સપ્ટેમ્બર 2026
101) પિલર-3 ડિસ્ક્લોઝર નિયમો અને ડેટા જાળવણી અંગે નીચેનામાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
પિલર-3નો મુખ્ય ઉદ્દેશ બેંકિંગ સેક્ટરમાં પારદર્શિતા વધારવાનો અને માર્કેટ ડિસિપ્લિન જાળવવાનો છે.
બેંકોએ પિલર-3ના રિપોર્ટ્સ પોતાની વેબસાઇટ પર સાચવવાનો સમયગાળો 10 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કર્યો છે.
જાહેર ક્ષેત્રની (સરકારી) બેંકોના CEOના મહેનતાણાં અંગેની માહિતી જાહેર કરવામાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
102) તાજેતરમાં ‘જેન્ડર સ્નેપશોટ રિપોર્ટ 2026’ બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે યુએન મહિલા અને સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ (UN-DESA) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
2. આ અહેવાલમાં જણાવાયું છે કે 2030 સુધીમાં SDG-5 (લિંગ સમાનતા) હેઠળ કોઈ દેશ લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગ પર હાલમાં નથી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
104) રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2025ના વિજેતાઓ અને તેમની રમત અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે ?
ધર્મેન્દ્રસિંહ યાદવ – બોક્સિંગ (દ્રોણાચાર્ય એવોર્ડ-લાઇફટાઇમ)
ટ્રીસા જોલી – બેડમિન્ટન (અર્જુન એવોર્ડ)
રાજકુમાર પાલ – હોકી (અર્જુન એવોર્ડ)
રુદ્રાંશ ખંડેલવાલ – પેરા-શૂટિંગ (અર્જુન એવોર્ડ)
સાચો વિકલ્પ પસંદ કરો :
106) ‘મિશન સમૃદ્ધ ગામ’ અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ મિશન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગામડાઓને ગરીબી-મુક્ત કરવા અને પાયાની સુવિધાઓથી સજ્જ બનાવવા માટે લોન્ચ કરાયું છે.
તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના સિહોર જિલ્લાના બુધની અને દેવાસ જિલ્લાના ખાતેગાંવ તાલુકામાં લાગુ કરાશે.
તેમાં મહિલા સશક્તિકરણ માટે ‘લખપતિ દીદી’ યોજનાના મોડેલ પર આધાર રાખીને માઇક્રોક્રેડિટ અને વ્યવસાયિક તકો પૂરી પાડવામાં આવશે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
107) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (MoCI) દ્વારા જાહેર કરાયેલા એપ્રિલ–જુલાઈ, 2026ના ભારતના વેપાર આંકડા અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ સમયગાળા દરમિયાન ભારતની કુલ વ્યાપાર ખાધ (Trade Balance) 49.43 અબજ US ડોલર રહી છે.
મૂલ્યમાં ફેરફારના સંદર્ભમાં, ભારતની નિકાસના ટોચના બે દેશો સિંગાપોર અને ચીન છે.
મૂલ્યમાં ફેરફારના સંદર્ભમાં, ભારત માટે આયાતનો સૌથી મોટો સ્ત્રોત રશિયા રહ્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
113) GOBARdhan યોજના અંગે નીચેનાં વિધાનો ચકાસો :
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં કચરામાંથી સ્વચ્છ ઊર્જા (Waste to Wealth) ઉત્પન્ન કરી બાયોગેસ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો છે.
આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોનું કેન્દ્રીય મંત્રાલય હેઠળ કાર્યરત રહેશે.
આ યોજના હેઠળ નવા (Greenfield) અને વિસ્તરણ પામતા (Brownfield) પ્રોજેક્ટ્સ માટે ક્ષમતા દીઠ ₹ 2 કરોડ પ્રતિ TPD સુધીની મૂડીગત સહાય (સબસિડી) આપવામાં આવશે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
114) પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ત્રિમાસિક બુલેટિન (એપ્રિલ-જૂન, 2026)ના ડેટા સંદર્ભે ક્યાં વિધાનો સાચાં છે ?
15 વર્ષ અને તેથી મોટી વયના લોકો માટે દેશનો એકંદર બેરોજગારીનો દર 5.4% નોંધાયો હતો.
શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર (6.7%) ગ્રામીણ વિસ્તારો (4.8%) કરતાં વધુ નોંધાયો હતો.
સ્ત્રીઓનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતાં વધુ હતો.
118) ‘રોટેટિંગ ડીટોનેશન એન્જિન’ (RDE) અંગે નીચે આપેલા વિધાનો ચકાસો :
RDEમાં ઇંધણને બાળવા માટે સતત સુપરસોનિક શોકવેવ (અવાજની ગતિથી પણ વધુ ઝડપી તરંગો)નો ઉપયોગ થાય છે.
તે નિયમિત જેટ અથવા રોકેટ એન્જિન કરતાં 25% સુધી વધુ થર્મોડાયનેમિક એફિશિયન્સી પૂરી પાડે છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?
120) ક્લાઉડેડ લેપર્ડ કન્ઝર્વેશન એક્શન પ્લાન (CAP) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો :
આ પ્લાન નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (SCNBWL)ની 91મી બેઠક દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ પ્લાન ભારત સરકાર, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી (GEF) અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના સહયોગથી તૈયાર કરાયો છે.
તેના સંરક્ષણને વધુ મજબૂત કરવા માટે તેને ‘ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ વાઇલ્ડલાઇફ હેબિટેટ્સ’ (IDWH) યોજના હેઠળની સ્પીસીઝ રિકવરી પ્રોગ્રામમાં સમાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
126) ‘ઘરેલુ PNG કનેકશન પ્રોત્સાહન યોજના’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ દ્વારા અનબિલ્ડ કનેક્શનને (જ્યાં પાઇપલાઇન પહોંચી હોય પરંતુ કનેક્શન શરૂ ન થયું હોય) સક્રિય કનેક્શનમાં ફેરવવાનો અને નવા વિસ્તારોમાં PNG નેટવર્ક વિસ્તારવાનો છે.
આ યોજના હેઠળ, પ્રોત્સાહનરૂપે CGD કંપનીઓને દરેક નવા સક્રિય કનેક્શન દીઠ વધારાના 200 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) સસ્તા APM ગેસની ફાળવણી કરવામાં આવશે.
સાચો વિકલ્પ પસંદ કરો :
127) તાજેતરની નિમણૂકો અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
કે. રાજારામનની ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના ચેરપર્સન તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે.
વાઇસ એડમિરલ મનિપ ચટ્ટાની ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) તરીકે નિમણૂક થઈ છે.
વાઇસ એડમિરલ એ. એન. પ્રમોદ ભારતીય નૌસેનાના ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ (DCNS) તરીકે નિયુક્ત થયા છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?
132) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ‘SLINEX-2026’ નામની દરિયાઈ કવાયત વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ હતી ?
142) વર્ષ 2026ના ‘ફીલ્ડ્સ મેડલ’ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ મેડલ ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન (IMU) દ્વારા એનાયત કરવામાં આવે છે.
હોંગ વાંગ આ મેડલ જીતનાર ઇતિહાસના માત્ર ત્રીજા મહિલા બન્યાં છે.
આ પુરસ્કાર માત્ર એવા ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે જેમની ઉંમર 50 વર્ષ કરતાં ઓછી હોય.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
148) ‘રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2025’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ પુરસ્કારોની જાહેરાત યુવા અને રમતગમત બાબતોના કેન્દ્રીય મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
વર્ષ 2025 માટે દેશનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ’ કોઈ પણ ખેલાડીને આપવામાં આવ્યો નથી.
આ વર્ષે કુલ 17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવશે, જેમાં જાણીતા ચેસ ખેલાડી વિદિત ગુજરાતી અને દિવ્યા દેશમુખનો પણ સમાવેશ થાય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Comments (0)