ગુજરાતના જિલ્લાઓ

  • 211) વલસાડી સાગમાંથી બનતા ફર્નિચરનું કેન્દ્ર બીલીમોરા ક્યા જિલ્લામાં છે ? - નવસારી
  • 212) દાંડીકૂચ પશ્ચાત ગાંધીજીની ધરપકડ ક્યા ગામેથી થઈ હતી ? - કરાડી
  • 213) વર્ષ 2009ના ગુજરાત ખાસ મૂડી રોકાણ પ્રદેશ અધિનિયમ અન્વયે ધોલેરાને ક્યા રીજિયન તરીકે વિકસાવાઈ રહ્યો છે ? - સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન
  • 214) સતી રાણકી દેવીનું મંદિર આવેલું છે? - વઢવાણ
  • 215) ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ અલંગ ખાતે વિકસ્યો છે. અલંગ ક્યા જિલ્લામાં આવેલું છે ? - ભાવનગર
  • 216) ગુજરાતનો સૌથી મોટો દરિયાખાનનો ઘુમ્મટ આવેલો છે ? - અમદાવાદ
  • 217) ગુજરાતમાં ક્યા સ્થળે સૌથી વહેલો સૂર્યોદય થશે ? - દાહોદ
  • 218) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસેથી પસાર થાય ? - કર્કવૃત્ત
  • 219) જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ? - કચ્છ
  • 220) અરવલ્લી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર
  • 221) કોડીનાર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - ગીર સોમનાથ
  • 222) ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર ક્યું છે ? - સુરત
  • 223) પ.પૂ.બજરંગદાસ બાપાનું આશ્રમ સ્થળ બગદાણા ક્યા જિલ્લામાં આવેલું છે ? - ભાવનગર
  • 224) એસ્સાઈ ઓઈલની જાણીતી કંપની વાડીનાર ક્યા જિલ્લામાં છે? - જામનગર
  • 225) જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધાન જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ? - કચ્છ
  • 226) ગુજરાતનો ક્યો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે? - ભાવનગર
  • 227) નવસારી કઈ નદીના કિનારે વસેલું છે? - પૂર્ણા
  • 228) ‘કાળિયાર’ માટે જાણીતો વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લાના ક્યા તાલુકામાં આવેલો છે ? - વલભીપુર
  • 229) પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે? - બોટાદ
  • 230) મહીસાગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ
  • 231) સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઈસ્ટિટ્યૂટ ક્યા આવેલી છે ? - ભાવનગર
  • 232) ક્યા શહેરમાં આવેલા ધી ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન જાહેર કરાયેલ છે? - ભરૂચ
  • 233) મેશ્વો નદીના કિનારે આવેલું તીર્થસ્થળ ક્યું છે? - શામળાજી
  • 234) ઓઈલ રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી ક્યા જિલ્લામાં આવેલું છે ? - વડોદરા
  • 235) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા ક્યાં જિલ્લામાં છે ? - તાપી
  • 236) સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાય છે ? - જામનગર
  • 237) અદ્ભૂત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા ક્યા જિલ્લામાં આવેલું છે ? - બનાસકાંઠા
  • 238) એકમાત્ર લોકગેટ ધરા બંદર ક્યા આવેલું હતું ? - ભાવનગર
  • 239) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? - મોરબી
  • 240) ગુજરાતમાં સૌથી ઝડપી વિકાસ પામતું શહેર કહેવાય ? - સુરત

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up