ભારતની ભૂગોળ
- 451) રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સત્તા (ઓથોરિટી) કોની છે ? - નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)
- 452) બિરસા મુંડા એરપોર્ટ ભારતના ક્યા શહેરમાં આવેલ છે ? - રાંચી (ઝારખંડ)
- 453) મહાનદી જળવિવાદ ટ્રિબ્યુનલ રચવા કેબિનેટે બહાલી આપી છે આ જળવિવાદ ક્યા બે રાજયો વચ્ચે ચાલે છે ? - ઓડિશા અને છત્તીસગઢ
- 454) સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યા આવેલું છે? - મહારાષ્ટ્ર
- 455) અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ ક્યા પ્રયાગ પાસે થાય છે? - દેવપ્રયાગ
- 456) અલકનંદા અને મંદાકિની નદીઓનો સંગમ ક્યા પ્રયાગ પાસે થાય છે? - રુદ્ર પ્રયાગ
- 457) કર્ણપ્રયાગ કઈ નદીઓના સંગમ ખાતે આવેલો છે? - અલકનંદા અને હિંદાર
- 458) ભારત દેશ સાથે સૌથી લાંબી ભૂપ્રદેશ સરહદ ધરાવે છે ? - બાંગ્લાદેશ
- 459) રાજસ્થાનના ક્યા જિલ્લામાં કાઉ સેન્ચુરી શરૂ કરવામાં આવનાર છે ? - બિકાનેર
- 460) કાવેરી નદી પર ક્યું વિદ્યુત મથક છે ? - શિવ સમુદ્રમ
- 461) ભારતનું ક્યું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે ? - બેંગલુરુ
- 462) ક્યા રાજય દ્વારા સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા સરસ્વતી હેરિટેજ ડેવલપમેન્ટ બોર્ડ સ્થાપી આયોજન હાથ ધરાયું છે ? - હરિયાણા
- 463) ભારતમાં સૌપ્રથમ પૂરેપૂરું સૂર્યશક્તિથી (સોલાર એનર્જી) ચાલતું હવાઈમથક ક્યાં બન્યું છે ? - કોચીન
- 464) વિશ્વમાં મોબાઈલ ઉત્પાદનના સૌથી મોટા યુનિટનું ઉદ્ઘાટન ક્યા થયું ? - નોઈડા - ભારત
- 465) ભારતનું ક્ષેત્રફળ લગભગ કેટલું છે ? - 32,87,263 ચો.કિ.મી.
- 466) ભારતમાં 100મું એરપોર્ટ ક્યા શરૂ કરવામાં આવ્યું ? - સિક્કિમ, પાક્યોંગ
- 467) ભારતમાં કેસરના ઉત્પાદન માટે એકમાત્ર પ્રખ્યાત રાજય ક્યું છે ? - જમ્મુ - કાશ્મીર
- 468) વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહી ધરાવતી ઉપલી પવન પ્રણાલીને શું કહે છે ? - જેટ સ્ટ્રીમ
- 469) ઉતરતી હવાનું તાપમાન ............. - વધે છે
- 470) ‘ગેજ’ અનુસાર ભારતીય રેલવે કેટલી શ્રેણીઓમાં વિભાજીત છે ? - ચાર
- 471) તોડા આદિજાતિનું નિવાસસ્થાન ક્યું છે ? - નીલિંગરી પહાડીઓ
- 472) ભારતના મોટા રણમાં સિંચાઈનો મુખ્ય સ્રોત ક્યો છે? - કેનાલ
- 473) ખેત્રી, અલવર અને ભીલવાડા ક્યા ખનીજ સાથે સંકળાયેલા વિસ્તારો છે ? - તાંબુ
- 474) સહયાદ્રી પર્વતમાળાને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે ? - પશ્ચિમ ઘાટ (Western ghats)
- 475) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ (IIP) ક્યા આવેલું છે ? - દેહરાદૂન (ઉત્તરાખંડ)
- 476) ભારત સરકારે સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા (Milk Processing Capacity) બમણી કરવાનું નક્કી કરેલ છે. - 2025
- 477) ધી ઉરી ડૅમ (The Uri Dam) કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? - ઝેલમ નદી (Jhelam River)
- 478) લક્ષદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવવસ્તી જોવા મળે છે ? - 10
- 479) ભારતની વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. - એક ચતુર્થાંશ
- 480) .....ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે. - અગ્નિકૃત
Comments (0)