ભારતની ભૂગોળ

  • 331) ‘નાવિકા સાગર પરિક્રમા' શું છે ? - ભારતની નૌકાદળની તમામ મહિલા ટુકડીનો પૃથ્વીની પ્રદક્ષિણા સફર
  • 332) હૈદરાબાદ ક્યા રંગની મીનાકારી માટે જાણીતું છે ? - કાળા રંગની
  • 333) ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IARI) ક્યા આવેલું છે ? - નવી દિલ્હી
  • 334) શુક્ર અને મંગળની ભ્રમણકક્ષાની વચ્ચે આવેલી છે ? - ધરતી
  • 335) નરોરા એટોમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં સ્થિત છે ? - ઉત્તર પ્રદેશ
  • 336) ભારતનો ક્યો દરિયાકાંઠો ઉત્તરપૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે ? - કોરોમન્ડલ દરિયાકાંઠો
  • 337) ભારતની દામોદર અને નર્મદા નદી ક્યા પ્રકારની ખીણમાંથી વહે છે ? - ફાટ ખીણ
  • 338) રેલવે એન્જિનનું નિર્માણ પશ્ચિમ બંગાળમાં ક્યા થાય છે ? - ચિતરંજન
  • 339) દેશના ક્યા વિમાની મથક ઉપર પ્રવાસીઓની સૌથી વધુ અવર જવર રહેલી છે ? - ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • 340) સૌપ્રથમ ભારતમાં વસતી ગણતરી ક્યા વર્ષે હાથ ધરાઈ હતી ? - ઈ.સ.1872
  • 341) ભારતમાં ...... અનુસૂચિત જનજાતિઓને વિશેષ રૂપથી કમજોર જનજાતિ સમૂહ તરીકે ઓળખ આપવામાં આવી છે. - 75
  • 342) ભારતમાં અનાનસનું સૌથી વધુ ઉત્પાદન ક્યું રાજ્ય કરે છે ? . - પશ્ચિમ બંગાળ
  • 343) ભારતના વન્યજીવનના રાષ્ટ્રીય બોર્ડના મુખ્ય કોણ હોય છે? - પ્રધાનમંત્રી
  • 344) નવ્હાશિવા (જવાહરલાલ નહેરુ પોર્ટ) ક્યા રાજ્યમાં આવેલું છે? - મહારાષ્ટ્ર
  • 345) ઉપનદી હેમવતી કઈ મુખ્ય નદીને મળે છે ? - કાવેરી
  • 346) વાડીયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી ક્યા સ્થળે આવેલ છે ? - દહેરાદૂન
  • 347) સલીમ અલી પક્ષી વિહાર અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલ છે? - ગોવા
  • 348) ઈન્દિરા સાગર યોજના કઈ નદી પર આવેલી છે ? - નર્મદા
  • 349) ભારતના ભૂપૃષ્ઠમાં મેદાની પ્રદેશમાં મેદાનોનો જૂનો કાંપ ક્યા નામે ઓળખાય છે ? - બાંગર
  • 350) ઝેલમ, ચિનાબ અને રાવી કઈ નદી તંત્રનો ભાગ છે ? - સિંધુ પ્રવાહ પ્રણાલી
  • 351) લોકતક સરોવર ક્યા રાજ્યમાં આવેલ છે ? - મણિપુર
  • 352) આંતરિક જળમાર્ગોના વિકાસ માટે ક્યા વર્ષમાં ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળની રચના કરવામાં આવી હતી ? - ઈ.સ.1986
  • 353) તાનસા અભયારણ્ય ભારતના ક્યા રાજયમાં આવેલું છે ? - મહારાષ્ટ્ર
  • 354) ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવ ક્ષેત્ર ક્યુ છે ? - કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર
  • 355) ભારતમાં કેટલા ટકા શ્રમિકોને અસંગઠિત ક્ષેત્રે રોજગારી મળે છે ? - 93
  • 356) ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્યો છે ? - રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44
  • 357) ભારતમાં સાક્ષરતાની ટકાવારી બાબતે વસતી ગણતરી 2011 અનુસાર સાક્ષરતા.... - પુરુષોમાં સ્ત્રીઓ કરતા વધારે
  • 358) દ્વિપકલ્પ ભારત છૂટી પડેલી ભૂમિ ભાગની કઈ પ્લેટનો એક ભાગ છે ? - ઓસ્ટ્રેલિયા
  • 359) ક્યા પ્રકારના જંગલોમાં સૌથી વધુ જાતિઓનું વૈવિધ્ય જોવા મળે છે ? - ઉષ્ણકટિબંધીય જંગલો
  • 360) મુરગાંવ બંદર ક્યા પ્રકારનું બંદર છે ? - કૃત્રિમ બંદર

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up