ગાંધીજીનાં તથ્યો

  • 181) કોની ભલામણથી અંત્યજ કુટુંબ આશ્રમમાં રહેવા ગયું હતું? - અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
  • 182) ગાંધીજી પાસે કોચરબ આશ્રમ ચલાવવા નાણાં નહોતા તેવા સમયે કોણે ગાંધીજીને તેર હજાર રૂપિયાની મદદ કરી હતી? - અંબાલાલ સારાભાઈ
  • 183) ગિરમીટની પ્રથાને વખોડનારી પ્રથમ અરજી ગાંધીજીએ કયા વર્ષે કરી હતી? - ઈ.સ.1894
  • 184) ચંપારણમાં ફરજિયાત ગળીના વાવેતર અંગેના પ્રશ્ન અંગે સૌપ્રથમ કોણે રજૂઆત કરી ગાંધીજીને ચંપારણ નોતર્યા હતા? - રાજકુમાર શુક્લ
  • 185) જે. બી. કૃપલાણી કઈ કોલેજમાં પ્રોફેસર હતા? - મુઝફફરપુર કોલેજ
  • 186) ચંપારણ સત્યાગ્રહ સમયે કયાં વકીલોએ ગાંધીજીની મદદ કરી હતી? - બ્રીજ કિશોર બાબુ, રાજેન્દ્ર પ્રસાદ
  • 187) ચંપારણ કયાં વિભાગનો જિલ્લો હતો? - તિરહુત.
  • 188) ચંપારણ સત્યાગ્રહ સમયે ગાંધીજી અને તેની ટીમને મોતીહારીમાં કોના ઘરે આશ્રય આપવામાં આવ્યો હતો? - ગોરખ બાબુ
  • 189) ચંપારણ સત્યાગ્રહ સમયે ચંપારણ જિલ્લાના કલેક્ટર કોણ હતા? - મિ. હેકોક
  • 190) ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મુંબઈથી મિત્રોએ કેટલા રૂપિયાની મદદ કરવાની તૈયારી દર્શાવી હતી તેનો ગાંધીજીએ સાભાર અસ્વીકાર કર્યો હતો? - રૂ. 15000/-
  • 191) ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને કોણે નાણાકીય મદદ કરી હતી? - પ્રાણજીવનદાસ મહેતા
  • 192) ચંપારણ સત્યાગ્રહ સમયે ગાંધીજીના દ્વારપાળ તરીકે કોણે કાર્ય કર્યું હતું? - જે. બી. કૃપલાણી
  • 193) ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીના મદદગાર તરીકે કોણે કાર્ય કર્યું હતું? - મૌલાના મજહરુલ હક
  • 194) મહાદેવભાઈ દેસાઈના પત્નીનું નામ શું હતું? - દુર્ગાબહેન
  • 195) ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગામડાના બાળકોને કેળવણી આપવાના ભાગરૂપે ગાંધીજીએ કેટલા ગામોમાં શાળા શરૂ કરાવી હતી? - છ (૬)
  • 196) કોની શાળા આદર્શ શાળા બની હતી? - અવંતિકાબાઈ ગોખલે
  • 197) ચંપારણ સત્યાગ્રહ દરમિયાન કોના તાબામાં રહેલી ઘાસ અને વાસથી બનેલી નિશાળ નીલવરો દ્વારા બાળી દેવામાં આવી હતી? - કસ્તુરબા અને સોમણ
  • 198) ચંપારણમાં ખેડૂતો સાથે થતા અન્યાય અંગે જે સમિતિ રચવામાં આવી હતી, જેમાં ગાંધીજી સભ્ય હતા, તે સમિતિના અધ્યક્ષ કોણ હતા? - સર ક્રેક સ્લાઈ
  • 199) ચંપારણમાં તીનકઠિયા રિવાજને રદ કરતો કાયદો પસાર કરવામાં ક્યાં વ્યક્તિનો ફાળો મહત્વપૂર્ણ હતો? - સર એડવર્ડ ગેઈટ
  • 200) ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને ખેડૂતોને મહેસુલ ભરવામાંથી મુક્તિ અપાવવા અંગે ગાંધીજીને કોણે આગ્રહ કર્યો હતો? - મોહનલાલ પંડયા, શંકરલાલ પરીખ
  • 201) અમદાવાદના મીલ મજૂરો તરફથી કોણે ગાંધીજીને કાગળ લખ્યો હતો? - અનસુયાબેન
  • 202) અમદાવાદની મિલ મજૂર હડતાળ દરમિયાન ગાંધીજીએ મજૂરોને કેટલી શરતો સમજાવી હતી? - ચાર
  • 203) મિલ મજૂર હડતાળ દરમિયાન ગાંધીજી કયાં બે મહાનુભાવને ખરી રીતે ઓળખતા થયા હતા? - વલ્લભભાઈ પટેલ, શંકરલાલ બેકર
  • 204) મિલ મજૂર હડતાળ કેટલા દિવસ ચાલી હતી? - 21 દિવસ
  • 205) સાબરમતી આશ્રમ માટેની જમીન કોણે શોધી હતી? - પૂંજાભાઈ હીરાચંદ
  • 206) આશ્રમને કોચરબથી અમદાવાદમાં (સાબરમતી નદીના કિનારે) ફેરવવાનું કારણ શું હતું? - મરકીનો રોગચાળો
  • 207) ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ જતા ખેડુતોને મહેસૂલમાંથી માફી આપવા અંગેની બાબતમાં કોણે તપાસ કરી રિપોર્ટ કર્યો હતો? - અમૃતલાલ ઠક્કર
  • 208) ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને તેના સાથીઓએ ક્યાં આશ્રય લીધો હતો? - નડિયાદ અનાથાશ્રમ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up