ગાંધીજીનાં તથ્યો
- 151) ગાંધીજીને જેલનો પહેલો અનુભવ ક્યાં વર્ષે થયો હતો? - ઈ.સ.1908
- 152) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ખોરાકની કઈ વસ્તુનો ત્યાગ કર્યો હતો? - મીઠું, કઠોળ
- 153) ગાંધીજીએ કયા વર્ષે દૂધનો ત્યાગ કર્યો હતો? - ઈ.સ.1912 (ટોલ્સ્ટોય ફામ)
- 154) ગાંધીજીએ ઉપવાસ અને એકટાણા અંગેના પ્રયોગો ક્યાં કર્યા હતા? - ટોલ્સ્ટોય ફાર્મમાં.
- 155) ગાંધીજીએ ક્યાં આશ્રમમાં એક તોફાની વિદ્યાર્થીને આંકણી મારી હતી? - ટોલ્સ્ટોય ફાર્મ
- 156) ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી દરિયાઈ માર્ગે ઈંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે મિ. કેલનબેકની કઈ વસ્તુ ગાંધીજીએ દરિયામાં ફેંકી દીધી હતી? - દૂરબીન
- 157) 1915માં ગાંધીજી ક્યાં જહાજમાં ઇંગ્લેન્ડથી ભારત પરત ફર્યા હતા? - પી એન્ડ ઓ
- 158) 1915માં ગાંધીજી વિલાયતથી ભારત દેશ પરત ફરતા દક્ષિણ આફ્રિકામાં તેમની સાથે જે ફિનિકસ આશ્રમમાં રહેતા હતા તેઓને ભારતમાં સૌપ્રથમ ક્યાં રાખ્યા હતા? - પ્રથમ કાંગડી ગુરુકુળમાં અને ત્યારબાદ શાંતિનિકેતનમાં
- 159) ઈ.સ. 1915માં ગાંધીજી વિલાયતથી ભારત પરત ફર્યા ત્યારે કયા બંદરે ઊતર્યા હતા? - મુંબઈ
- 160) 1915માં ગાંધીજી ભારત પરત ફર્યા, તેના માનમાં કોણે મેળાવડાનું આયોજન કર્યું હતું? - પિટીટ
- 161) 1915માં ગાંધીજી ભારત પરત ફર્યા તેના માનમાં કોણે ગુજરાતીઓનો મેળાવડો ગોઠવ્યો હતો? - ઉત્તમલાલ ત્રિવેદી
- 162) 'તમારી પાસેથી હું એક વચન માગું છું. સરકારને લગતું તમારે કંઈ પણ પગલું ભરવું હોય તે પહેલા તમે મને વાત કરો ને મળી જાઓ એમ હું ઈચ્છું.’ આ વાત કોણે ગાંધીજીને કહી હતી? - - મુંબઈના ગવર્નર લોર્ડ વિલિંગ્ડ
- 163) ‘તમારે આશ્રમને સારું દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારું જ આશ્રમ ગણવાનો છું’ - આ પ્રકારની વાત કોણે ગાંધીજીને કહી હતી? - ગોખલે
- 164) ગાંધીજી મુંબઈથી રાજકોટ જતા હતા તે દરમિયાન વઢવાણ સ્ટેશને કોણે ગાંધીજીને વિરમગામની જકાત અંગેના પ્રશ્નની વાત કરી હતી? - મોતીલાલ દરજી.
- 165) “અમે જરૂર જેલમાં જશુ, પણ તમારે એમને દોરવા જોઈશે: આ વાત કોણે ગાંધીજીને કરી હતી? - મોતીલાલ દરજી.
- 166) ગાંધીજીની કાકાસાહેબ કાલેલકરની સાથે પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી? - શાંતિનિકેતનમાં.
- 167) વડોદરા રાજ્યમાં ‘ગંગનાથ વિદ્યાલય કોણ ચલાવતું હતું? - કેશવરામ દેશપાંડે.
- 168) ગાંધીજીને ગોખલેના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓ ક્યાં હતા? - શાંતિનિકેતન, કોલકાતા
- 169) 'એક વર્ષ તમે હિંદુસ્તાનમાં રહી જશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે, આ પ્રકારની વાત કોણે ગાંધીજીને કહી હતી? - ગોખલે
- 170) ગાંધીજી કોને મળવા રંગૂન ગયા હતા? - ડોક્ટર પ્રાણજીવનદાસ
- 171) 1915ના વર્ષે ક્યાં સ્થળે કુંભમેળાનું આયોજન થયું હતું? - હરિદ્વાર
- 172) ગાંધીજી 1915ના હરદ્વાર કુંભમેળામાં કોના દર્શન કરવા ગયા હતા? - મહાત્મા મુનશીરામજી
- 173) હરદ્વાર કુંભમાં ગોખલેની સેવકસમાજે જે ટુકડી મોકલી હતી તેની વ્યવસ્થા કોણે કરી હતી? - હૃદયનાથ કુંજરૂ
- 174) ગાંધીજીએ હરિદ્વારના કુંભમેળામાં ક્યાં બે વ્રતો લીધા હતા? - ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓ ઉપરાંત કંઈ ન ખાવુ, રાત્રિભોજનનો ત્યાગ.
- 175) ગાંધીજીએ શિખા રાખવાનો નિશ્ચય કયાં કર્યો હતો? - ઋષિકેશ
- 176) સત્યાગ્રહાશ્રમ (કોચરબ આશ્રમ) ની સ્થાપના ક્યારે થઈ હતી? - 25 મે, 1915
- 177) કોચરબ આશ્રમ માટે કોનું મકાન ભાડે લેવામાં આવ્યું હતું? - જીવણલાલ બારિસ્ટર
- 178) કોચરબ આશ્રમને ચલાવવા માટે જ્યારે નિયમાવલી બનતી હતી ત્યારે 'નમ્રતા ના વ્રતને સ્થાન હોવું જોઈએ એવી સૂચના કોણે કરી હતી? - ગુરુદાસ બેનરજી
- 179) . કેટલા લોકોથી કોચરબ આશ્રમનો પ્રારંભ કર્યો હતો? - તેર તામિલ ઉપરાંત પચીસ સ્ત્રી-પુરુષો
- 180) કયુ અત્યંજ કુટુંબ કોચરબ આશ્રમમાં રહેવા આવ્યું હતું? - દુદાભાઈ, તેમની પત્રી દાનીબેન, તેની છોકરી લક્ષ્મી
Comments (0)