ભારતની ભૂગોળ
- 241) ચાર મહાનગરોને જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે સંકળાયેલ સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજનાની કુલ લંબાઈ ... કિ.મી. છે. - 5846
- 242) બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે ? - 111 કિ.મી.
- 243) સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકી કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે ? - 81251
- 244) ગંગા, ગોદાવરી, મહી નદી ડેલ્ટા બનાવે છે જ્યારે તાપી નદી ડેલ્ટા બનાવતી નથી, આ વિધાન ? - સાચું છે
- 245) કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે ? - કાવેરી
- 246) મૂસા પરમજીતીઆના, જંગલી કેળાની એક નવી જાતની શોધ.....માં થઈ છે. - અંદામાન અને નિકોબાર ટાપુઓ
- 247) અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે ? - તેઓ બધા કોરલ (પરવાળા) મૂળના છે.
- 248) દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? - બિલાસપુર
- 249) શુદ્ધ લોખંડની ગુણવત્તા અને ટકાવારી મુજબ લોહઅયસ્કોના પ્રકારોને વધતા ક્રમમાં ગોઠવો. - સીડરાઈટ, લીમોનાઈટ, હીમેટાઈટ, મેગ્નેટાઈટ
- 250) ભારતમાં જમીન સુધારણા બાબતે યોગ્ય બાબત જણાવો. - ગણોત સુધારાઓ, કુટુંબદીઠ જમીન ટોચ મર્યાદાનો નિર્ધાર, જમીનોનું એકીકરણ
- 251) ભારતના ક્યા વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલ, સદાબહાર (એવરગ્રીન) જંગલ અને પાનખર જંગલનું સંયોજન જોવા મળે છે ? - આંદામાન અને નિકોબાર ટાપુઓ
- 252) 2011ની વસતી ગણતરી અનુસાર ક્યા રાજ્યએ જાતિ પ્રમાણમાં સૌથી ઊંચો ઘટાડો દર્શાવ્યો છે ? - જમ્મુ અને કાશ્મીર
- 253) ક્યા પાકોનું પરિભ્રમણ કરવાથી રાસાયણિક ખાતરોના ઉપયોગ ઉપર આધાર રાખવાનું ઓછું થશે ? - ચણા અને ચોખા
- 254) કપાસના પાક માટે કેટલું તાપમાન અનુકુળ છે ? - 21 ડિગ્રી સે.થી 25 ડિગ્રી સે.
- 255) મરીન નેશનલ પાર્ક સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? - ગુજરાત
- 256) તાજેતરમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મૂકાયેલ ‘ભૂપેન હજારિકા બ્રિજ' બ્રહ્મપુત્રા નદીની કઈ ટ્રીબ્યુટરી નદી ઉપર બાંધવામાં આવેલ છે ? - લોહિત નદી
- 257) તોડા, સુમાલી, ઈરુલા, યુરાલી ક્યા વિસ્તારમાં જોવા મળતી મુખ્ય આદિજાતિઓ છે ? - કેરળ
- 258) ક્યુ લોખંડ પોલાદ કેન્દ્ર ઝારખંડમાં છે ? - બોકારો પોલાદ કેન્દ્ર
- 259) પૂર્વથી પશ્ચિમ તરફ જતા પર્વતોનો ક્યો ક્રમ સાચો છે ? - નાગાટેકરીઓ, જેન્તિયા, ખાસી, ગારો
- 260) ગ્લોબલ ટાઈગર ફોરમ નામના આંતરરાષ્ટ્રીય મંચની ભારતમાં શરૂઆત ક્યા વર્ષે થઈ ? - 1993
- 261) ચીન અનુસાર અરૂણાચલ પ્રદેશ ક્યા વિસ્તારનો એક ભાગ છે? - દક્ષિણ તિબેટ
- 262) ક્યા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ (75) છે ? - ઉત્તર પ્રદેશ
- 263) ભારતમાં મેન્ગ્રોવ વન ક્ષેત્ર જે આવેલ છે, તે વિશ્વના મેન્ગ્રોવ ક્ષેત્રના કેટલા ટકા છે? - 7
- 264) કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ. ખાતે પ્રથમ શ્લોક પુલનું ઉદ્ઘાટન કર્યું. - લેહ
- 265) તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે બે નવા સીમા પારના પોઈન્ટ ખુલ્લા મુક્યા ? - બાંગ્લાદેશ અને મ્યાનમાર
- 266) ભીલ, ડામોર, મીના, ઢાંકા ક્યા વિસ્તારમાં મળતી મુખ્ય આદિજાતિઓ છે ? - રાજસ્થાન
- 267) ક્યા રાયએ ‘નો હેલ્મેટ, નો પેટ્રોલ’ના નિયમ અમલમાં મૂક્યો ? - આંધ્ર પ્રદેશ
- 268) ભરતપુર ખાતેનું કેઓલેડેયો રાષ્ટ્રીય ઉદ્યાન શેના સંરક્ષણ માટે પ્રખ્યાત છે ? - પક્ષીઓ 80
- 269) નીલગીરી પાસે કેટલી પર્વતશ્રેણીઓનો સંગમ થયેલો જોવા મળે છે ? - ત્રણ
- 270) દેવદારના વૃક્ષો સામાન્ય રીતે......પ્રકારના જંગલોમાં જોવા મળે છે. - હિમાલયના શંકુદ્રુમ જંગલ
Comments (0)