ભારતનું બંધારણ
551) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
552) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? ( PSI GK - 4–3/5-3/2017)
554) નીચેનામાંથી ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી ઓળખાવો. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
555) માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ રેકર્ડ તપાસણી માટે અડધો કલાક વિના મૂલ્યે અને ત્યારબાદ દરેક અડધા કલાક માટે કેટલા રૂપિયા ફી ભરવાની હોય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
559) સંસદે ભારતના ગણરાજ્યના કેટલામાં વર્ષમાં માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 કર્યો છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
560) દેશના કયા ભાગમાં ચંદનના જંગલો મહત્તમ જોવા મળે છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
562) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કર્યો અનુચ્છેદ કરે છે ? ( GPSC પેપર - 1 - 2017)
564) બિન-નિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs)) અને ભારતીય મૂળના વ્યક્તિઓ (Persons of Indian Origin) (PIO) (પીઆઈઓ) વચ્ચે નીચેનામાંથી કયો મુખ્ય તફાવત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
566) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
570) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે.
2. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલ હોય તે સ્થાને બેસી શકે છે.
3. સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
571) કોની સલાહ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કલમ 352 હેઠળ કટોકટી જાહેર કરી શકે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
574) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન, ન્યાયધીશોની નિમણૂક કરી શકાય છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
576) આદર્શ આચાર સંહિતા (MCC)ના સંબંધમાં કયું/કયા સાચું/સાચા છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
I. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોના વર્તનને નિયંત્રિત કરવા માટે ભારતીય ચૂંટણીપંચ (EC) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાઓનો સમૂહ.
II. આદર્શ આચાર સંહિતાની રચના તમામ ઉમેદવારો માટે સમાન રમતનું ક્ષેત્ર જાળવીને અને ચૂંટણીલક્ષી લાભ માટે સત્તાવાર મશીનરીનો દુરુપયોગ અટકાવીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.
III. આદર્શ આચાર સંહિતાની શરૂઆતમાં 1968-69માં મધ્ય-ગાળાની ચૂંટણીઓ દરમિયાન 'લઘુત્તમ આચાર સંહિતા' શીર્ષક હેઠળ ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
579) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન ‘રાષ્ટ્રીય કટોકટી’ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ )
580) 1. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર સંચાર માધ્યમ કહેવાય છે.
2. ટેલિગ્રામ (તાર)ની શોધ ઈ.સ.1850માં થઈ હતી.
સાચા વિધાનો પસંદ કરો.
581) અનુચ્છેદ 14 હેઠળ સમાનતાના અધિકાર સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1. ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતા શબ્દ એક સકારાત્મક ખ્યાલ છે જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ નકારાત્મક ખ્યાલ છે.
2. ફક્ત કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર વિદેશીઓ માટે ઉપલબ્ધ છે પરંતુ કાયદાના સમાન સંરક્ષણનો અધિકાર નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
582) જયારે લોકસભા અને રાજયસભા એમ બંન્ને ગૃહોની સંયુકત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે? ( GPSC Class - 2 - 18/12/2016)
584) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
585) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અંતર્ગત બોર્ડ પરીક્ષાઓના “વર્ષ બગડવાના સંકટ'ને દૂર કરવા માટે બધા વિદ્યાર્થીઓ કોઈ પણ શાળાકીય વર્ષ દરમિયાન ……….. બોર્ડની પરીક્ષા આપી શકશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
587) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )
589) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
591) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ (Article) હેઠળ આપવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 28/1/2017)
592) જો કોઈ શિક્ષક 31 માર્ચ 2015 ના રોજ, ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 23(1) અનુસારની ન્યુનત્તમ લાયકાત ધરાવતો ન હોય તો ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 અનુસાર તેણે આવી ન્યુનત્તમ લાયકાત ............. માં મેળવી લેવાની રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
593) નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
594) “નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રીત ફંડ ખાતે ઉધારવામા આવે છે આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
596) ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ (UT)ના મુખ્ય પ્રધાન, જ્યાં આ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં છે, તે કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
600) સીમા ચિહ્ન રૂપ ચુકાદાઓ અને નામદાર અદાલતના નિર્ણયો નીચે આપેલા છે. આ જોડીઓને ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. મિનરવા મીલ્સ વિરૂદ્ધ ભારત સરકાર : બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે.
2. અહેમદખાન વિરૂદ્ધ શાહબાનો બેગમ: છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ આપવા ફોજદારી પ્રક્રિયા કોડ (Criminal Procedure Code) ની કલમ 125 ની.
3. શ્રેયા સિંઘલ વિરૂદ્ધ ભારત સરકારઃ ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતી માહિતી ટેકનોલોજી અધિનિયમ (ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ (IT એક્ટ))ની કલમ 66A ને રદ કરી તેને ગેરબંધારણીય જાહેર કરી.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?
Comments (0)