ભારતનું બંધારણ
302) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કઈ બાબત કોઈ વ્યક્તિ દ્વારા બંધારણના અનુચ્છેદ 17 અન્વયેના અસ્પૃશ્યતા નાબુદી અંગેના અધિકારના અમલ કરવાના સંજોગોમાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નીચેના પૈકી કયું કૃત્ય “બહિષ્કાર”ની પરિભાષામાં આવતું નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
304) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? ( GPSC પેપર - 1 - 2017)
307) એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
308) બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
309) અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
310) ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી.......... છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
311) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
313) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા? ( GPSC Class – 1 – 28/01/2017)
315) ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ..........માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી. ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
316) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજયને ફાળવવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
317) સંવિધાનના અનુચ્છેદ-352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
321) એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ ........... (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
323) મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરી હોય એવા કિસ્સામાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજી મળ્યા તારીખથી કેટલા દિવસમાં જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈએ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
324) ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
328) ભારતનાં સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
329) કોની ભલામણ મુજબ રાજયોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
331) આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારતના કે કોઈપણ પ્રદેશ માટે કોઈ કાયદો બનાવી શકે છે : (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
333) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )
334) કોઈપણ ક્ષેત્રને અનુસૂચિ ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
336) અનુસૂચિત જાતિઓના રાષ્ટ્રીય આયોગના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. તે બંધારણીય સંસ્થા છે.
II. તેના સભ્યોની સેવાની શરતો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે.
III. આયોગે એંગ્લો ઈન્ડિયન સમુદાય માટે બંધારણીય અને અન્ય કાનૂની સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ કરવાની છે.
338) ભારતની સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે.
2. અધ્યક્ષ કોઈ સભ્યને માતૃભાષામાં સંબોધવાની પરવાનગી આપી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
340) બ્રિટિશ સમય દરમિયાન કરવામાં આવેલ બંધારણીય સુધારાઓની લાક્ષણિકતાઓનાં જોડકાં ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. ભારત સરકારનો ધારો, 1858 કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન
2. ભારત સરકારનો ધારો, 1935 - પ્રાંતીય સ્વાયત્તતા
3. ભારત સરકારનો ધારો, 1935 - કેન્દ્રમાં દ્વિમુખી શાસન
4. ભારત સરકારનો ધારો, 1935 - રાજ્યોમાં દ્વિમુખી શાસન
ઉપર પૈકી કયાં જોડકાં સાચાં છે?
343) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી.
2. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
344) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n)(iv) હેઠળની શાળા સિવાયની શાળામાં રચવામાં આવેલ “શાળા સંચાલન સમિતિ' (School Management Committee) માં ઓછામાં ઓછા ............... સભ્યો બાળકના માતા-પિતા અથવા વાલીઓ રહેશે અને ઓછામાં ઓછા સભ્યો સ્ત્રીઓ રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
345) રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે.......% સીટો અનામત રાખવામાં આવે છે. ( GPSC Class-1 - 15/01/2017)
348) 42મા બંધારણીય સુધારા (1976) દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદ (પદો)નો ઉમેરો કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. સાર્વભૌમ
II. સમાજવાદી
III. બિનસાંપ્રદાયિક
IV. લોકશાહી
349) માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે? ( GPSC Class - 2 - 12/2/2017)
350) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Comments (0)