ભારતની ભૂગોળ
- 211) ભારતનો સૌથી લાંબો અંતર્દેશીય જળમાર્ગ ક્યો છે ? - NW4 કાકીનાડાથી પોંડીચેરી
- 212) નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? - કૃષ્ણા
- 213) ગદ્દી આદિજાતિનો વસવાટ ક્યા રાજ્યમાં છે ? - હિમાચલ પ્રદેશ
- 214) ભારતમાં આવેલ કુલ રાજ્યોની સંખ્યા જણાવો. - 29
- 215) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલ ભૂપેન હઝારિકા સેતુ ક્યા બે રાજ્યોને જોડે છે ? - આસામ - અરૂણાચલ પ્રદેશ
- 216) ભારતમાં સૌથી છેલ્લે ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી? - તેલંગાણા
- 217) નેશનલ પાવર ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે ? - ફરીદાબાદ
- 218) ભારતની કુલ વસતીના ટકાવારીની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે. બીજા ક્રમાંક પર ક્યું રાજ્ય આવે છે ? - મહારાષ્ટ્ર
- 219) જયા નદીઓના પુરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે ? - બાંગર
- 220) બામરુલી એરપોર્ટ ક્યા આવેલું છે ? - અલાહાબાદ
- 221) મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે ? - ગોવા
- 222) અલકનંદા અને ભગીરથી નદી પરસ્પર ક્યા મળે છે ? - દેવપ્રયાગ
- 223) ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે ? - ઉત્તર પ્રદેશ
- 224) ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ક્યા ક્રમે આવે છે ? - બીજા
- 225) ક્યા રાજ્યમા મેંગેનીઝનું ઉત્પાદન વધુ થાય છે ? - ઓડિશા
- 226) રુદ્રમાતા એરપોર્ટ ક્યા આવેલું છે ? - ભૂજ
- 227) ભારતમાં ઉત્તર - પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ક્યા પ્રકારના જંગલો આવેલા છે ? - ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો
- 228) ભુરસિંઘ ધ બારાસિંગા ક્યા ટાઈગર રિઝર્વનું માસ્કોટ છે ? - કાન્હા
- 229) વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો. - પહેલો
- 230) 19મી પશુધન ગણતરી મુજબ ભારતમાં કુલ પશુધનની વસતી કેટલી ? - 512 મિલિયન
- 231) મહેશ્વર જળ ઊર્જા પરિયોજના કઈ નદી પર આવેલ છે ? - નર્મદા
- 232) બંદીપુર નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? - કર્ણાટક
- 233) હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ ? - યુરિયા પદ્ધતિ
- 234) ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે ? - પંજાબ
- 235) મૈથિલી , ભોજપુરી અને માગધી ક્યા રાજ્યમાં બોલાતી બોલીઓ છે ? - બિહાર
- 236) ગંગાના પ્રવાહનો એક ફાંટો પં.બંગાળ (ભારત)માં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે, જ્યારે બીજો ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે તે ક્યા નામે ઓળખાય છે ? - પદ્મા
- 237) ક્યું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે ? - અંબાલા
- 238) જોબત પરિયોજના કઈ નદી પર આકાર પામેલી છે ? - નર્મદા
- 239) ........ તમિલનાડુ રાજ્ય અને ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ઉત્તર પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે સામુદ્રધુની છે. - પાક સામુદ્રધુની
- 240) પૃથ્વી સપાટીથી ઊંચે જતા સરેરાશ 1000 મીટરે તાપમાન કેટલું ઘટે છે ? - 6.5° સે.
Comments (0)