GSSSB "સીનીયર સબ એડીટર" અને "માહિતી મદદનીશ"ની જગ્યાઓમાં વધારો

Updated : 10, Dec 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

▪️ જા.ક્ર.૩૨૬/૨૦૨૫૨૬, સીનીયર સબ એડીટર અને માહિતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં વધારા અંગેની સુધારા જાહેરાત


▪️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના તાબા હેઠળની માહિતી નિયામકની કચેરીની સીનીયર સબ એડીટર, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૧૯/૦૭/૨૦૨૪ના રોજ વિગતવાર તથા તા.૨૮/૦૭/૨૦૨૫ના રોજ સુધારા, જા.ક્ર. ૩૨૬/૨૦૨૫૨૫ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે પૈકી સીનીયર સબ એડીટર, વર્ગ-૩ સંવર્ગની કુલ -૦૭ જગ્યાઓ દર્શાવવામાં આવેલ હતી. ઉક્ત જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ સંદર્ભે માહિતી અને પ્રસારણ વિભાગ તરફથી વધુ-૦૧ જગ્યા ઉમેરી સીનીયર સબ એડીટર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૦૮ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માંગણીપત્રક મળેલ છે તથા તેના અનુસંધાને જગ્યાઓમાં વધારો કરવા જણાવેલ હોઇ સીનીયર સબ એડીટર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં વધારો થાય છે.

▪️ આથી તા.૧૯/૦૭/૨૦૨૪ તથા તા.૨૮/૦૭/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ઉક્ત સંયુક્ત જાહેરાતના પૃષ્ઠ ૨ પર દર્શાવેલ જા.ક્ર. ૩૨૬/૨૦૨૫૨૫ ની સીનીયર સબ એડીટર ૦૭ જગ્યાઓમાં ૦૧ જગ્યાઓનો વધારો થતાં, આ જાહેરાત અન્વયે નીચે દર્શાવ્યા મુજબ કેટેગરીવાઇઝ, સીનીયર સબ એડીટરની- ૦૮ જગ્યાઓ ભરવાની થાય છે. જે સંબંધિત ઉમેદવારોને ધ્યાને લેવા જણાવવામાં આવે છે.

▪️ જા.ક્ર. ૩૨૬/૨૦૨૫૨૫ અન્વયે જગ્યાઓમાં થયેલ સુધારા સિવાયની અન્ય તમામ જોગવાઇઓ/બાબતો તા.૧૯/૦૭/૨૦૨૪ તથા તા.૨૮/૦૭/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ યથાવત રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

----------------------------------------------

▪️ GSSSB View Official Notes (pdf) : Click Here

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

-------------------------------------------------------

:: ગુજરાતી વ્યાકરણ : છંદ

▪️ 'શિખરિણી', 'મંદાક્રાન્તા', 'પૃથ્વી', 'શાર્દૂવિક્રીડીત' : અહીં ક્લીક કરો

▪️ 'સ્રગ્ધરા', 'શાલિની', 'ઈન્દ્રવ્રજા', 'ઉપેન્દ્રવ્રજા' : અહીં ક્લીક કરો

▪️ 'ઉપજાતિ', 'વશંસ્થ', 'ઈન્દ્રવંશા', 'દ્રુતવિલંબિત' : અહીં ક્લીક કરો

-------------------------------------------------

Tags : GSSSB Updates

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up