શું?
- 96) 1896માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન આવવાનું નિર્ધારિત કર્યું ત્યારે નાતાલ ઈન્ડિયન કોંગ્રેસના મંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી? - શેઠ આદમજી મિયાખાન
- 97) ઈ.સ.1896માં ગાંધીજી કઈ સ્ટીમર મારફતે દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન પરત ફર્યા હતા? - પોંગોલા
- 98) પોંગોલા સ્ટીમર હિંદુસ્તાનમાં કયા બંદરે ઉતરી હતી? - હુગલી (કોલકત્તા)
- 99) ગાંધીજીના સમયમાં ‘મુંબઈના સિંહ કે ‘મુંબઈના બેતાજ બાદશાહ તરીકે કોણ ઓળખાતું હતું? - સર ફિરોજશા
- 100) દક્ષિણ આફ્રિકામાં રહેલા હિંદી ભાઈઓ સાથે થતા અન્યાય અંગે ભારતના લોકોને જાગૃત કરવા ગાંધીજીના આગ્રહથી સર ફિરોજશા એ કયા સ્થળે સભાનું આયોજન કર્યું હતું? - મુંબઈની ફરામજી કાવસજી ઇન્સ્ટિટયૂટ
- 101) 'અમારાથી તમને મદદ તો શી થાય, પણ તમારું દક્ષિણ આફ્રિકા પાછા જવું જ મને તો પસંદ નથી. અહીં આપણા દેશમાં જ ક્યાં ઓછું કામ છે? આ પ્રકારના શબ્દો કોણે ગાંધીજીને કહ્યા હતા? - પેસ્તજી પાદશાહ
- 102) દક્ષિણ આફ્રિકામાં રહેલા હિંદી ભાઈઓની સાથે થતા અન્યાયના પ્રશ્નને લઈ ગાંધીજી લોકમાન્ય ટિળકને મળતા તેમણે ગાંધીજીને કોને મળવાની સલાહ આપી હતી? - પ્રોફેસર રામકૃષ્ણ ભાંડારકર, ગોપાલ કૃષ્ણ ગોખલે
- 103) ગાંધીજી લોકમાન્ય ટિળકને સૌપ્રથમ ક્યાં મળ્યા હતા? - પૂણે
- 104) ગાંધીજીએ ‘બંગાળના દેવ’ તરીકે કોને ઓળખાવ્યા હતા? - સુરેન્દ્રનાથ બેનરજી
- 105) દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના પ્રશ્ન અંગે ભારતમાં ચાલતા ક્યાં છાપાંઓએ ગાંધીજીને મદદ કરી હતી? - સ્ટેટ્સમેન અને ઈંગ્લિશમેન
- 106) કુરલેન્ડ સ્ટીમરની સાથે અન્ય કઈ સ્ટીમર પણ દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ હતી? - નાદરી
- 107) ડિસેમ્બર, 1896માં ગાંધીજીની સાથે કોણ-કોણ દક્ષિણ આફ્રિકા ગયા હતા? - કસ્તુરબા, બે દીકરા અને ગાંધીજીના સ્વર્ગસ્થ બનેવીનો એકનો એક દીકરો.
- 108) સ્ટીમર પર પીળો વાવટો લગાડવામાં આવતો, તેનું શું અર્થ થતો હતો? - સ્ટીમર પર પીળા વાવટાનો અર્થ થતો હતો કે સ્ટીમ ક્વોરેન્ટીન છે, તમામ મુસાફરોની સ્વાસ્થ્યની તપાસ ચાલે છે.
- 109) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં બાળકેળવણીને લગતું કયું પુસ્તક વાંચ્યું હતું? - ડોક્ટર ત્રિભુવનદાસનું ‘માને શિખામણ
- 110) ગાંધીજીએ બ્રહ્મચર્ય અંગેનો નિર્ણય કયા વર્ષે લીધો હતો? - ઈ.સ.1906
- 111) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની હોસ્પિટલમાં નર્સ તરીકે કાર્ય કર્યું હતું? - પારસી રુસ્તમજી
- 112) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ક્યાં યુદ્ધમાં ઘવાયેલા લોકોની સારવારની કામગીરી કરી હતી? - બોઅર યુદ્ધ
- 113) ગાંધીજી 1896માં અને 1901 માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરતા હતા ત્યારે તેઓને મળેલી ભેટ (ગિફટ) નું શું કર્યું હતું? - ટ્રસ્ટ બનાવી કીમતી સોના, ચાંદી, હીરાની ભેટોને બેંકમાં મૂકવામાં આવી હતી.
- 114) ઈ.સ.1901માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરતી વેળા ગાંધીજીએ મોરેશિયસમાં ક્યાં ગવર્નરને ત્યાં એક રાત ગાળી હતી? - સર ચાર્લ્સ બ્રુસ
- 115) વર્ષ 1901 માં ભારતના ક્યાં શહેરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું? - કોલકત્તા (દીનશા એદલજી વાચ્છા અધિવેશનના અધ્યક્ષ હતા)
- 116) ગાંધીજીએ કયા વર્ષે સૌપ્રથમવાર કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં ભાગ લીધો હતો? - ઈ.સ.1901 (કોલકત્તા)
- 117) 1901માં ગાંધીજી કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા ગયા ત્યારે તેમને ઉતારો કયાં આપ્યો હતો? - રિપન કોલેજ.
- 118) ગાંધીજીએ 1901 ના કોંગ્રેસના અધિવેશન સમયે શું કાર્ય કર્યું હતું? - ઘોષળબાબુના કહેવાથી કલાર્કનું કાર્ય
- 119) કાશી હિંદુ વિદ્યાપીઠનો પાયો કોના હસ્તે નખાયો હતો? - લોર્ડ હાર્ડિંગ
- 120) ગાંધીજીએ કયા મંદિરે ઘેટાઓની બલિ જોઈ બેચેની અનુભવી હતી? - કલકત્તાનું કાલિનું મંદિર
Comments (0)