જાન્યુઆરી 2026
4) બ્લૂબર્ડ બ્લોક -2 મિશન સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1 આ મિશન હેઠળ USA ની AST સ્પેસમોબાઇલ કંપનીનો કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે.
2. આ સેટેલાઇટનું વજન આશરે 6,100 કિગ્રા છે, જે LVM3 દ્વારા લોન્ચ કરાયેલો અત્યાર સુધીનો સૌથી વજનદાર પેલોડ છે.
૩. આ સેટેલાઇટને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી LVM3-M6 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.
4. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ડાયરેક્ટ-ટૂ-સ્માર્ટફોન 5G બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.
નીચેનામાંથી કર્યા વિધાનો સાચાં છે?
5) PM MITRA પાર્કઅંગે નીચેનાં વિધાનો તપાસો.
1. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તાજેતરમાં 3 ગ્રીનફિલ્ડ PM MITRA પાર્ક માટે DPR મંજૂર કરવામાં આવ્યા છે.
2. આ ત્રણ પાર્ક લખનઉ (UP), કાલબુર્ગી (કર્ણાટક) અને નવસારી (ગુજરાત) માં સ્થાપવામાં આવશે.
3. આ પાસ 'ડિઝાઇન, બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર' (DBFOT) ફ્રેમવર્ક હેઠળ વિકસાવવામાં આવશે.
ઉપરનાં પૈકી કયા વિધાનો સાચાં છે ?
7) એક્ઝોપ્લેનેટ 'PSR J2322-2650b' વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ એક્ઝોપ્લેનેટ પૃથ્વીથી આશરે 2,000 પ્રકાશવર્ષ દૂર આવેલો છે.
2. તે કદમાં પૃથ્વી જેવો જ ગ્રહ છે.
૩. તેનો આકાર પલ્સારના અત્યંત ગુરુત્વાકર્ષણને કારણે લીંબુ જેવો વિકૃત થઈ ગયો છે.
ઉપરનાં પૈકી કયા વિધાનો સાર્યા છે ?
11) 'મની મ્યુલ' (Money Mule)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. જ્યારે કોઈ વ્યક્તિ અજાણતા કે લાલચમાં આવી પોતાના બેન્ક એકાઉન્ટની ઉપયોગ ગુનેગારોના નાણાકીય વ્યવહારો માટે કરવા દે તેને મની મ્યૂલ કહેવાય.
2. સાયબર ગુનેગારો પોલીસ તપાસથી બચવા માટે ચોરી કરેલા નાણાં આવા ખાતામાં ટ્રાન્સફર કરે છે.
ઉપરના પૈકી કર્યા વિધાનો સાચાં છે?
12) તાજેતરમાં પ્રકાશિત 'ત્રીજા વર્લ્ડ ઇનઇક્વોલિટી રિપોર્ટ 2026'ના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. આ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
2. વૈશ્વિક સ્તરે ટોચના 1% લોકો વિશ્વની 37% સંપત્તિ પર આધિપત્ય ધરાવે છે.
3. ભારતમાં ટોચના 1% લોકો કુલ સંપત્તિનો લગભગ 40% હિસ્સો ધરાવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો :
13) IN-SPACe દ્વારા સ્થાપિત થનારી 'સ્પેસ લેબ્સ' (અંતરિક્ષ પ્રયોગશાળા) વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. IN-SPACe સમગ્ર ભારતમાં કુલ 10 સ્પેસ લેબ્સ સ્થાપશે.
2. આ પ્રોજેક્ટમાં સંસ્થા દીઠ મહત્તમ ₹ 5 કરોડની નાણાકીય સહાયની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
3. પ્રોજેક્ટ ખર્ચના 75% સુધીની નાણાકીય સહાય IN-SPACe દ્વારા આપવામાં આવશે.
યોગ્ય વિધાન/વિધાનો કર્યા છે ?
14) ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલા 'GlowCas9' પ્રોટીન વિશે કયાં વિધાનો સાચાં છે ?
1. તે કોલકાતા સ્થિત બોઝ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
2. તે Cas9 પ્રોટીનનું બાયોલ્યુમિનિસેન્ટ સંસ્કરણ છે જે જીન એડિટિંગ દરમિયાન પ્રકાશ ઉત્પન્ન કરે છે.
3. CRISPR ટેક્નોલોજીમાં Cas9 એન્ઝાઇમ 'માર્ગદર્શક' (Guide) તરીકે અને RNA ' કાતર' તરીકે કામ કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
19) ભારતની પરમાણુ ઊર્જા ક્ષમતા અને લક્ષ્યાંકો અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ભારતની વર્તમાન સ્થાપિત પરમાણુ ઊર્જા ક્ષમતા 8,780 MW છે.
2. વર્ષ 2032 સુધીમાં આ ક્ષમતા વધારીને 21,880 MW કરવાનો લક્ષ્યાંક છે.
૩. ન્યુક્લિયર એનર્જી મિશન હેઠળ વર્ષ 2047 સુધીમાં 100 GW ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય છે.
ઉપરનાંમાંથી કર્યા વિધાનો સત્ય છે ?
20) 'રિજીયોનલ AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ' દરમિયાન થયેલા MoUs (સમજૂતી કરારો) અંગે કઈ જોડ સાચી છે ?
1. ગુજરાત સરકાર અને Google : ગુજરાતી ભાષાના મોટા લેંગ્વેજ મોડલ્સ (LLMs) વિકસાવવા.
2 IIT ગાંધીનગર અને IBM: એકેડેમિયા અને ઉદ્યોગ વચ્ચેનું અંતર ઘટાડવા.
3. GIFT City અને Henox : ગિફ્ટ સિટીમાં Al ઇનોવેશન સેન્ટર ! સ્થાપના.
21) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ દિવસની ઉજવણી દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.
2. આ દિવસની ઉજવણી વર્ષ 1991થી બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (DEE) દ્વારા કરવામાં આવે છે.
3. વર્ષ 2025માં 14થી 20 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે?
24) ભારતીય નૌકાદળના MH-6OR હેલિકોપ્ટર સ્ક્વોડ્રન બાબતે ક્યાં વિધાનો સાચા છે
1. ગોવામાં INS હંસા ખાતે બીજા MH-6OR હેલિકોપ્ટર સ્કવોડ્રન-'INAS 335 (ઓસ્પ્રેસ) 'ને નિયુક્ત કરવામાં આવ્યુ છે.
2. પ્રથમ સ્કવોડ્રન ‘INAS 334 ( સીહોક્સ)’ કોચીમાં ઠાર્યસ્ત છે.
3. MH-6OR હેલિકોપ્ટર રશિયાની કંપની દ્વારા નિર્મિત છે.
25) 'રિજીયોનલ AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ'ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. આ કોન્ફરન્સનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
2. તેનું આયોજન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
૩. આ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા “Gujarat Al Stack" લોન્ચ કરવામાં આવ્યું હતું.
27) CITESની 20મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (CoP) અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ કોન્ફરન્સનું આયોજન CITESનાં 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં કરવામાં આવ્યું હતું.
2. આ બેઠક દરમિયાન મધ્ય એશિયાના દેશો દ્વારા 'સમરકંદ ડેક્લેરેશન અને એક્શન પ્લાન (2025-2032)' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
3. વર્ષ 2026થી 2028 સુધીના સમયગાળા માટે CITESના બજેટમાં 10%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સત્ય છે ?
28) ગ્રેટ નિકોબાર આઇલેન્ડના હોલિસ્ટિક ડેવલપમેન્ટ પ્રોજેક્ટના મુખ્ય 4 ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ?
1. ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ
2. ગેસ અને સૌર ઊર્જા આધારિત પાવર પ્લાન્ટ
3. ઇકો-ફ્રેન્ડલી ટાઉનશિપ
4. મિકેનાઇઝડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ સેન્ટર
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
31) ભારતના હાઇડ્રોજન સંચાલિત પરિવહન પ્રોજેક્ટ્સ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. ભારતનું પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર વેઝલ વારાણસીમાં નમો ઘાટ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે.
2. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ રન હરિયાણાના જીંદ - સોનીપત સેક્શન પર થવાની શક્યતા છે.
3. હાઇડ્રોજન સંચાલિત ટ્રેન અને વેઝલ બંને આડપેદાશ તરીકે કાર્બન ડાયોક્સાઇડ (CO2) મુક્ત કરે છે.
ઉપરના પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
32) 'ગરુડ શક્તિ' (Garuda Shakti) યુદ્ધાભ્યાસ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ભારત અને ઇન્ડોનેશિયાની સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે યોજાય છે.
2. 10મી આવૃત્તિ હિમાયલ પ્રદેશના બકલોહમાં યોજાઈ હતી.
34) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારોમાં રાજ્યના પ્રદર્શન અને વિજેતાઓ બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. ગુજરાતે સતત ચોથા વર્ષે ગ્રૂપ-|| માં પ્રથમ પુરસ્કાર જીત્યો છે.
2. ગુજરાતની ‘મેસર્સ ઝેનિટેક્સ સુરત' ને કાપડ ઉદ્યોગમાં બેસ્ટ પરફોર્મિંગ યુનિટ તરીકે વિજેતા જાહેર કરવામાં આવી.
૩. વડોદરાની ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી લિમિટેડને રસાયણ ક્ષેત્રે સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત થયું.
ઉપરનાં વિધાનો માટે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
37) 60મી DGP-IGP કોન્ફરન્સ બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. આ કોન્ફરન્સ છત્તીસગઢના રાયપુરમાં યોજાઈ હતી.
2. તેની થીમ 'વિકસિત ભારતઃ સિક્યુરિટી ડાયમેન્શન્સ' હતી.
૩. તેનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.
39) નવી રચાયેલી 'જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી' બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. આ સોસાયટીના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર રહેશે.
2. પ્રત્યેક જિલ્લાને પ્રવાસન વિકાસ માટે દર વર્ષે ₹25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
3. આ સોસાયટીમાં ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવશે.
40) કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન ઍન્ડ સ્ટોરેજ (CCUS) માટેના ભારતના પ્રથમ R&D રોડમેપ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ રોડમેપ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
2. આ રોડમેપ મુખ્યત્વે સ્ટીલ, સિમેન્ટ અને પાવર જેવા 'Hard-to-abate ' સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
3. CCUS ટેક્નોલોજીમાં કાર્બનને વાતાવરણમાં મુક્ત થયા પછી હવામાંથી શોષી લેવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
42) ટાંગલિયા વણાટ કળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ગુજરાતની આશરે 700 વર્ષ જૂની હાથશાળ કલા છે.
2. આ કલામાં વિશિષ્ટ ઊભા કરેલા ડોટેડ પેટર્નને 'દાણા' કહેવામાં આવે છે.
3. પદ્મશ્રી લવાજીભાઈ પરમારને આ કલા માટે 'ટાંગલિયાનો ત્રાંહાર' તરીકે ઓળખવામાં આવે છે.
44) SASTRA રામાનુજન પુરસ્કાર 2025 અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પુરસ્કાર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. એલેક્ઝાન્ડર સ્મિથને આપવામાં આવ્યો છે.
2. તેમને આ એવોર્ડ નંબર થિયરી અને અંકગણિત ભૂમિતિમાં તેમના કાર્ય માટે મળ્યો છે.
3. આ પુરસ્કાર હેઠળ 5,000 (અમેરિકી ડોલર)ની રોકડ રકમ આપવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
49) ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પરના RAMBHA-LP ઉપકરણ દ્વારા મળેલાં તારણો બાબતે કયું વિધાન અસત્ય છે ?
1. ચંદ્રનો દક્ષિણ ધ્રુવીય પ્રદેશ સક્રિય પ્લાઝમા વાતાવરણ ધરાવે છે.
2. ચંદ્ર પરનો પ્લાઝમા વિધુતની દૃષ્ટિએ ધન વીજભારિત (Positive) હોય છે.
3. આ પ્લાઝમા વાતાવરણ સૌર પવન અને ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ દ્વારા આકાર લે છે.
સાચો વિકલ્પ પસંદ કરો :
Comments (0)